બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Bullying of private contractor of government work in Santalpur Patan

Audio વાયરલ / કામગીરી અંગે સવાલ પૂછતા પાટણના સાંતલપુરનો કોન્ટ્રાક્ટર ઉશ્કેરાયો, સામે આવ્યો ગ્રામજનને ધમકાવતો Audio

Mahadev Dave

Last Updated: 04:21 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણના સાંતલપુરમાં બેફામ બનેલા કોન્ટ્રાક્ટરના કામ સામે સવાલ ઉઠાવતા કોન્ટ્રાક્ટર ભાન ભુલ્યો હતો. જેમા અપશબ્દ બોલતા મામલો બીચકાયો છે.

  • પાટણના સાંતલપુરમાં સરકારી કામના ખાનગી કોન્ટ્રાક્ટરની દાદાગીરી 
  • કોન્ટ્રાક્ટર લક્ષ્મણ આહીરનો ગ્રામજનને ધમકાવતો ઓડિયો વાયરલ 
  • નાળાની નબળી કામગીરીને લઈને સવાલ કરતા કોન્ટ્રાક્ટર બન્યો બેફામ 

પાટણના સાંતલપુરમાં સરકારી કામનો ખાનગી કોન્ટ્રાક્ટર બેફામ બન્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તાલુકા પંચાયતના કોન્ટ્રાક્ટર લક્ષ્મણ આહીરએ દાદાગીરી કરી ગ્રામજનને ધમકાવતો હોવાનો ઓડિયો વાયરલ થયો છે.મુદ્દોએ હતો કે બોરૂડા ગામમાં નાળાની કામગીરી નબળી થતી હોવાથી ગ્રામજનો સવાલ કરતા કોન્ટ્રાક્ટરે પિત્તો ગુમાવ્યો હતો અને બેફામ બોલતા મુદ્દો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. 

કોન્ટ્રાક્ટરને સામાન્ય સવાલો કર્યા હતા

બોરૂડા ગામમાં નાળાની નબળી કામગીરીને લઈને કોન્ટ્રાકટરને સવાલ કરવામાં આવ્યો હતો. જેને લઈને કોન્ટ્રાક્ટર બેફામ બન્યો હતો. કામ અંગે ફોન કરતા કોન્ટ્રાક્ટરે સ્થાનિક લોકોને અપશબ્દો કહ્યાં હતા. સ્થાનિક સવરમ ચૌધરી સામે કોન્ટ્રાકટરે ઉગ્ર ભાષામાં વાત કરી હતી. સવરમ ચૌધરીઓ કોન્ટ્રાક્ટરને સામાન્ય સવાલો કર્યા હતા. પણ કોન્ટ્રાક્ટર લક્ષ્મણ આહીરે સ્થાનિકને સરળ ભાષામાં જવાબ આપવાના  બદલે ઉગ્ર બનીને બેફામ ગાળો આપી હતી.

કોન્ટ્રાક્ટર પોતાની મનમાની ચલાવે છે

આ સમગ્ર ઘટનાક્રમનો ઓડિયો પણ સોશિયલ મીડિયામાં અત્યારે ખુબ વાઈરલ થઈ રહ્યો છે. સ્થાનિકો પણ આ મામલે તપાસની માંગ કરી રહ્યાં છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે નાળાની નબળી કામગીરી કરવામાં આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા કેટલા સમયથી નાળાનું કામ કરવામાં આવી રહ્યું છે. પણ તેમાં હલકી ગુણવત્તાનો સામાન કોન્ટ્રાક્ટર દ્વારા વાપરવામાં આવી રહ્યો છે. જો કોન્ટ્રાક્ટરને સવાલ કરવામાં આવે તો તે પોતાની મનમાની ચલાવે છે. 

જો કામ નબળું રહેશે તો સુવિધા ક્ષણભંગી સાબિત થશે
લોકોમાં રોષની જ્વાળા ભભૂકી રહી છે અને આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટર સાથે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. તેવી લોકો માંગ કરી રહ્યા છે. કારણ કે જે નાળુ બનાવવામાં આવી રહ્યું છે તે ત્રણ ગામોને જોડે છે. જો કામ નબળું રહેશે તો સુવિધા ક્ષણભંગી સાબિત થશે. ત્યારે આ નાળાની કામગીરીને લઈને તપાસ થવી જ જોઈએ.

 

સંકળાયેલા મુદ્દાઓ

Bullying Contractor Patan Santalpur કોન્ટ્રાકટર કોન્ટ્રાક્ટરની દાદાગીરી દાદાગીરી પાટણ સાંતલપુર Patan News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ