બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / VTV વિશેષ / how sonia gandhi will overcome the ambitions of senior congressmen

રાજનીતિ / સંકટમોચક સોનિયા ગાંધીએ કોંગ્રેસને બેઠી કરવા શરૂ કરી દીધી પોતાની રાજકીય ચાલ

Hiren

Last Updated: 10:47 AM, 6 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપના ફરી વખત સત્તામાં આવતા કોંગ્રેસ પાર્ટીના ખરાબ દિવસો શરૂ થઈ ગયા હતાં. એક બાજુ સત્તા તો હાથમાં આવી નહોતી અને સાથે સાથે કોંગ્રેસના ઉત્તરાધિકારી ગણાતા એવા રાહુલ ગાંધીએ પણ નેતૃત્વ છોડવું પડ્યું હતું. રાહુલ ગાંધીના અધ્યક્ષ પદ છોડ્યાં બાદ સોનિયા ગાંધીએ કોંગ્રેસ પાર્ટીને ફરી પાટા પર ચઢાવવા માટે મહત્વની જવાબદારી પોતાના હાથોમાં લીધી છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી બાદ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીને જવાબદારી સોંપાઈ છે.

આ માટે શરૂઆતી તૈયારીઓ પણ કરી દેવાઈ છે પરંતુ પાર્ટીને ફરી તળિયેથી ઊભી કરવામાં સોનિયા ગાંધીની રાહમાં ઘણાં અવરોધો છે. સૌથી મોટી સમસ્યા સોનિયા માટે વિપક્ષ કરતા પાર્ટીની અંદર ચાલી રહેલો વિખવાદ છે. જેમાં કોંગ્રેસ પાર્ટીના કેટલાંક નેતાઓની નેતાગીરી હાલમાં પક્ષ માટે માથાનો દુઃખાવો બન્યો છે. 

પાર્ટીના મોટા ભાગના સીનિયર નેતાઓ બોલવામાં બેફામ છે અને તેમની પોત પોતાની મહત્વકાંક્ષાઓ પણ છે. ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે કોંગ્રેસના નેતાઓએ વિરોધના સૂર ગાયા છે ત્યારે પાર્ટી અને હાઈકમાન્ડ બંને માટે મુસીબતો ઊભી થઈ છે. આ પરિસ્થિતિને જોતા સોનિયા ગાંધી પાર્ટીને સરખે પાટે કેવી રીતે લાવશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે. જો કે સોનિયા ગાંધીનો રેકોર્ડ રહ્યો છે કે પાર્ટીને મજબૂત કરવા માટે અગાઉ પણ કેટલાંક કડક પગલાં ભર્યા છે. તેમના નિર્ણયોથી કોંગ્રેસ પાર્ટી બીજી વખત કેન્દ્રમાં સત્તામાં આવી હતી. પરંતુ હાલમાં જ્યારે કોંગ્રેસ પોતાના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે ત્યારે સોનિયા ગાંધી માટે પોતાના નેતાઓ અને તેમની અંગત મહત્વકાંક્ષાઓને પહોંચી વળવું આસાન નહીં હોય. 

હરિયાણામાં હોબાળાને કર્યો આ રીતે શાંત

ઉદાહરણ તરીકે વાત કરીએ તો હાલમાં જ હરિયાણામાં કોંગ્રેસમાં મહત્વના ફેરબદલ કરવામાં આવ્યાં છે. આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે ત્યારે સોનિયા ગાંધીએ પાર્ટી સંગઠનમાં મહત્વના બદલાવ કર્યા છે. તેમણે ફરી એક વખત પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિંદરસિંહ હુડ્ડા પર વિશ્વાસ જતાવ્યો છે. તાજેતરમાં જ પોતાના નિવેદનોથી પાર્ટી માટે મુસીબત ઉભી કરનારા હુડ્ડાને કોંગ્રેસ ધારાસભ્યોના દળના નેતા અને ચૂંટણી પ્રબંધન સમિતિના પ્રમુખ બનાવાયા છે. હરિયાણામાં આ ઉપરાંત વધુ એક મહત્વનો બદલાવ કરાયો છે. સોનિયાએ હરિયાણા પ્રદેશ કોંગ્રેસ કમિટીના વર્તમાન અધ્યક્ષ અશોક તંવરને તેમના પદેથી હટાવીને કુમારી શૈલજાને આ જવાબદારી સોંપી છે. શૈલજા હરિયાણામાં પાર્ટીનો દલિત ચહેરો છે જેમણે ભૂપિંદર સિંહથી અલગ પોતાની છાપ ઊભી કરી છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે શૈલજાને આ પદ પર લાવવા પાછળ હુડ્ડા પર નિયંત્રણ રાખવાનો પણ એક હેતુ હોઈ શકે છે. 

હકીકતમાં ભૂપિંદર સિંહ હુડ્ડા લાંબા સમયથી અશોક તંવરને હરિયાણા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષના પદથી હટાવવાની માંગ કરી રહ્યાં હતાં. સોનિયા ગાંધીએ તેમને હટાવીને એક બાજુ જ્યાં હુડ્ડાને સાધવાનો પ્રયાસ કર્યો છે તો બીજી બાજુ રાજકીય સમીકરણ બનાવી રાખવા માટે શૈલજાને મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. શૈલજાને કારણે હુડ્ડા માટે પણ પોતાની રીતે તમામ નિર્ણયો લેવાનું આસાન નહીં રહે. જો કે કેટલાંક નિષ્ણાતોનું કહેવું છે છે કે અશોક તંવર, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પસંદ હતા. તેમને હટાવીને સોનિયા પોતાના દીકરાના નિર્ણયોને બદલવાનો સંદેશ પણ આપી રહ્યાં છે. 

મધ્યપ્રદેશ પર પણ અસર જોવા મળશે

હરિયાણાને લઈને સોનિયા ગાંધીના આ નિર્ણયોની અસર પાર્ટીના અન્ય પ્રદેશ પર પણ પડશે. ખાસ કરીને એ રાજ્યોમાં જ્યાં કેટલાંક નેતાઓ હાલમાં વિદ્રોહના મૂડમાં છે. મધ્યપ્રદેશમાં જ્યાં પાર્ટી 15 વર્ષ બાદ સત્તામાં પાછી આવી છે ત્યાં CM કમલનાથી, પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયાની વચ્ચે સત્તાની ખેંચતાણ ચાલી રહી છે. આવનારા સમયમાં શક્ય છે કે સોનિયા ગાંધી જલ્દીથી આ નેતાઓની વચ્ચેની ખેંચતાણનો અંત લાવવા માટે કોઈ મોટા નિર્ણયો લઈ શકે છે. 

સોનિયા ગાંધી પોતાના પહેલાં કાર્યકાળમાં પાર્ટીની હિતમાં મોટા અને કડક નિર્ણયો લેતાં ક્યારેય ખચકાતા નથી. પાર્ટીમાં સંતુલન બનાવવા માટે જેટલું બને તેટલું તેમણે કહ્યું છે ત્યારે જોવાનું એ રસપ્રદ રહેશે કે પોતાની આ સેકન્ડ ઈનિંગમાં કેવી રીતે કોંગ્રેસની નૈયા પાર પાડે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Sonia Gandhi congress politics કોંગ્રેસ ગુજરાત politics
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ