બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Central Government blocks 14 mobile messenger apps, terrorists used these mobile messenger apps

BIG NEWS / એકસાથે 14 મેસેન્જર મોબાઇલ Apps પર બેન: દેશની સુરક્ષાને લઇ કેન્દ્ર સરકાર એક્શનમાં

Megha

Last Updated: 10:01 AM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે એક મોટું પગલું ઉઠાવતા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી જૂથો દ્વારા ઉપયોગમાં લેવાતી 14 મેસેન્જર મોબાઈલ એપ્લિકેશનને બ્લોક કરી દીધી છે.

  • કેન્દ્ર સરકારે એક મોટું પગલું ઉઠાવ્યું 
  • 14 મેસેન્જર મોબાઈલ એપ્લિકેશનને બ્લોક કરી
  • આતંકવાદી જૂથો દ્વારા ઉપયોગમાં લેવાતી હતી આ એપ્લિકેશન

કેન્દ્ર સરકારે રક્ષા બળ, ખુફિયા અને તપાસ એજન્સીઓની ભલામણ પર એક મોટું પગલું ઉઠાવતા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી જૂથો દ્વારા ઉપયોગમાં લેવાતી 14 મેસેન્જર મોબાઈલ એપ્લિકેશનને બ્લોક કરી દીધી છે.  મળતી જાણકારી અનુસાર આ એપ્સમાં Crypvisor, Enigma, SafeSwiss, Vikerme, Mediafire, Briar, Beechat, Nandbox, Conion, IMO, Element, Second Line, Jangi, Threema જેવી એપ્સનો સમાવેશ થાય છે.

અનેક રિપોર્ટ અનુસાર ઘણી એજન્સીઓએ શોધી કાઢ્યું હતું કે કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા આ એપ્સનો ઉપયોગ તેમના સમર્થકો અને ઓન-ગ્રાઉન્ડ વર્કર્સ (OGWs) સાથે વાતચીત કરવા માટે કરવામાં આવી રહ્યો છે.

સરકારને જ્યારે જાણ થઈ કે આ એપ્સના પ્રતિનિધિઓ ભારતના નથી અને ભારતીય કાયદા મુજબ માહિતી મેળવવા માટે તેમનો સંપર્ક કરી શકાયો નહતો. એજન્સીઓએ ઘણી વખત એપ મેનેજમેન્ટનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સંપર્ક કરવા માટે તેમની પાસે ભારતમાં કોઈ ઓફિસ નહોતી. આ સાથે જ એ રિપોર્ટ અનુસાર મોટાભાગની એપ્સને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી હતી કે તેમાં યૂઝર્સ પોતાની ઓળખ છુપાવી શકતા હતા અને એ કારણે જ તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ વિશે જાણવું મુશ્કેલ બની ગયું હતું. 

જો કે બાદ ઘણી એજન્સીઓ દ્વારા જાણ કરવામાં આવતા હોમ અફેર્સે શોધી કાઢ્યું કે આ મોબાઈલ એપ્સ આતંકવાદીઓ અને તેમના સમર્થકોને પ્રવૃત્તિઓમાં સામેલ કરવામાં મદદ કરે છે જે બાદ આજે એવી એપ્લિકેશનને બ્લોક કરવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ