બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / cm nitish kumar men not ready to take responsibility remark sparks uproar bjp slams him

બિહાર / જનસંખ્યા નિયંત્રણમાં નહીં આવે કારણકે પુરુષો જવાબદારી લેવા તૈયાર નથી, નીતીશ કુમારની આ વાત પર ભડકી BJP

Vaidehi

Last Updated: 03:48 PM, 8 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારમાં જનસંખ્યા નિયંત્રણનાં મામલા પર મુખ્યમંત્રી નીતીશ કુમારનું 'પુરુષ જવાબદારી લેવા તૈયાર નથી' વાળા નિવેદનને લીધે રાજનૈતિક હંગામો શરૂ થયો છે.

બિહારમાં જનસંખ્યા નિયંત્રણને લઈને નીતીશ કુમારનું નિવેદન
કહ્યું પુરુષો આ માટે તૈયાર નથી
ભાજપનાં નેતા સમ્રાટ ચૌધરી લગાવ્યાં CM પર આરોપ

બિહારમાં બિહારમાં જનસંખ્યા નિયંત્રણનાં મામલા પર મુખ્યમંત્રી નીતીશ કુમારનું 'પુરુષ જવાબદારી લેવા તૈયાર નથી' વાળા નિવેદનને લીધે રાજનૈતિક ગરમાટો શરૂ થયો છે. બીજેપીએ નીતીશ કુમારની આ ભાષાને અભદ્ર અને વિવાદિત કરાર કરેલ છે. વૈશાલીમાં એક જનસભાને સંબોધિત કરતાં શનિવારે નીતીશ કુમારે કહ્યું કે બિહારમાં જનસંખ્યા નિયંત્રણમાં નહીં આવે કારણકે પુરુષ જવાબદારી નથી લેતા જ્યારે મહિલાઓ અશિક્ષિત છે.

પુરુષ લોકો જનસંખ્યા નિયંત્રિત કરવા માટે તૈયાર નથી- નીતીશ કુમાર
જનસભાને સંબોધિત કરતાં નીતીશ કુમારે કહ્યું કે મહિલાઓ ભણશે તો પ્રજનન દર ઘટશે. અત્યારે તો એ જ છે. જો મહિલાઓ ભણેલી નહીં હોય તો મર્દ લોકો જે રીતે રોજ-રોજ કરતાં રહે છે, તેમને ધ્યાન નથી રહેતું કે બાળક પેદા નથી કરવાનું. મહિલાઓ ભણતી રહેશે તો તેમને આ તમામ બાબતોનું જ્ઞાન રહેશે કે તેને કઈ રીતે તેમાંથી બચવાનું છે. મહિલાઓ શિક્ષિત રહેશે ત્યારે તે પોતાને ગર્ભવતી થતાં અટકાવી શકશે. પુરુષ લોકો જનસંખ્યા નિયંત્રિત કરવા માટે તૈયાર નથી. મહિલાઓ યોગ્યરીતે શિક્ષિત નથી તેથી તે જનસંખ્યા વૃદ્ધિને રોકવામાં અસમર્થ છે.

બીજેપીએ નીતીશ કુમારને ફટકાર્યાં
ભાજપ નેતા સમ્રાટ ચૌધરીએ નીતીશ કુમારનાં આ નિવેદન પર ફટાકતાં કહ્યું કે નીતીશે બિહારની ઈમેજને મેલી કરી છે. બિહાર વિધાનપરિષદમાં વિપક્ષ નેતા સમ્રાટ ચૌધરીએ મુખ્યમંત્રી પર આરોપ લગાવ્યો કે તેમણે સાર્વજનિકરૂપે અભદ્ર અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે. ચૌધરી એ ટ્વિટ કર્યું કે મુખ્યમંત્રી નીતીશ કુમાર દ્વારા અભદ્ર શબ્દોનો પ્રયોગ અસંવેદનશીલતાની પરાકાષ્ઠા છે. આવા શબ્દોનો પ્રયોગ કરીને તે મુખ્યમંત્રી પદની ગરિમાને મેલી કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ