બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / CM Yogi Adityanath declared that we will provide 1 crore employment to youngsters of UttarPradesh

ઉત્તર પ્રદેશ / CM યોગીનું મોટું એલાન: એક કરોડ યુવાનોને આપશે રોજગાર, આ નવી ડિગ્રી અને ડિપ્લોમા કોર્સ શરૂ કરશે

Vaidehi

Last Updated: 08:01 PM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CM યોગી આદિત્યનાથે મંગળવારે મોટું એલાન કરતાં કહ્યું કે ઉત્તર પ્રદેશ સરકારે 6 વર્ષમાં 6 લાખ યુવાનોને સરકારી નોકરી આપી છે હવે આગળ 1 કરોડ યુવાઓને રોજગારી આપવામાં આવશે.

  • CM યોગી આદિત્યનાથે આજે મોટું એલાન કર્યું
  • કહ્યું UPમાં 1 કરોડ યુવાનોને રોજગારી આપવામાં આવશે
  • 6 વર્ષમાં 6 લાખ લોકોને રોજગારી આપવામાં આવી હતી- CM

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લોકભવનમાં આયોજિત નિમણૂક પત્ર વિતરણનાં કાર્યક્રમમાં જનસંબોધન કરી રહ્યાં છે. આ દરમિયાન તેમણે મિશન રોજગાર અંતર્ગત નવા પસંદ કરાયેલા 393 હોમિયોપેથિક ફાર્માસિસ્ટને નિમણૂક પત્રો આપવામાં આવ્યાં હતાં. જનસંબોધન દરમિયાન તેમણે કહ્યું કે ઉત્તરપ્રદેશ સરકારે 6 વર્ષોમાં 6 લાખ યુવાનોને સરકારી નોકરી અપાવી છે. હવે આગળ 1 કરોડ યુવાનોને રોજગાર આપવામાં આવશે.

38 લાખ કરોડ રૂપિયાનું રોકાણ
તેમણે કહ્યું કે ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં 35 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવા માટેનો MoU કરવામાં આવ્યો હતો પણ હવે આ આંકડો વધીને 38 લાખ કરોડ થઈ ગયો છે જેના લીધે વધારે યુવાનોને રોજગાર મળી શકશે.

હવે માહોલ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે- CM
CM યોગીએ કહ્યું કે, 'હવે યુપી રોકાણ અને રોજગાર માટેનું મુખ્ય સ્થળ બની ગયું છે. 6 વર્ષ પહેલાં દંગા અને હિંસાને લીધે વિકાસ નહોતો થયો. હવે માહોલ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. '

યુવાનો માટે ખાસ નવા કોર્ષ શરૂ થશે
તેમણે કહ્યું કે કોરોના મહામારીમાં આયુષ ચિકિત્સા પદ્ધતિ તેમજ યોગે સમગ્ર વિશ્વમાં પોતાનો ડંકો વગાડ્યો હતો. તેમણે કહ્યું કે ભારતનાં યોગ તેમજ પ્રાકૃતિક ચિકિત્સાને સમગ્ર વિશ્વએ અપનાવ્યું છે. તેવામાં યુવાનોએ આયુર્વેદ, હોમ્યોપેથી, યૂનાની અને સિદ્ધા વગેરેમાં કરિયર બનાવવામાં સંકોચ ન કરવો. ટૂંક જ સમયમાં યુવાનો માટે નવી ડિગ્રી અને ડિપ્લોમાનાં કોર્ષ શરૂ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ