બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / csk team new captain after ms dhoni before ipl 2024 season

ક્રિકેટ / IPL 2024: ...તો MS ધોની બાદ હવે કોણ હશે CSKનો આગામી કેપ્ટન? આ રહ્યાં અન્ય વિકલ્પ

Arohi

Last Updated: 08:53 AM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CSK Team New Captain After MS Dhoni: IPL 2024 સીઝનને શરૂ થવામાં હજુ લગભગ એક અઠવાડિયાનો સમય છે. એવામાં ચેન્નાઈ ટીમમાં એટલો મોટો ફેરફાર થઈ શકે છે? આ એક મોટો સવાલ છે. પરંતુ 2022 સીઝનમાં પણ ચેન્નાઈ ટીમે સીઝનની શરૂઆતથી 1-2 દિવસ પહેલા જ રવીંદ્ર જાડેજાના નવા કેપ્ટન બનવાની જાહેરાત કરી હતી. એવામાં ફેંસ જાણવા ઉત્સુક છે કે આ વખતે નવું શું થશે?

ક્રિકેટ ફેન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ટૂર્નામેન્ટ 22 માર્ચથી શરૂ થશે. પરંતુ તેના પહેલા ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમમાં અમુક મોટો ફેરફાર થઈ શકે છે ખાસ કરીને કેપ્ટન્સીને લઈને. 

IPL 2024 સીઝનના શરૂ થવામાં હવે લગભગ એક અઠવાડિયાનો સમય બાકી છે. એવામાં ચેન્નાઈ ટીમમાં આટલો મોટો ફેરફાર થઈ શકે છે? તે એક મોટો સવાલ છે. પરંતુ અમુક સમય પહેલા ખુદ ધોનીએ ફેસબુક પોસ્ટ દ્વારા જણાવ્યું કે તે નવા રોલમાં જોવા મળશે. એવામાં ફેન્સ અટકળો લગાવી રહ્યા છે કે ધોની કેપ્ટન્સી છોડીને મેન્ટોર કે કોચ બની શકે છે. 

2022 સીઝનમાં પણ ચેન્નાઈ ટીમે સીઝનની શરૂઆતથી 1-2 દિવસ પહેલા જ રવીન્દ્ર જાડેજાને નવા કેપ્ટન બનાવવાની જાહેરાત કરી હતી.  એવામાં ફેન્સ આ વખતે પણ ધોનીની પોસ્ટને જોઈને નવા કેપ્ટન કે નવા ફેરફારની હજુ પણ આશા લગાવીને બેઠા છે. જો આ વખતે કેપ્ટન્સીમાં ફેરફાર થશે તો અમુક પ્લેયર તેના મોટા દાવેદાર થઈ શકે છે. 

આ ખેલાડી છે કેપ્ટન્સીના મોટા દાવેદાર 
ઋતુરાજ ગાયકવાડ કેપ્ટન્સીના મોટા દાવોદારોમાં સૌથી આગળ છે. તેના ઉપરાંત ટીમમાં રવીન્દ્ર જાડેજા અને અજીંક્યા રહાણે પણ અનુભવની રીતે જોતા દાવેદાર માનવામાં આવી રહ્યા છે. જોકે જાડેજાને 2022 સીઝનમાં કેપ્ટન્સી સોંપવામાં આવી હતી. પરંતુ ત્યારે તેમનું અને ટીમનું બન્નેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ થઈ ગયું હતું. ત્યારે ધોનીએ સીઝનમાં ફરી કમાન સંભાળી હતી. 

વધુ વાંચો: અકસ્માતમાં ઋષભ પંતને થઈ હતી ગંભીર ઈજા, મેદાનમાં આવવું શક્ય જ ન હતું, થઈ ચમત્કારિક વાપસી

સાથે જ જાડેજાની ઉંમર પણ કેપ્ટન્સીના આડે આવી શકે છે. તે 35 વર્ષના થઈ ગયા છે. 35 વર્ષના રહાણેની સાથે પણ ઉંમરની સમસ્યા છે. રહાણેએ ગઈ સીઝનમાં ચેન્નાઈ માટે 14 મેચ રમી હતી. જેમાં 32.60ની શાનદાર સરેરાશથી 326 રન બનાવ્યા હતા. એવામાં તેમણે 2 હાફસેન્ચુરી મારી હતી. એવામાં ફોર્મ અને ખેલને જોઈએ તો રહાણે પણ દાવેદાર જોવા મળી રહ્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ