બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CM Bhupendra Patel arrives at Narmada Dam: 23 gates were opened while filling Narmada Dam

નમર્દે સર્વદે / નર્મદા ડેમ થયો છલોછલ, 23 દરવાજા ખોલીને લાખો ક્યુસેક પાણી છોડાયું: નદીએ ધર્યું રૌદ્ર રૂપ, આખી રાત ચાલ્યું સ્થળાંતરનું કામ

Malay

Last Updated: 08:55 AM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ છલોછલ ભરાયો, CM ભૂપેન્દ્ર પટેલે નર્મદા ડેમ ખાતે પહોંચી નવા નીરના કર્યા વધામણા.

  • નર્મદા ડેમ આ વર્ષે પ્રથમવાર સપૂર્ણ ભરાયો
  • નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટર 
  • હાલ 23 દરવાજા  9.70 મીટર સુધી ખોલાયા
  • CM ભૂપેન્દ્ર પટેલ નર્મદા ડેમની મુલાકાતે 

Narmada News: ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણ નર્મદા ડેમમાં વરસાદની આવક થઈ છે. જેના કારણે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ આ વર્ષે પ્રથમવાર સંપૂર્ણ ભરાયો છે. નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટર પર પહોંચી ગઈ છે. નર્મદા ડેમમાં 18,62,960 ક્યૂસેક પાણીની આવક નોંધાઈ છે. હાલ 23 દરવાજા 9.70 મીટર સુધી ખોલાયા છે. ડેમના 23 દરવાજા ખોલીને 18,41,319 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા જિલ્લામાં સાવચેતીના ભાગરૂપે SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. સાથે જ ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લામાં અધિકારીઓને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.

ભૂપેન્દ્ર પટેલે નર્મદા ડેમમાં નવા નીરના કર્યા વધામણા 
નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા ડેમની મુલાકાતે પહોંચ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલે નર્મદા ડેમમાં નવા નીરના વધામણા કર્યા છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા SOUની આજુબાજુ બનાવેલ સરોવરમાં પાણી ફરી વળ્યાં છે. 

જિલ્લા 800થી વધુ લોકોનું સ્થળાંતર
નર્મદા જિલ્લામાં વરસાદ પડતા અને સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા તિલકવાડા, નાંદોદ, રાજપીપળામાંથી 800થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નર્મદા ડેમથી 10 કિલોમીટર દૂર ગરુડેશ્વર મેઈન હાઇવે પર પાણી ભરાયા છે. નર્મદા નદીમાં પાણી છોડાતા હાઈવે બંધ કરવાની ફરજ પડી છે. પોલીસ દ્વારા હાઇવે પર આવતા વાહનોને રોકવામાં આવી રહ્યા છે. 

May be an image of body of water and text that says "VTV ગુજરાતી VTVGUJARATI.COM મા રેવાના નીરના વધામણાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ છલોછલ ભરાયો. 23 દરવાજા ખોલીને 19 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. નદીકાંઠામાં રહેતા લોકોને શાળાઓમાં સ્થળાંતરીત કરવામાં આવ્યા, અનેક મંદિરો પાણીમાં ગરકાવ, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ પણ પાણી ફરી વળ્યા"

નર્મદા જિલ્લા પોલીસ વડા રસ્તા પર ઉતર્યા 
ગરુડેશ્વરથી રાજપીપલા જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ગરુડેશ્વર હાઇવે પર નર્મદા જિલ્લા પોલીસ વડા રસ્તા પર ઉતર્યા છે. નર્મદક ડેમમાંથી 10 કિલોમીટર દૂર વિયર ડેમ બનવવામાં આવ્યો છે. વિયર ડેમ ખાતે નર્મદા નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે.  SOUની આજુબાજુ બનાવવામાં આવેલ સરોવરમાં પાણી ફરી વળ્યાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ પાણી ફરી વળ્યાં છે.

SDRFની ટીમો તૈનાત 
નર્મદા જિલ્લામાં સાવચેતીના ભાગરૂપે SDRFની ટીમો તૈનાત રાખવામાં આવી છે. ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લા કર્મચારી-અધિકારીઓ સેન્ટડ બાય રખાયા છે. નીચાણવાળા વિસ્તારોને પૂરની વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ