ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / છોકરાઓ ક્યારેય નહીં સુધરે! સ્કૂલના ફંકશનમાં વિદ્યાર્થીઓએ કરી એવી હરકતો કે વીડિયો વાયરલ

Video / છોકરાઓ ક્યારેય નહીં સુધરે! સ્કૂલના ફંકશનમાં વિદ્યાર્થીઓએ કરી એવી હરકતો કે વીડિયો વાયરલ

Last Updated: 10:25 PM, 28 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાળાના દિવસો એ દરેક માટે યાદગાર અને મસ્તીભર્યા દિવસો હોય છે. આજે પણ એવા જ તોફાની વીડિયોથી ખૂણાની મજા ફરીથી જીવંત થાય છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તો તાજેતરના એક વીડિયો જોઇને તમે પણ હસી પડશો.

ADVERTISEMENT

કોઈને પણ પૂછશો કે તેમના જીવનનો સૌથી અમૂલ્ય પળ કયા હતા, તો એક જ જવાબ મળશે શાળાના દિવસો. કારણ કે એ સમયમાં કોઈ જવાબદારી નહોતી, સાથે મિત્રોનો સાથ હતો, એટલે સમય કેવી રીતે હસ્તા રમતા વતી જતા હતા. શાળામાં અભ્યાસની સાથે એવી રમતો રમતા અને તોફાન કરતા કે આજે પણ અનેક લોકો તેમની શાળાની યાદો યાદ કરતાં હશે. તમે શાળામાં તમારા મિત્રો સાથે ક્યારેક તોફાન રમ્યા હશો અને ઘણીવાર તમે શિક્ષક સાથે પણ રમૂજી રમતો રમ્યા હશે. આજે સોશિયલ મિડીયા પર પણ શાળામાં બાળકોની અનોખી તોફાની વિડિયો વાયરલ થતા રહે છે.

mems-2

તો તાજેતરમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે ખૂબ જ ફની છે. વીડિયોમાં સ્કૂલના ફંક્શનમાં છોકરાઓએ કર્યું એવું તોફાન કે જે જાણીને તમે ચોક્કસ હસી પડશો. ચાલો પહેલા તમને જણાવીએ કે છોકરાઓએ શું કર્યું અને પછી તમને જણાવીએ કે લોકોએ કેવી કોમેન્ટ કરી.

હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે એક સ્કૂલ ફંક્શનનો છે. એવું લાગે છે કે જાણે પ્રજાસત્તાક દિવસનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો કારણ કે ત્રિરંગાના ફુગ્ગા લગાવવામાં આવ્યા હતા. શિક્ષક કેટલાક વિદ્યાર્થીઓના નામ લે છે, જેમણે અમુક રકમ દાનમાં આપી છે તેમનો આભાર માનવા માટે. શિક્ષક નામ વાંચવાનું શરૂ કરે છે અને હસવા લાગે છે કારણ કે પહેલું નામ વિરાટ કોહલી હતું. આ પછી લિસ્ટમાં રોહિત શર્મા, તિલક વર્મા, ચહલ, બુમરાહ, અશ્વિન, શમી, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, અર્શદીપ, ધોની, સેહવાગ અને સચિનનું નામ પણ છે. બધાએ શુભેચ્છાઓ તરીકે 50-5 રૂપિયા આપ્યા છે. દેખીતી રીતે જ બાળકોએ નકલી નામ સાથે આ કર્યું છે અને જ્યારે તમે વિડિઓ જોશો ત્યારે તમે વધુ હસશો.

આ પણ વાંચો : આયુષ્માન કાર્ડ પર 3 ફેબ્રુઆરીથી મફત સારવાર બંધ! રાજ્યની 600 પ્રાઈવેટ હોસ્પિટલોનો નિર્ણય

વીડિયો પર લખવામાં આવ્યું છે કે, 'છોકરાઓ ક્યારેય સુધરશે નહીં.' આ વીડિયો લાખો લોકોએ જોઇએ નાખ્યો છે. વીડિયો જોયા બાદ એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું- ક્રિકેટર્સનું બજેટ ઘણું ઓછું છે. અન્ય એક યુઝરે લખ્યું- વિરાટ કોહલી વિચારતો હશે કે મેં ક્યારે આપ્યું. ત્રીજા યુઝરે લખ્યું- ધોની સાથે હું જ હતો. ચોથા યુઝરે લખ્યું- હું સંજુ સેમસન હતો, મિત્રો. અન્ય યુઝરે લખ્યું- ભાઈ, તમે ઋષભ પંતને ભૂલી ગયા છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

School Video Viral Video Social media
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ