બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / cm bhupendra patel go delhi today discuss remaining names

લોકસભા ચૂંટણી 2024 / CM ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીમાં: બાકી રહેલા નામોની યાદી પર લાગી શકે છે અંતિમ મહોર

Ajit Jadeja

Last Updated: 02:21 PM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીઆર પાટીલ પણ દિલ્હી જશે લોકસભાના બાકી ઉમેદવારો સાથે વિધાનસભાના ઉમેદવારોના નામ પણ નક્કી થઇ શકે છે.

Lok Sabha Election 2024 : રાજ્યમાં લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને વધુ એક વાર દિલ્હી બોલાવવામાં આવ્યા છે. તેમની સાથે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ જવાના છે. દિલ્હીની બેઠકમાં રાજ્યના લોકસભા બેઠકના બાકી રહેલા નામોની યાદી ઉપર આખરી મહોર લાગી શકે છે. ચાર બેઠકો ઉપર ભાજપ દ્વારા હજુ ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. લોકસભા બેઠકો ઉપરાંત ખાલી પડેલ વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારો અંગે પણ દિલ્હીમાં ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારો જાહેર કરવામાં આવશે.

ગાંધીનગરથી લઇને દિલ્હી સુધી મનોમંથન

લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ છે સાથે સાથે રાજ્યની પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી યોજવાની છે. ગુજરાતની વાત કરીએ તો ભાજપ આ વખતે પણ 26 બેઠકો જીતીશું તેવો દાવો કરે છે અને આ તમામ બેઠકો પાંચ લાખથી વધુ મતોના માર્જીનથી જીતવાની રણનિતિ પર કામ કરી રહ્યુ છે. ભાજપે લોકસભાના 22 બેઠકોના ઉમેદવારની નામની યાદી જાહેર કરી દીધી છે તેમાં 5 ઉમેદવારો નવા છે જ્યારે 10 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. ત્યારે બાકીના 4 બેઠક પર કયા ઉમેદવારને ઉતારવો તેને લઇને ગુજરાતના ગાંધીનગરથી લઇને દિલ્હી સુધી મનોમંથન ચાલી રહ્યુ છે. મોવડીમંડળથી લઇને હાઇકમાન્ડ સુધી ઉમેદવારની પસંદગીના દરેક પાસા ચકાસવામાં આવી રહ્યા છે. આ ચાર બેઠક પર નવા ચહેરાને તક આપવામાં આવશે તેવું સુત્રોનું કહેવું છે. 

રાજ્યની લોકસભા બેઠકો મહત્વની

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીની બેઠકમાં ભાગ લેવા જઇ રહ્યા છે ત્યારે આ બેઠકમાં ગુજરાતની બાકીની ચાર લોકસભા બેઠકોના ઉમેદવારોને લઇને ચર્ચા થશે. બીજેપી દ્વારા ચુંટણીમાં જીતની રણનીતિ તૈયાર કરી દેવાઇ છે. કાર્યકરોને બૂથ લેવલ સુધી સક્રિય કરી દેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિકાસ કામો અને પ્રજાલક્ષી યોજનાઓનો પ્રચાર ઘર ઘર સુધી પહોચાડવામાં આવી રહ્યો છે. બીજેપીની યુવા પાંખ, સંગઠન અને વિવિધ મોરચા દ્વારા સરકારે કરેલી કામગીરી લોકો સુધી પહોચાડવામાં આવી રહી છે. ડિઝિટલ પ્રચાર પણ તેજ કરવામાં આવ્યો છે. ગુજરાતની લોકસભા બેઠકો બીજેપી માટે મહત્વની છે કેન્દ્રમાં 400 પ્લસ બેઠકો માટે રાજ્યની 26 બેઠકો જીતવી જરૂરી છે. રાજ્યમાં બીજેપીનું સંગઠન પણ મજબૂત છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસ અને આપ દ્વારા ગઠબંધન કરી રાજ્યમાં ચુંટણી લડવાની જાહેરાત કરવામાં આવી છે. 

વધુ વાંચોઃ 'પિતા પૈસા કમાવવામાં, માતા Reel બનાવવામાં મસ્ત', કાજલ હિન્દુસ્તાનીનો Video વાયરલ થતા પાટીદાર સમાજ વિફર્યો, નોંધાશે ફરિયાદ

ઉમેદવારોની પસંદગી

ચૂંટણી જાહેર થઇ છે ત્યારે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. આક્ષેપ પ્રતિઆક્ષેપ અને કરેલા વિકાસના કાર્યો સાથે ઉમેદવારો અને પક્ષના કાર્યકરો પ્રજાની વચ્ચે જઇ રહ્યા છે. અને વધુને વધુ બેઠકો જીતીને મજબુત બનવાના પ્રયાસ થઇ રહ્યા છે. મતદારોને રીજવવા માટે જમીની સ્તર પર નેતાઓ ઉતર્યા છે. રાજકીય પક્ષો દ્વારા ટીકીટમાં આ વખતે કોઇ ઉતાવળ કરવામાં નથી આવી પરંતુ બેઠક જીતી શકે અને પ્રજા વચ્ચે લોકપ્રિય હોય તેવા ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. બુથ લેવલના કાર્યકરો અને વિવિધ સર્વે પક્ષો દ્વારા કરાવવામાં આવ્યા છે અને તેના આધારે લોકસભા બેઠક પર ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ