ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સીટીના સંશોધકોએ જણાવ્યુ કે બ્રેથ જુનિયર નામનું સ્માર્ટ સ્પીકર વ્હાઇટ નોઇસ વગાડે છે અને તે જોવે છે કે વ્હાઇટ નોઇસની અસર કઇ રીતે થઇ રહી છે. આ જાણવા માટે તે બાળકના હ્રદયથી શ્વાસ લેવાની ગતિની પણ માહિતિ મેળવે છે. સંશોધકોએ એક હોસ્પિટલમાં જન્મેલા પાંચ નવજાતનું બ્રેથ જુનિયર દ્વારા પરીક્ષણ કર્યુ. આ દરમિયાન બાળકોના શ્વસનની માહિતિ મેળવી તો જાણવા મળ્યુ કે આ દર એક આદર્શ માપદંડની બિલકુલ નજીક હતો.
ADVERTISEMENT
વોશિંગ્ટન યુનિવર્સીટીના એસોસિએટ પ્રોફેસર જૈકબ સનસાઇને જણાવ્યુ કે નવા માતા પિતા સામે એ જોવું સૌથી મહત્ત્વનું છે કે તેમનું બાળક પુરતી ઉંઘ લે છે કે નહીં. તેઓ સુતા સુતા પણ પોતાના બાળક પર નજર રાખવા ઇચ્છે છે. આ બધી બાબતોને ધ્યાનમાં લઇને એક એવી પ્રણાલી તૈયાર કરવામાં આવી જે શિશુના શ્વસન દરની દેખરેખ રાખે છે અને વ્હાઇટ નોઇસના માધ્યમથી સુખદ ઉંઘ પણ કરાવે છે. આ પ્રણાલીને એક સ્માર્ટ સ્પીકરમાં સમાવવામાં આવી છે.
સંશોધકોએ જણાવ્યુ કે બ્રેથ જુનિયરના માધ્યમથી શિશુઓમાં અસામાન્ય શ્વાસની પેટર્નની જાણ થાય છે. એવી જ રીતે જેવી રીતે એપ્નિયા દરમિયાન શિશુઓનો શ્વસન દર અસામાન્ય રહે છે. જે શિશુ જલ્દી જન્મે છે તેમના મગજમાં શ્વસન કેન્દ્ર જલ્દી વિકસીત થઇ શકતુ નથી.
ADVERTISEMENT
શું છે વ્હાઇટ નોઇસ
તમને યાદ હશે કે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીના જમાનામાં જ્યારે એન્ટીના હલવાથી કે ચેનલ બદલવા દરમિયાન સ્ક્રીન પર કાળા-સફેદ મચ્છર જેવા નિશાન દેખાવા લાગતા હતા અને સરરર અવાજ આવતો હતો. તેને વ્હાઇટ નોઇસ કહેવાય છે. વ્હાઇટ નોઇસ વિવિધધ્વનિ આવૃતિઓનું સંયોજન હોય છે. તે એક આરામદાયક અવાજ છે. તે અન્ય એ અવાજોને દબાવી દે છે જેનાથી સુતેલુ બાળક જાગી જાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો