બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / cji dy chandrachud said judges are not elected but have vital roles in society

ટિપ્પણી / 'ભલે અમે જનતા પાસે વોટ માંગવા નથી જતા પરંતુ...', સરકારી કામકાજમાં દખલગીરી પર CJI ચંદ્રચૂડનું મોટું નિવેદન

Manisha Jogi

Last Updated: 09:41 AM, 25 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા DY ચંદ્રચૂડે જણાવ્યું છે કે, જનતા જજની પસંદગી કરતી નથી, પરંતુ તેમની ભૂમિકા ખૂબ જ મહત્ત્વૂર્ણ છે. પ્રગતિશીલ સમાજના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે.

  • ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા DY ચંદ્રચૂડનું નિવેદન
  • સરકારી કામકાજમાં દખલગીરી પર આપ્યું નિવેદન
  • અમે જનતા પાસે વોટ માંગવા નથી જતા પરંતુ...

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા DY ચંદ્રચૂડે જણાવ્યું છે કે, જનતા જજની પસંદગી કરતી નથી, પરંતુ તેમની ભૂમિકા ખૂબ જ મહત્ત્વૂર્ણ છે. પ્રગતિશીલ સમાજના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. વોશિંગ્ટનની જ્યોર્જ ટાઉન યુનિવર્સિટી લૉ સેન્ટર અને દિલ્હી સ્થિતિ સોસાયટી ફોર ડેમોક્રેટિક રાઈટ્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જસ્ટિસ ચંદ્રચૂડે આ નિવેદન આપ્યું છે. 

દર 5 વર્ષે વોટ માંગતા નથી
CJI ચંદ્રચૂડે જણાવ્યું કે, ‘ભલે જજની ચૂંટણી થતી નથી, પરંતુ તેમની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અમે દર 5 વર્ષે વોટ માંગવા જતા નથી, પરંતુ તેનું પણ એક કારણ છે. હું માનું છું કે, ન્યાયવ્યવસ્થા આપણી સોસાયટીના વિકાસમાં સ્થાયી અસર ઊભી કરે છે. ટેકનોલોજી ઝડપથી બદલાઈ રહી હોય ત્યારે તે કાયમી અસર ઊભી કરે છે.’

અમે દખલ દેતા નથી…
CJI ચંદ્રચૂડે જણાવ્યું કે, ‘તમારે સમજવાનું રહેશે કે, લોકો માત્ર નિર્ણય માટે અદાલતમાં આવતા નથી. તમામ લોકો સંવૈધાનિક ફેરફાર માટે પણ કોર્ટમાં આવે છે. અદાલત સરકારની તમામ સંસ્થાઓમાંથી એક છે. અમે વિધાયિકા કે કાર્યપાલિકાના કામકાજમાં દખલ આપતા નથી.’

અન્ય બાબતો પર CJIનું નિવેદન
CJI ચંદ્રચૂડે જણાવ્યું કે, ‘સંવાદ, વિચાર, ચર્ચા વિચારણાં માટે સંવિધાન તથા ન્યાયિક મંચનો ઉપયોગ કરવાની ન્યાયાધીશની ક્ષમતા સ્થિર સમાજ માટેની ચાવી છે. સમગ્ર વિશ્વના અનેક સમાજમાં, કાયદાના શાસને હિંસાના શાસનનું સ્થાન લીધું છે. અમેક મામલોમાં અમે નિર્ણય લઈએ છીએ, જેમાં હાલમાં જ સમલૈંગિક વિવાહનો મામલો પણ શામેલ છે. મારું માનવું છે કે, પરિણામ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, પરંતુ પરિણામની સાથે સાથે પ્રક્રિયા પણ મહત્ત્વપૂર્ણ છે.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ