ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દાહોદમાં પોલીસે ચોરને શોધવા કર્યો થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોનનો ઉપયોગ, જંગલમાંથી ધરપકડ

VIDEO / દાહોદમાં પોલીસે ચોરને શોધવા કર્યો થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોનનો ઉપયોગ, જંગલમાંથી ધરપકડ

Last Updated: 01:11 PM, 16 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dahod Police Latest News : પોલીસે થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરી આરોપી ઈસમને જંગલમાંથી ઝડપી પાડ્યો, હર્ષ સંઘવીએ કહ્યું , DSP દાહોદ અને તેમની ટીમને અભિનંદન આપતા ગર્વ અનુભવું છું

ADVERTISEMENT

Dahod Police : દાહોદ પોલીસની ગુનેગારને પકડવાની સરાહનિય કામગીરીને ખુદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વખાણી છે. વાસ્તવમાં દાહોદમાં એક મંદિરમાં ચોરી કરવા આવેલ ચોરને પકડવા પોલીસની ટીમ કામે લાગી હતી. આ દરમિયાન પોલીસે થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરી આરોપી ઈસમને જંગલમાંથી ઝડપી પાડ્યો છે. આ તરફ હવે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દાહોદ પોલીસના આ મામલે વખાણ કરતાં કહ્યુ કે, DSP દાહોદ અને તેમની ટીમને અભિનંદન આપતા ગર્વ અનુભવું છું.

દાહોદમાં પોલીસે આરોપીને શોધવા થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોનનો ઉપયોગ કર્યો છે. વિગતો મુજબ મંદિરમાં ચોરી કરવા આવેલા ચોરને પકડવા ડ્રોનનો ઉપયોગ કરાયો છે. મંદિરમાં ચોરી કરવા આવેલ આરોપી જંગલમાં નાશી ગયો હતો જે બાદમાં પોલીસે આરોપીને પકડવા થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. મહત્વનું છે કે, ગુનેગારને ટ્રેક કરવા થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોન તૈનાત કર્યા હતા. આ તરફ આરોપી ઝડપાઇ ગયા બાદ હવે ખુદ હર્ષ સંઘવીએ પોલીસના વખાણ કર્યા છે.

વધુ વાંચો : ગુજરાતનું દુનિયાભરમાં વખણાતું 400 વર્ષ જૂનું રોગન આર્ટ, ખાસિયતની દિલ પર રહેશે છાપ

શું કહ્યું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ?

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ X (પહેલા ટ્વિટર) પર લખ્યું કે, દાહોદ એસપી અને ટીમ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી! શું તમે ક્યારેય વિચાર્યું છે? આદિજાતિ જિલ્લા પોલીસ થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરીને કેસને સોલ્વ કરશે ? આ ગ્રામીણ પોલીસિંગ માટે નવા ધોરણો સ્થાપિત કરે છે! ગઈકાલે એક ચોર ગાઢ જંગલમાં ભાગી ગયો હતો પણ DSP દાહોદ અને ટીમે તેને ભાગવા દીધો નહોતો! તેઓએ ગુનેગારને ટ્રેક કરવા અને પકડવા માટે થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોન તૈનાત કર્યા.આ ઉત્કૃષ્ટ શોધ માટે DSP દાહોદ અને તેમની ટીમને અભિનંદન આપતા ગર્વ અનુભવું છું!

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Thermal Image Night Vision Drone Dahod Harsh Sanghvi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ