ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / change yourself and do take care of your body according to season

સ્વાસ્થ્ય / બદલાતા મોસમની સાથે થોડા તમે પણ બદલાઇ જાવ

Published By: Juhi

Last Updated: 06:13 PM, 8 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીઝન બદલાવાની સાથે ખાંસી, શરદી, તાવ જેવી સમસ્યાઓ શરુ થઇ જાય છે. જો તમે આવી સમસ્યાઓથી બચવા ઇચ્છો છો તો તમારી કેટલીક આદતો બદલી દો.

ADVERTISEMENT

ભરપુર લો વિટામીન સી અને ઝિંક
વિટામીન સી અને ઝિંક ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે. આવા સંજોગોમાં જરુરી એ છે કે રોજ તમારા ડાયેટમાં એવી વસ્તુઓને સામેલ કરો જેમા પર્યાપ્ત માત્રામાં વિટામીન સી અને ઝિંક મળે. વિટામીન સી શરદી તાવ રોકવામાં મદદગાર હોય છે. જોકે 2000 મિગ્રાથી વધુ વિટામીનની માત્રા ન લેવી જોઇએ. તે કિડનીને નુકશાન પહોંચાડે છે અને પેટ સંબંધિત બિમારીઓ વધારે છે.

ઠંડા પાણીથી બાથ લો
સીઝન ઠંડી હોય કે ગરમ ઠંડા પાણીથી નહાવુ શરીરની ઉર્જા માટે લાભકારી છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે. દર્દ, માઇગ્રેન જેવી બિમારીઓથી એક હદ સુધી રાહત પણ મળે છે. હાર્ટ પેશન્ટને ઠંડા પાણીથી નવડાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઇએ કેમકે તેનાથી બીપી વધી શકે છે.

એન્ટીઓક્સિડન્ટ લસણ
ઇમ્યુનિટી વધારવા માટે લસણ ખુબ ઉપયોગી છે. તે એન્ટીઓક્સિડન્ટના ગુણોના કારણે સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. કોઇને કોઇ રુપમાં તેનો રોજ ઉપયોગ કરવાથી નાની-મોટી બીમારીઓ સામે લડવાની તાકાત વધે છે. 

આદુનુ સેવન કરો. 
ગેસ્ટ્રોઇંટેસટાઇનલ એટલેકે પેટ સંબંધિત બીમારીઓથી અંતર રાખવા માટે આદુનુ સેવન ઉપયોગી થાય છે. તે પાચન માટે સંબંધિત સ્ત્રાવને વધારે છે અને આંતરડાના મસલ્સને પણ ટોન કરે છે. જે પાચન નળીમાં ભોજનને ફરવામાં સહાયતા કરે છે. ચા કે જમવાના માધ્યમથી આદુને તમારા રોજિંદા ડાયેટમાં સામેલ કરો.

સારી રીતે હાથ ધુઓ
ડોક્ટર્સનુ માનવુ છે કે દિવસ દરમિયાન તમે જો સાત વખત હાથ નથી ધોતા તો સાફ-સફાઇની બાબતમાં તમે થોડા ઉતરતા છો. મોટાભાગના કીટાણુઓ આપણા હાથ દ્વારા શરીરમાં પ્રવેશે છે. ગંદા હાથથી કંઇક ખાતા પીતા કે મોં કે નાકને અડવાથી સંક્રમણની આશંકા બેગણી થઇ જાય છે. આજ કારણે વારંવાર સારી રીતે હાથ સાફ કરવા જોઇએ. તો બિમારીઓથી બચીને સંપુર્ણ રીતે સ્વસ્થ રહી શકાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Health lifestyle ઋતુ સ્વાસ્થ્ય Health

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ