બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Travel / Shopping / Cheapest street shopping places in mumbai

Life Style / શૉપિંગ માટે મુંબઈના આ છે સૌથી સસ્તા બજારો, કિલોના ભાવે મળે છે કપડાં

Published By: Shalin

Last Updated: 08:58 PM, 7 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માયાવી મહાનગરી મુંબઈ દેશના તમામ લોકો માટે ફેવરીટ શોપિંગ ડેસ્ટીનેશન છે. અહિયાં મોલ્સ કરતા પણ વધુ સારા સ્ટ્રીટ શોપિંગમાં કપડા, શુઝ જેવી અલગ અલગ પ્રોડક્ટ્સ બહુ સારી ક્વોલીટીમાં અને ઓછા ભાવે મળી જાય છે.  જો કે પ્રવાસીઓ અને મુંબઈમાં રહેતા લોકો પણ મુંબઈમાં ચીજ વસ્તુઓ કયા બજારમાંથી ખરીદવી એ જાણતા નથી તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે અમે આવી ગયા છીએ મુંબઈના ૮ એવા બજારોની માહિતી સાથે જ્યાં તમે ખરીદી શકશો તમારી મનપસંદ વસ્તુઓ!

 

કોલાબા કોઝવે 
  1. કોલાબા કોઝવે 

આ માર્કેટનું હુલામણું નામ છે “યહાં સબ કુછ મિલેગા”! અહિયાં તમને જરૂર હશે તેવી કપડા, ફૂટવેર, હેન્ડીક્રાફ્ટ, જ્વેલરી, બુક્સ એવી તમામ એ તમામ વસ્તુઓ મળી જશે. છોકરીઓને અહી તેમના મનગમતા ટોપ્સ ૧૫૦ થી ૨૫૦ રૂપિયા સુધીની રેંજમાં મળી જશે. અહી તમે તમારું નામ પણ ચોખાના દાણાં ઉપર લખાવી શકશો.

શોપિંગ કરીને થાકી જાઓ ત્યારે તમે અહીથી નજીકના મુંબઈના લિયોપોલ્ડ કેફેમાં કોફી અને નાસ્તો કરી શકો છે! 

લોકેશન : કોલાબા કોઝવે, દક્ષિણ મુંબઈ

ચોર બજાર
  1. ચોર બજાર

આ બજારનો ઈતિહાસ ૧૫૦ વર્ષ જુનો છે જયારે અંગ્રેજોએ આ બજારમાં આવતા સતત અવાજને શોર બજાર તરીકે ગણાવ્યું પરંતુ તેમને ઉચ્ચારણ કરતા ન આવડ્યું અને શોર બજાર થઇ ગયું ચોર બજાર! જો કે ધીમે ધીમે શહેરમાંથી ચોરી થયેલી વસ્તુઓ અહિયાં ઠલવાવવા માંડી અને ચોર બજારે તેનું નામ સાર્થક કર્યું! 

અહીનું એન્ટીક ફર્નીચર, જુના પાર્ટ્સ અને જુના લેધર કવરવાળા પુસ્તકો પ્રખ્યાત છે. અહી તમારે તમારી ભાવતાલ કરવાની સ્કીલ્સનો સૌથી વધુ ઉપયોગ કરવાનો છે.

જો તમે ભાવતાલ કરવામાં ફાવી ગયા તો અહી આશ્ચર્યજનક ભાવે વસ્તુઓ મળી શકે છે. અહીં ૨૦ રૂપિયાથી બુક્સનો ભાવ શરુ થાય છે અને ૧૦૦ રૂપિયે કિલોના ભાવે જૂની બુક્સ મળે છે. ૫૦ રૂપિયામાં તમે બ્રાન્ડેડ કપડા ખરીદી શકો છે. નીકોન, કેનન જેવા હાઈ ટેક કેમેરા ૨૦૦૦ રૂપિયા સુધીમાં આવી જાય છે. અહીંથી આઈફોન લેવો તો બહુ જ સસ્તો પડશે. ફક્ત ૫૦૦૦માં આઈફોન મળી જશે. બ્રાન્ડેડ શુઝ ૮૦૦ રૂપિયાથી શરુ થાય છે.  

લોકેશન : મટન સ્ટ્રીટ, S V પટેલ અને મૌલાના શૌકત અલી રોડની વચ્ચે, મહોમ્મદ અલી રોડની પાસે, દક્ષિણ મુંબઈ  

ક્રાફર્ડ માર્કેટ ઈમારત
  1. ક્રાફર્ડ માર્કેટ 

આ માર્કેટનું જુનું નામ મહાત્મા જ્યોતિબા ફૂલે મંડી હતું. આ માર્કેટ એક જુના ઐતિહાસિક ઇમારતની અંદર ભરાય છે. અહી શકભાજી અને ફળો તો મળે જ છે પણ સાથે સાથે અલગ અલગ પ્રકારના રમકડા, સીવડાવવા માટે ડ્રેસ મટીરીયલ અને પાળવા માટે જુદી જુદી જાતિના અલગ અલગ પ્રાણીઓ પણ મળે છે. 

લોકેશન : લોકમાન્ય તિલક માર્ગ, ધોબી તળાવ, ફોર્ટ વિસ્તાર, દક્ષિણ મુંબઈ

  1. મુળજી જેઠા માર્કેટ 

આ માર્કેટ એશિયાના સૌથી મોટા કાપડ માર્કેટમાંથી એક છે. અહી તમને મીટર પ્રમાણે ડ્રેસ મટીરીયલ મળી જશે. ઇન્ડીયન એથનિક વેરનું અહિયાં ખુબ જ મોટું કલેક્શન જોવા મળશે. આ માર્કેટ તેના અતિશય ઓછા ભાવની સાથે સાથે દેશની સૌથી સારી ક્વોલીટીના કપડા માટે જાણીતું છે. હોલસેલ માર્કેટ હોવાથી અહી કિલોના ભાવે કાપડ મળે છે. 

લોકેશન : ઝવેરી બજાર પાસે, કલ્બાદેવી, દક્ષિણ મુંબઈ 

  1. CP ટેંક

આ માર્કેટ તેની બંગડીઓના કલેક્શન માટે જાણીતું છે. તમારા ડ્રેસ અને સાડી સાથે મેચિંગ કરી શકાય તેવી કોઈ પણ પેટર્ન અને કલરની બંગડી અને બીજી ઈમિટેશન જ્વેલરી તમને અહી મળી જશે. 
લોકેશન : ભૂલેશ્વર રોડ, ભૂલેશ્વર, દક્ષિણ મુંબઈ 

લિન્કિંગ રોડ (Source : Youtube)
  1. લિન્કિંગ રોડ 

મુંબઈનું આ પરફેક્ટ માર્કેટ તમારા શોપિંગનું પહેલું ડેસ્ટીનેશન એટલે હોવું જોઈએ કારણ કે અહિયાં વેસ્ટર્ન કલ્ચર અને ઇન્ડીયન કલ્ચરનું મિશ્રણ થાય એવી ફેશનના કપડા, ફૂટવેર, ફેશન એસ્સેસરી, બેગ્સ બેલ્ટ્સ, બાળકોના કપડા વગેરેની બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ અને સ્ટ્રીટ શોપિંગ બંને મળી રહે છે. એક તરફ દુકાનો છે અને રસ્તાની સામેની બાજુ પેટ પૂજા માટે નાસ્તાની દુકાનો અને રેસ્ટોરન્ટ્સ છે. 

આ માર્કેટમાં તમે ૧૦૦ રૂપિયાની અંદર લેડીઝ સ્કાર્ફ લઇ શકો છો અને ૬૦૦ રૂપિયામાં ફેન્સી લેડીઝ હેન્ડ બેગ મળી જાય છે. 

લોકેશન : લિન્કિંગ રોડ, બાન્દ્રા વેસ્ટ 

ફેશન સ્ટ્રીટ
  1. ફેશન સ્ટ્રીટ

નામ પ્રમાણે જ આ ગલીમાં ૧૫૦થી વધુ ફેશનની દુકાનો છે. અહી કોલેજના વિદ્યાર્થીઓ અને કિશોરીઓ વધુ આવે છે જે તેમની મનગમતી ફેશનની વસ્તુઓ ખરીદી શકે છે. અહી અરમાની, ટોમી હિલફિગર, ગેપ જેવી ઈન્ટરનેશનલ કંપનીઓની પ્રોડક્ટ્સ સસ્તા ભાવે મળે છે જે કાં તો ડુપ્લીકેટ કોપી હોય છે અથવા તે સ્થાનિક માર્કેટમાં વેચવામાં અ આવવાની હોય તેવી પ્રોડક્ટ્સ હોય છે. અહી ૫૦ રૂપિયામાં સરસ જ્વેલરીઝ મળે છે. 

લોકેશન : MG રોડ આઝાદ મેદાન 

  1. ધારાવી લેધર માર્કેટ 

ધારાવીનું નામ સાંભળીને લોકો ત્યાંની ઝૂંપડપટ્ટી અને ગરીબીની કલ્પના કરવા માંડે છે જયારે વાસ્તવિકતામાં આ વિસ્તારમાં ઘણા બધા નાના ઉદ્યોગો ચાલે છે. ધારાવી લેધર માર્કેટ દેશનું બીજું સૌથું મોટું લેધર માર્કેટ છે. અહી ૨૦૦ થી વધુ દુકાનો છે. અહિયાં બેસ્ટ ક્વોલીટીમાં લેધર જેકેટ્સ, બેગ્સ, વોલેટ્સ અને ફૂટવેર મળે છે. અહી પ્રીમીયમ લેધર જેકેટ ૩૦૦૦ રૂપિયા સુધીમાં મળે છે જે મોલ્સમાં ૭૦૦૦ કે ૮૦૦૦માં અથવા તેનાથી પણ વધુ કિંમતે મળે છે. 

લોકેશન : ધારાવી, સાયન, મધ્ય મુંબઈ

સંકળાયેલા મુદ્દાઓ

diwali shopping mumbai shopping mumbai street shopping દિવાળી શોપિંગ મુંબઈ શોપિંગ મુંબઈ સ્ટ્રીટ શોપિંગ Life Style

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ