બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Change in Ahmedabad Metrona timings due to Navratri, now it will run till 2 am in the night.

નિર્ણય / નવરાત્રીને લઈને અમદાવાદ મેટ્રોના ટાઈમમાં ફેરફાર, હવે રાતના 2 વાગ્યા સુધી દોડશે

Vishal Khamar

Last Updated: 07:19 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રીને લઈ અમદાવાદમાં મેટ્રો ટ્રેન માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવરાત્રી દરમ્યાન લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે અમદાવાદમાં મેટ્રો ટ્રેન રાત્રે બે વાગ્યા સુધી ચાલુ રહેશે.

  • નવરાત્રીને લઇને મેટ્રો ટ્રેન સેવાના સમયમાં વધારો
  • અમદાવાદમાં મેટ્રો ટ્રેન રાત્રે બે વાગ્યા સુધી ચાલશે
  • સવારે 6:20થી રાત્રે 2 વાગ્યા સુધી દોડશે મેટ્રો ટ્રેન

 નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોડી રાત સુધી ગરબા ચાલતા હોઈ લોકોને આવવા જવા માટે તકલીફ ન પડે તે માટે મેટ્રો દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવરાત્રીને લઈ મેટ્રો ટ્રેન સેવાનાં સમયમાં વધારો કરાયો છે. નવરાત્રી દરમ્યાન મેટ્રો ટ્રેન રાત્રે બે વાગ્યા સુધી ચાલુ રહેશે. નવરાત્રી દરમ્યાન મેટ્રો સવારે 6.20 થી લઈ રાત્રે 2 વાગ્યા સુધી દોડશે.

નવરાત્રીને લઈ મહત્વનો નિર્ણય
ગૃહરાજ્ય વિભાગે પણ મહત્વનો નિર્ણય લીધો છે. ગરબામાં મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘુમી શકશે. અત્રે જણાવીએ કે, પોલીસ આજથી ગરબા બંધ કરાવવા જશે નહીં. કારણ કે, ગૃહવિભાગે રાજ્યની પોલીસને આપી મૌખિક સૂચના આપી છે. તમામ SP અને પોલીસ કમિશનરને ગરબા બંધ કરાવવા ન જવા સૂચના આપવામાં આવી છે. 

જાણો નવરાત્રીનું શું છે મહત્વ
આસો માસના શુક્લ પક્ષની પહેલી તિથિથી મનાવાતો નવરાત્રીનો તહેવાર સનાતન યુગથી જ મનાવવામાં આવી રહ્યો છે. એવી માન્યતા છે કે સૌથી પહેલા ભગવાન રામે નવરાત્રીની શરૂઆત કરી હતી. સમુદ્ર કિનારે શક્તિની ઉપાસના કર્યા બાદ જ ભગવાન રામે લંકા પર આક્રમણ કર્યું હતું. બાદમાં તેમણે રાવણનો વધ કરી જીત પણ મેળવી. એટલા માટે નવરાત્રીના નવ દિવસ સુધી માં અંબેની પૂજા કર્યા બાદ દસમા દિવસે દશેરાનો પર્વ મનાવવામાં આવે છે. આને અધર્મ પર ધર્મનો અને અસત્ય પર સત્યના વિજય તરીકે પણ મનાવવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ