ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Congress meeting in presence of Inspector of Delhi High Command
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ હવે વિપક્ષના નેતા તરીકે કોની નિમણૂંક કરવી તે માટે કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે. આજે દિલ્હી હાઈકમાન્ડના નિરીક્ષકની હાજરીમાં કોંગ્રેસની મહત્વની બેઠક યોજવા જઈ રહી છે.
કોંગ્રેસ ધારાસભ્ય દળની મળશે મહત્વની બેઠક
વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ભાજપે 156, કોંગ્રેસે 17 બેઠક અને AAPએ 5 બેઠક પરથી જીત હાંસલ કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસિલ કરી છે. સત્તા પક્ષ જો ઈચ્છે તો વિપક્ષ નેતા બની શકે તેમ છે. ત્યારે કોંગ્રેસ પાસે 17 સીટ હોવાને કારણે વિપક્ષ નેતા કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો પૈકી એક બની શકે તેમ છે. કોંગ્રેસે આ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને મિટિંગોનો દોર યથાવત કર્યો છે. આજે હાઈકમાન્ડના નિરીક્ષકની હાજરીમાં કોંગ્રેસના ધારાસભ્ય દળની મહત્વની બેઠક યોજવા જઈ રહી છે.
ADVERTISEMENT
બેઠકમાં વિપક્ષ નેતાના નામ પર લાગી શકે છે મહોર
આજની આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતાના નામ પર મહોર લાગી શકે છે. કોંગ્રેસ પાસે સમ ખાવા પૂરતી 17 સીટ જ આવી છે. ત્યારે આ પૈકીના એક નેતા જ વિપક્ષ નેતા તરીકે નક્કી થશે. વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ હવે વિપક્ષના નેતા તરીકે કોની નિમણૂંક કરવી તે માટે કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે. આ માટે અર્જૂન મોઢવાડિયા, શૈલેષ પરમાર, અમિત ચાવડા, સી.જે.ચાવડા અને અનંત પટેલના નામ ચર્ચામાં છે.
કેબિનેટ કક્ષાના મંત્રીને સમકક્ષ મળે છે હોદ્દો
ગુજરાત વિધાનસભા (વિરોધ પક્ષના નેતા) વેતન અને ભથ્થા કાયદો, 1979 એવું કહે છે કે, વિરોધ પક્ષના નેતાને કેબિનેટ કક્ષાના મંત્રીને સમકક્ષ હોદ્દો મળે છે. વિપક્ષના નેતાને ધારાસભ્ય પદને મળતી તમામ સુવિધા ઉપરાંત કેબિનેટ કક્ષાના મંત્રીના સમકક્ષ સુવિધા મળે છે.
ADVERTISEMENT
કેવી મળે છે સુવિધા?
વિપક્ષના નેતાને શાનદાર બંગલો મળવાની સાથે-સાથે કેબિનેટ મંત્રીની માફક યાત્રા ભથ્થું તેમજ યાત્રા સુવિધાઓ, રેલવે યાત્રા સુવિધાઓ, સ્ટીમર પાસ, ટેલિફોન સુવિધાઓ મળે છે. આ ઉપરાંત વિપક્ષના નેતાને બંગલો, ગાડી, વિધાનસભામાં ઓફિસ અને 19 વ્યક્તિઓનો સ્ટાફ પણ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો