બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / China Executes Couple Who Threw 2 Young Children Off 15th Floor

શોકિંગ / લગ્ન માટે કપલે ચઢાવી બે બાળકોની 'બલી', પરણી તો ગયાં પણ મળ્યું મોત, હૈયું હચમચાવતો કિસ્સો

Hiralal

Last Updated: 04:51 PM, 1 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરણેલા શખ્સને પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરવા હતા, પ્રેમિકાના કહેવા પર તેણે પોતાના નાના બે છોકરાઓને 15મા માળેથી ફેંકીને મારી નાખ્યાં.

  • સગા બાપે પ્રેમિકા સાથે લગ્ન કરવા ચઢાવી પોતાના બે બાળકોની બલી
  • પ્રેમિકાએ કહ્યું કે 2 બાળકોનો કાંટો કાઢ તો લગ્ન કરું
  • પ્રેમીએ પોતાના બે બાળકોને 15મા માળેથી ફેંકી દીધા 

ચીનના ચોંગકિંગમાં એક યુવક અને તેની પ્રેમિકાને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. 2020માં યુવકે પોતાના બે બાળકોને હાઈરાઈઝ એપાર્ટમેન્ટની 15માં માળની બારીમાંથી નીચે ફેંકી દીધા હતા. આવું કરવા માટે તેને તેની ગર્લફ્રેન્ડે પ્રોત્સાહન આપ્યું હતું. આ કેસ ચીનની ટોચની અદાલતમાં ગયા બાદ બંનેને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. સુપ્રીમ પીપલ્સ કોર્ટે ઝાંગ બો અને યુવતી યે ચેંગચેને દોષી ઠેરવવા માટે પૂર્વનિયોજિત હત્યાનું કારણ આપ્યું. આ કપલને લગ્ન કરવા હતા પરંતુ બાળકોને અડચણરુપ લાગ્યાં હતા. 

છોકરાઓને મારી નાખવા પ્રેમિકાએ ઉશ્કેર્યો 
હકીકતમાં ઝાંગ બો નામનો યુવાન પરણિત હતો પરંતુ તે એક છોકરીના પ્રેમમાં પડ્યો હતો. છોકરીએ તેને કહ્યું હતું કે તે લગ્ન તો કરશે પરંતુ તેના બે બાળકો વચ્ચે આવશે તેનું કંઈક કર આ પછી તેણે બન્ને બાળકોને 15મા માળેથી ફેંકી દીધા હતા.  સુનાવણી દરમિયાન, કોર્ટે અવલોકન કર્યું હતું કે તેમનો હેતુ ઘૃણાસ્પદ અને ક્રૂર હતો અને કાયદા મુજબ ગંભીર પરિણામોની જરૂર છે.ઝાંગે યીને કહ્યા વગર તેની સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર શરૂ કરી દીધું હતું. તેણે તેને કહ્યું નહીં કે તે પરિણીત છે અને તેને બે બાળકો છે. પરંતુ ફેબ્રુઆરી 2020 માં તેની તત્કાલીન પત્ની ચેન મેયલિનને છૂટાછેડા આપ્યા પછી, યેએ ઝાંગને તેમના બે બાળકોને મારી નાખવા કહ્યું, જેને તેણીએ તેમના લગ્નમાં અવરોધ અને તેમના ભાવિ જીવન પર એક બોજ માન્યો. 2020માં તેણે પોતાની પુત્રી ઝાંગ રુઇક્સુ અને પુત્ર ઝાંગ યાંગરુઇની હત્યા કરી હતી.

સુપ્રીમ કોર્ટે ફટકારી ફાંસીની સજા
સુપ્રીમ કોર્ટે આ કેસને ક્રૂર માન્યો હતો અને આરોપી કપલને ફાંસીની સજા ફટકારી હતી. બધી કોર્ટમાંથી દયાની અરજી રદ થયા બાદ આખરે બુધવારે કપલને ફાંસીને માંચડે ચઢાવી દેવામાં આવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ