બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજસ્થાનના ઝૂંઝૂનુની HCL ખાણમાં બન્યો મોટો બનાવ

logo

રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર: ગુજરાત હાઇકોર્ટ

logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

VTV / વિશ્વ / China is sending a spacecraft called Chang'e 6 to the dark side of the moon

Chang'e 6 Mission / ચંદ્ર પર જ્યાં હજુ સુધી કોઇ નથી ગયું, છેક ત્યાંથી સેમ્પલ લઇને આવશે આ દેશ, લૉન્ચ કરશે મૂન મિશન

Priyakant

Last Updated: 02:42 PM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chang'e 6 Mission Latest News: જો ચીન આ મિશનમાં સફળ થાય છે, તો તે ચંદ્રની દૂર બાજુથી સેમ્પલ લાવનાર વિશ્વનો પહેલો દેશ હશે

  • ચીન Chang'e 6 નામના અવકાશયાનને મોકલી રહ્યું છે ચંદ્રની ડાર્ક સાઇડમાં 
  • Chang'e 6 ચંદ્રની દૂર બાજુ પર જશે અને ત્યાં સેમ્પલ એકત્રિત કરશે.
  • ચીન આ મિશનને મે મહિનામાં લોન્ચ કરવાની કરી રહ્યું છે તૈયારી

Chang'e 6 Mission : ચીન તેનું અવકાશયાન ચંદ્રની ડાર્ક સાઇડમાં મોકલવા જઈ રહ્યું છે. તેનું નામ Chang'e 6 (ચાંગઈ-6) છે. આ Chang'e 6 ચંદ્રની દૂર બાજુ પર જશે અને ત્યાં સેમ્પલ એકત્રિત કરશે. આ પછી પૃથ્વી પર પાછા મોકલશે. ચીન આ મિશનને મે મહિનામાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ચીનના ચાંગાઈ-6 મિશનમાં કામ કરી રહેલા એન્જિનિયરો આ સમયે તેમના પરિવારને મળવા પણ નથી જતા. જ્યારે ચીનમાં લૂનર નવું વર્ષ ચાલી રહ્યું છે. તેઓએ મે પહેલા પ્રક્ષેપણ માટે અવકાશયાન તૈયાર કરવાનું છે. ચાંગ'ઇ-6 અવકાશયાન જાન્યુઆરીમાં હૈનાન ટાપુ પર વેનચાંગ સ્પેસપોર્ટ પર પહોંચ્યું હતું.  

2020 ના ચાંગઈ-5 મિશનની સફળતા પછી તે જ ટીમ આ ચાંગઈ-6 પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. આ મિશન સંબંધિત પરીક્ષણમાં સતત વ્યસ્ત હતા. જરૂરી ફેરફારો કરવામાં આવી રહ્યા હતા. જો ચીન આ મિશનમાં સફળ થાય છે, તો તે ચંદ્રની દૂર બાજુથી સેમ્પલ લાવનાર વિશ્વનો પહેલો દેશ હશે. 

રજાઓ અને તહેવારોને ભૂલીને કામ કરી રહ્યા છે ચીની વૈજ્ઞાનિકો 
ચાંગાઈ-6 મિશનના મેનેજિંગ એન્જિનિયર ઝાંગ યાંગે કહ્યું કે ચંદ્ર નવું વર્ષ ચીનમાં એક મોટો તહેવાર છે. પરંતુ આ સમય તહેવાર કરતાં વધુ મહત્વનો છે. આપણે અમારું મિશન યોગ્ય રીતે પૂરું કરવાનું છે. એટલા માટે અમે દરેક સ્ટેજ પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. જેથી ગુણવત્તાયુક્ત અવકાશયાન તૈયાર છે. અત્યારે ઘરે જઈને પરિવારને મળવું મુશ્કેલ છે. 

53 દિવસનું મિશન અને 2 કિલો સેમ્પલ કરશે એકત્રિત 
Chang'e 6 (ચાંગઈ-6) પ્રોજેક્ટ 53 દિવસનું મિશન છે. આ અવકાશયાન ચંદ્રની દૂરની બાજુએ અપોલો બેસિનમાં ઉતરશે. ત્યાંથી લગભગ 2 કિલો સેમ્પલ એકત્ર કરશે. તે પછી તે ત્યાંથી ઉડીને પૃથ્વી પર પાછું ફરશે. સપાટીમાં અને તેની ઉપરની માટીમાંથી ડ્રિલિંગ છિદ્રો દ્વારા નમૂનાઓ એકત્રિત કરવામાં આવશે. 

વધુ વાંચો: અમેરિકામાં વધી રહ્યો છે ભારતીયોનો દબદબો, હવે આ મહિલા સંભાળશે ન્યૂયોર્કની મહત્વની જવાબદારી

સૌપ્રથમ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે
ચીનમાં ચંદ્રની દેવીને ચાંગઈ કહેવામાં આવે છે. તેથી જ ચીનના તમામ ચંદ્ર મિશનને આ નામ આપવામાં આવ્યું છે. આ મિશન પહેલા ચીન ફેબ્રુઆરી કે માર્ચમાં એક નવો ઉપગ્રહ લોન્ચ કરવા જઈ રહ્યું છે. જે આ મિશનમાં સાથ આપશે. આ ઉપગ્રહનું નામ ક્યૂગિયાઓ-2 (Quegiao-2) છે. જેથી તે ચંદ્ર પર હાજર અવકાશયાન અને પૃથ્વીના સ્ટેશન વચ્ચે સંપર્ક બનાવવામાં મદદ કરે. કારણ કે Chang'e 6 ( ચાંગઈ-6 )અવકાશયાન જ્યાં ઉતરશે તે જગ્યા પૃથ્વી પરથી ક્યારેય દેખાતી નથી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ