બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Chief Minister Bhupendra Patel's son got brain stoke

BIG BREAKING / CM ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને આવ્યો બ્રેઈન સ્ટ્રોક, KDમાં થઈ સર્જરી, તબિયત સ્થિર

Dinesh

Last Updated: 09:20 PM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટોક આવતા કેડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઇન સ્ટોક આવ્યો
  • અનુજ પટેલને કેડી હોસ્પિટલમાં દાખલ કરાયા
  • 2 દિવસ સુધી ડોક્ટરોના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે

 

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઇન સ્ટોક આવ્યાના સમાચાર મળી રહ્યાં છે. બ્રેઇન સ્ટોક આવતા અનુજ પટેલને કેડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા વૈષ્ણવદેવી સર્કલ પાસેની કેડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પાપ્ત વિગતો મુજબ અનુજ પટેલનું 2 કલાક ઓપરેશન કરવામાં આવ્યું છે.

ભૂપેન્દ્ર પટેલ સહિત પરિવારજનો હોસ્પિટલમાં હાજર
પાપ્ત વિગતો મુજબ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને રવિવારે બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો અને કે.ડી. હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત પરિવારજનો હોસ્પિટલમાં હાજર છે.

આપને જણાવી દઈએ કે, ઓપરેશન બાદ હાલ અનુજ પટેલની સ્થિતિ સુધારા પર છે. અનુજ પટેલ બ્રેઈન સ્ટોક થતાં તાત્કાલીક સારવાર માટે 2.45 વાગે કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમની સર્જરી કરવામાં આવી છે તેમજ હાલ તેમની તબિયત સ્થિર છે અને તજજ્ઞ ડોક્ટરોની ટીમની દેખરેખ હેઠળ છે તેમ કેડી હોસ્પિટલે જણાવ્યું છે  

ઋષિકેશ પટેલ કે.ડી.હોસ્પિટલે પહોંચ્યા
મળતી માહિતી પ્રમાણે અનુજ પટેલને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે બાદ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કે.ડી.હોસ્પિટલે પહોંચ્યા છે.

2 દિવસ હોસ્પિટલમાં એડમિટ રખાશે
બ્રેઈન સ્ટોક આવતા અનુજ પટેલનું ઓપરેશન કરાયું છે જેને લઈ તેમને બે દિવસ હોસ્પિટલમાં એડમિટ રાખવામાં આવશે. વિગતો મુજબ તેમને 2 દિવસ સુધી ડોક્ટરોના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે. જો કે, તમને જણાવી દઈએ કે આ બાબતનું હોસ્પિટલ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ