બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / kajal hindustani statement patidar community girls Patidars will file a police complaint

'માફી માંગે' / 'પિતા પૈસા કમાવવામાં, માતા Reel બનાવવામાં મસ્ત', કાજલ હિન્દુસ્તાનીનો Video વાયરલ થતા પાટીદાર સમાજ વિફર્યો, નોંધાશે ફરિયાદ

Ajit Jadeja

Last Updated: 12:52 PM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટીદાર સમાજની દીકરીઓ વિશે ટિપ્પણી કાજલ હિન્દુસ્તાનીને ભારે પડી શકે છે. પાસના અગ્રણી મનોજ પનારાએ પોલીસ ફરિયાદ નોધાવવાની ચિંમકી આપી

પાટીદાર સમાજની દીકરીઓ વિશે વિવાદિત ટિપ્પણી કાજલ હિન્દુસ્તાનીને ભારે પડી શકે છે. જાહેર કાર્યક્રમમાં મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે ટિપ્પણી કરી હતી.  જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિવાદ વકર્યો છે. પાટીદાર સમાજમાં ભારે રોષ પ્રસર્યો છે અને કાજલ હિન્દુસ્તાની સામે પોલીસ ફરિયાદ કરવાની ચિંમકી આપી છે.કાજલ હિંદુસ્તાનીના પાટીદાર દીકરીઓ પરના નિવેદનથી વિવાદ વકર્યો છે. કાજલના આ વિવાદાસ્પદ નિવેદનથી પાટીદાર સમાજ રોષે ભરાયો છે. મોરબીમાં રહેતા પાટીદાર સમાજના આગેવાન અને પાસ અગ્રણી કાજલ હિંદુસ્તાની સામે ફરિયાદ નોંધાવશે. મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે જાહેર કાર્યક્રમમાં ટીપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની સામે કેસ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. મોરબીમાં રહેતા પાટીદાર સમાજના યુવા આગેવાન અને કોંગ્રેસના અગ્રણી મનોજભાઈ પનારા કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોધાવશે.

કાજલ હિન્દુસ્તાની માફી માગેઃ મનોજ પનારા

પાટીદાર સમાજ પર વિપુલ ચૌધરી બાદ હવે કાજલ હિન્દુસ્તાનીના નિવેદનથી વિવાદ થયો છે. સામાજીક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીએ પાટીદારની દિકરીઓ મુસ્લીમો સાથે સંબંધ બનાવતી હોવાના આરોપ લગાવ્યા હતા. મનોજ પનારાએ જણાવ્યું કે, કાજલ હિન્દુસ્તાનીનું નિવેદન પાયાવિહોણું છે. કાજલ હિન્દુસ્તાની માફી માગે અને ભાષાની મર્યાદા રાખે. નોધનીય છે કે, કાજલ હિન્દુસ્તાનીનો વીડિયો વાયરલ થતા પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને મનોજ પનારા સહિતના આગેવાનોએ ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી છે. મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કાજલ હિંદુસ્તાની સામે ફરિયાદ નોંધાવવામાં આવશે. 


વધુ વાંચોઃ હોસ્ટેલમાં તોડફોડ મુદ્દે ગુજરાત યુનિવર્સિટી એક્શનમાં, લીધો NRI વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇ મહત્વનો નિર્ણય

શું કહ્યુ હતુ કાજલ હિન્દુસ્તાનીએ જાણો

તાજેતરમાં જ કાજલ હિન્દુસ્તાનીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે પાટીદાર સમાજની દીકરીઓ વિશે વિવાદાસ્પદ નિવેદન આપતા મામલો ગરમાયો છે. કાજલ હિન્દુસ્તાની કહે છે કે, 'પિતા બહુ પૈસા કમાવવામાં વ્યસ્ત છે. માતા રીલ બનાવવા પોતાની મસ્તીમાં મસ્ત છે. ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, તિજોરીમાંથી 2-5 લાખ રૂપિયા લઈ લે તો કોને ખબર પડવાની છે. આ છોકરીઓની ઉંમર 16-17 વર્ષની છે. હવે વિચારી લ્યો આપણો સમાજ કઇ જગ્યાએ જઇ રહ્યો છે.'

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ