બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / coronavirus case surge in kerala sign financial crisis

મુશ્કેલી / કોરોનાના લીધે કેરળમાં વધ્યું આર્થિક સંકટ, લોકોએ જીવન બચાવવા કર્યું એવું કે તમારી આંખો આંસુથી છલકાઈ જશે...

Bhushita

Last Updated: 07:50 AM, 8 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરળમાં કોરોનાના કેસ વધવાની સાથે લોકો આર્થિક સંકટમાં ફસાયા છે જેને લઈને હવે તેઓ કિડની અને લિવરને વેચી રહ્યા છે.

  • કોરોનાના લીધે કેરળમાં વધ્યું આર્થિક સંકટ
  • લોકો કિડની અને લિવરને વેચી રહ્યા છે
  • જાણો શું છે કેરળમાં વકરતા કોરોનાની સ્થિતિ

કોરોના વાયરસના વધતા કેસને લઈને અનેક વાર અહીં લોકડાઉન અને કડક નિયમો લાગૂ કરાયા છે જેને લઈને હવે અર્થવ્યવસ્થામાં સુસ્તી જોવા મળી રહી છે. આ સાથે જ મૃત્યુદર હોય, વેક્સિનેશન, ટ્રેકિંગ અને ટેસ્ટિંગમાં પણ રાજ્ય સૌથી આગળ છે. પણ દૈનિક કેસમાં સતત વધારો થતા મુશ્કેલી વધી રહી છે. કોરોના ટેસ્ટિંગ પોઝિટિવ આવવાથી એક મહિનાથી વધારે સમયથી કેસ ઝડપથી વધી રહ્યા છે જેનાથી વિશેષજ્ઞો પણ ચિંતામાં છે.  

કેરળમાં જોવા મળી રહી છે અસામાન્ય સ્થિતિ
અહીં જીવન બચાવવા માટે અને આજીવિકા માટે સંઘર્ષની સ્થિતિ બની રહી છે. મલપ્પુરમમાં કેટલાક જિલ્લામાં સ્થિતિ જટિલ બની છે. અહીં સરેરાશ ટીઆરપી 15 ટકાથી વધારે છે. રાજ્યમાં આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે. જેમાં ખેડૂતો અને વ્યાપારીનો સમાવેશ થઈ રહ્યો છે, કોરોના વધતા લોકો હતાશ થઈ રહ્યા છે.  રાહત પેકેજ પણ ખાસ મદદ કરી રહ્યા નથી. 

આર્થિક તંગીના કારણે એક સ્ટ્રીટ વેન્ડરે લગાવ્યું બોર્ડ
કેરળમાં તિરુવનંતપુરમમાં એક સ્ટ્રીટ વેન્ડરે આર્થિક તંગીથી બહાર આવવા બોર્ડ લગાવ્યું છે. તેની પર લખ્યું છે કે મારી કિડની અને લિવીર સારા છે. હું તેને વેચવા તૈયાર છું. આ રીતની નોટિસ એક બસ માલિકે પણ લગાવી છે. કોઝીકોડ સ્ક્રેપમાં વેચાણ માટે તૈયાર છે. હાલમાં કેરળમાં ક્યાંય પણ તમને આવા દ્રશ્યો જોવા મળી શકે છે. રાજ્યમાં 2 મહિનામા 30થી વધુએ આત્મહત્યા કરી છે. તેની પાછળનું મુખ્ય કારણ કોરોના હતું અને સાથે દુકાનો પર વેચાણ માટે એવા બોર્ડ પણ જોવા મળી રહ્યા છે. 

<

કેન્દ્રએ પણ માંગ્યો છે જવાબ
2 દિવસ પહેલા સરકારે મહામારીના નિયંત્રણના ઉપાયો પર ફરીથી વિચાર કરવા મજબૂર થવું પડ્યું છે. કેસ વધવાની સાથે કેન્દ્ર પણ રાજ્ય પાસે જવાબ માંગી રહ્યું છે. સ્થિતિથી ખ્યાલ આવે છે કે આ ઉપાયોને સંકટ સામે લડવામાં વધારો કરવાની જરૂર છે. બજારો, પર્યટન સ્થળો અને અન્ય જગ્યાઓ પર સાંભળવા મળી રહ્યું છે કે  અમારે હજુ કેટલા દિવસ સુધી મુશ્કેલી ભોગવવી પડશે. પણ કોઈની પાસે આ સવાલનો જવાબ નથી.  

શું રહેશે નિયમ
નવા નિયમ અનુસાર દુકાનો, મોલ અને કામ કરનારા લોકોએ કોરોના સર્ટિફિકેટ બતાવવાનું રહેશે. નવા નિયમોથી ગુસ્સામાં આવેલા વેપારીઓએ દુકાનો બંધ કરવાની ધમકી આપી હતી. ત્યારે સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે નિયમો યોગ્ય છે. અમે કોરોનાને સામાન્ય રૂપમાં નહીં લઈ શકીએ. અમારે ત્રીજી લહેરને લઈને શક્ય કડક પગલા લેવા પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ