બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Cops Demand Sexual Favours From Women Working At Spa Centre In Gwalior

ગ્વાલિયર / 'શરીરસુખ માણવા દે' મસાજ બાદ બેશરમ કોન્સ્ટેબલો, સ્પામાં બન્યું તદ્દન ઉલટું, મોટો કાંડ

Hiralal

Last Updated: 05:23 PM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમપીના ગ્વાલિયરમાં 3 ટ્રાફિક કોન્સ્ટેબલોએ એક સ્પા સેન્ટરમાં મસાજ લીધાં બાદ છોકરીઓ પાસે સેક્સની ડિમાન્ડ કરવા લાગ્યાં અને ઈન્કાર પર હોબાળો મચાવ્યો હતો.

એમપીના ગ્વાલિયરમાં 3 ટ્રાફિક કોન્સ્ટેબલોએ સ્પા સેન્ટરની છોકરીઓ સાથે મોટો કાંડ કરી નાખ્યો હતો. આ ત્રણ કોન્સ્ટેબલોએ પહેલા સ્પા સેન્ટરમાં છોકરીઓ પાસે મસાજ કરાવી પછી તેમની પાસે સેક્સની ડિમાન્ડ કરવા લાગ્યાં હતા, છોકરીઓએ ના પાડી દેતાં કોન્સ્ટેબલોએ તેમની મારઝૂડ કરી હતી અને તેમના અપહરણનો પ્રયાસ કર્યો હતો. મુરેનામાં ટ્રાફિક પોલીસમાં તૈનાત ત્રણ કોન્સ્ટેબલ કારમાં ગ્વાલિયર આવ્યા હતા. ત્રણેયે ગ્વાલિયરના સિટી સેન્ટર વિસ્તારમાં આવેલા સ્પા સેન્ટરમાં મસાજ સર્વિસ લીધી હતી. આ પછી તેઓ છોકરીઓ પાસે સેક્સની માગણી કરવા લાગ્યાં હતા અને સ્પા સેન્ટરમાં કામ કરતી મહિલા કર્મચારીઓની છેડતી કરી હતી અને તેમને પોતાની સાથે મુરેના લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે વિવાદ વધતા ત્રણેય ઝપાઝપી અને મારામારી કરી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. સ્પાના માલિકે ત્રણ આરોપીઓ સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

કોન્સ્ટેબલોએ શું કર્યું 
કોસ્ટેબલો મસાજ કરાવવા માટે જ ગ્વાલિયર આવ્યાં હતા પરંતુ મસાજ લીધાં બાદ તેમની દાનત બગડી અને પછી છોકરીઓ પાસે સેક્સની માગણી કરવા લાગ્યા હતા પરંતુ છોકરીઓ તેને માટે તૈયાર થઈ નહોતી આથી કોન્સ્ટેબલો તેમની છેડતી કરવા વાગ્યાં હતા અને કારમાં છોકરીઓના અપહરણનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારે હોહા બાદ તેઓ ભાગી નીકળ્યાં હતા. 

સ્પાવાળી છોકરીઓએ કોન્સ્ટેબલોની સેક્સની ડિમાન્ડ ઠુકરાવી
સ્પામાં ભાગ્યે જ બનતી ઘટનામાં ગ્વાલિયરના સ્પાની આ છોકરીઓએ કોન્સ્ટેબલોની સેક્સની ડિમાન્ડ ઠુકરાવી દીધી હતી જે બાદ તેમની સાથે છેડતી થઈ હતી તેમ છતાં પણ તેઓ દબાણમાં ન આવી. 

કારના નંબર પરથી ખબર પડી કોન્સ્ટેબલો છે 
એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ કે.એમ.સિયાઝે જણાવ્યું હતું કે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પા સેન્ટર ચલાવતી એક મહિલા આવી હતી અને તેણે ફરિયાદ કરી હતી કે સ્પા સેન્ટરની મહિલા સ્ટાફ સાથે ત્રણ લોકોએ છેડતી અને મારપીટ કરી હતી. આ કેસની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ત્રણેય આરોપીઓ એક કારમાં આવ્યા હતા. જ્યારે તે કારની વિગતો કાઢવામાં આવી ત્યારે આ ત્રણેય મુરેના સાથે સંકળાયેલા હોવાનું અને ટ્રાફિક વિભાગના કોન્સ્ટેબલ હોવાનું બહાર આવ્યું હતું જે પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ