બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / cm bhupendra patel big Decision for gujarati people

ગાંધીનગર / વાહ! સરકારી કચેરીઓના ધક્કા ખાવાની ઝંઝટમાંથી મળશે છૂટકારો, CM ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય

Kavan

Last Updated: 03:34 PM, 26 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુડ ગવર્નન્સ સપ્તાહના પ્રારંભે જ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાલક્ષી નિર્ણય. ગુજરાતના નાગરિકોન થશે મોટો ફાયદો

  • ગુડ ગવર્નન્સ સપ્તાહના પ્રારંભે જ CM પટેલનો મોટો નિર્ણય
  • ડિજીટલી પ્રમાણિત પ્રોપર્ટી કાર્ડ મળશે ઓનલાઇન
  • ગુજરાતના નાગરિકોને થશે ફાયદો

મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સ્વીકાર્યાના પ્રથમ દિવસથી ભૂપેન્દ્ર પટેલ સતત એક્ટિવ જોવા મળી રહ્યા છે અને ગુજરાતની જનતાના હિતમાં નવા-નવા નિર્ણયો લઈ રહ્યા છે ત્યારે આજે વધુ એક પ્રજાલક્ષી નિર્ણયની તેમણે જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનહિતનો નિર્ણય કર્યો કે, સરકારી સેવાઓમાં કાયદાકીય રીતે જરૂરી કે બાધિત ન હોય તેવી બાબતોમાં એફિડેવિટ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે અને સ્વયં પ્રમાણિત માન્ય રાખવામાં આવશે. 

ડિજીટલી પ્રમાણિત પ્રોપર્ટી કાર્ડ મળશે ઓનલાઇન

આ સાથે જ હવેથી ડિજીટલી પ્રમાણિત પ્રોપર્ટી કાર્ડ ઓનલાઇન મળશે. આ સાથે જ બિનખેતી હુકમો બાદ ઓટો જનરેશનથી પ્રોપર્ટી કાર્ડ ઉપલબ્ધ થશે. બિનખેતી હુકમોની મંજૂરી બાદ બાંધકામ અંગેની સમયમર્યાદા દૂર કરવામાં આવી છે અને 2019થી નોંધાયેલા દસ્તાવેજોની ડિજીટલી સાઇન્ડ નકલ ઓનલાઇન ઉપલબ્ધ થશે. 

બોજા દાખલ તથા દૂર કરવા અંગેની નોંધો માટેની સમય મર્યાદામાં ફેરફાર

તેમણે વધુમાં જાહેરાત કરતા જણાવ્યું કે, હુકમી નોંધ અને બેંક દ્વારા બોજા દાખલ તથા દૂર કરવા અંગેની નોંધો માટેની ૧૩૫/ડી નોટીસની સમયમર્યાદા ૩૦ દિવસથી ઘટાડી ૧૦ દિવસ કરવામાં આવી છે, લેન્ડ રેવન્યુ કોડની કલમ-૭૩એએ ની મંજુરી પ્રક્રિયા હવે ઓનલાઇન થશે, ગણોત ધારા કલમ-૩૨ એમ અંતર્ગત ખરીદ કિંમત ભરપાઇ કરવાની મુદતમાં ૩ વર્ષનો વધારો કરાયો છે, ગણોત ધારા કલમ-૪૩ તથા કલમ-૬૩ ની મુદત અનુક્રમે ૨ વર્ષથી વધારી ૫ વર્ષ તથા ૫ વર્ષથી વધારી ૧૦ વર્ષ સુધીની સત્તા કલેક્ટરશ્રીને આપવામાં આવી છે, PMJAY-MA યોજનાના લાભાર્થીઓને તલાટી દ્વારા અપાતા આવકના પ્રમાણપત્રો ત્રણ વર્ષ સુધી માન્ય રખાશે.

મુખ્યમંત્રીએ આ અવસરે રાજ્ય સરકારની વિવિધ ગુડ ગવર્નન્સ પહેલોનો પ્રારંભ કરાવ્યો હતો જેમાં, સરકારના વિભાગો વચ્ચે સંકલન અને સુદૃઢિકરણ માટે ઇ-સરકાર પોર્ટલ, જાહેર વિતરણ વ્યવસ્થા વધુ પારદર્શક અને અસરકારક બનાવતી-My Ration Mobile App, સ્વરોજગારની ડિજિટલ સેવા આપતા E-કુટીર પોર્ટલ, વન વિભાગ દ્વારા ટિંબર ટ્રાન્ઝીટ પાસ મંજૂરી માટેના પોર્ટલ, પાણી પુરવઠા વિભાગની સુગ્રથિત વ્યાપક કાર્યપદ્ધતિ માટે એન્ટરપ્રાઇઝ એપ્લીકેશન પ્લેટફૉર્મ અને મોબાઇલ એપનો સમાવેશ થાય છે. 

 “ઇ-સરકાર” એપ્લિકેશનનો કરાવ્યો પ્રારંભ 

મુખ્યમંત્રીએ આ પ્રસંગે વધુમાં જણાવ્યું કે, ‘સુશાસન દિવસે’  ‘સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ'ને સમયાનુકુલ વધુ અદ્યતન સુવિધાઓ સાથે સુદ્રઢ બનાવી રહ્યા છીયે. રાજ્યમાં ઝડપી અને સરળ વહીવટની નેમ સાથે ગુજરાતની હાલની વહીવટી કાર્ય પદ્ધતિને સંપૂર્ણપણે પેપરલેસ કરવા “ઇ-સરકાર” એપ્લિકેશનનો પણ પ્રારંભ કર્યો છે. આ એપ્લિકેશન સચિવાલયના વિભાગો, ખાતાના વડાની કચેરીઓ તથા કલેકટર કચેરી ડી.ડી.ઓ. કચેરી જેવી જિલ્લા કક્ષાની કચેરીઓ અને તાલુકા કક્ષાની કચેરીઓ સુધી કાર્યરત થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ