બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / bollywood nick jonas kiss priyanka chopra before cutting birthday cake at omaha

બોલિવૂડ / લાઈવ શૉ દરમિયાન પતિ નીક જોનસને ચોંટી પડી પ્રિયંકા, તસતસતું ચુંબન કરતો વીડિયો વાયરલ, બર્થ ડે બોય સાથે મસ્તી

Dinesh

Last Updated: 11:10 PM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nick Jonas And Priyanka Chopra : પ્રિયંકા ચોપરાએ લખ્યું છે કે, તમારા માટે ઉજવણી કરવી એ મારી સૌથી મોટી ખુશી છે, મારા બર્થ ડે બોય હું તને પ્રેમ કરું છું, હું આશા રાખું છું કે તમારા બધા સપના સાકાર થાય

  • નિક જોનાસએ 16 સપ્ટેમ્બરે 31મો જન્મદિવસ ઉજવ્યો
  • પત્ની પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરી 
  • જન્મદિવસની શુભેચ્છા બેબી: પ્રિયંકા ચોપરા

Nick Jonas And Priyanka Chopra : પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસએ 16 સપ્ટેમ્બરે તેનો 31મો જન્મદિવસ ઉજવ્યો છે. તેના જન્મદિવસના એક દિવસ પછી નિકના સેલિબ્રેશનના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. નિક તેના જન્મદિવસ પર અમેરિકામાં તેનો કોન્સર્ટ પણ કરી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી જોનાસ બ્રધર્સ તેમની કોન્સર્ટ ટૂર પર છે, જે હાલમાં અમેરિકામાં ચાલી રહી છે. પત્ની પ્રિયંકા ચોપરા પણ દરેક કોન્સર્ટમાં પતિ સાથે જોવા મળી રહી છે.

નિક જોનાસનો બર્થ ડે
નિક જોનાસના જન્મદિવસ પર અમેરિકાના ઓમાહામાં જોનાસ બ્રધર્સનો કોન્સર્ટ યોજાયો હતો. જ્યાં સૌએ ખૂબ મજા કરી હતી. સિંગરે તેનો જન્મદિવસ લાખો ચાહકો સાથે ઉજવ્યો હતો. સેલિબ્રેશનના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ વીડિયોમાંથી એક વીડિયો ખૂબ જ ચર્ચામાં છે, જેમાં નિક અને પ્રિયંકા એકબીજાને કિસ કરતા જોવા મળી રહ્યા છે. લાખો ચાહકોની વચ્ચે નિક જોનાસે એક કોન્સર્ટમાં તેની પત્નીને પીસીને કિસ કરી હતી. આ પ્રસંગે પ્રિયંકા યલો કલરના કો-ઓર્ડ સેટમાં જોવા મળી હતી. બર્થ ડે બોય હંમેશાની જેવો જ દેખાતો હતો. કોન્સર્ટમાં નિકે તેના જન્મદિવસની કેક કાપી અને સ્ટેજ નીચે ઉભેલી તેની પત્ની પ્રિયંકાને લિપ કિસ કરી હતી. આ ખાસ દિવસની ઉજવણી કર્યા બાદ નિકે બધાનો આભાર પણ માન્યો હતો.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka (@priyankachopra)

'જન્મદિવસની શુભેચ્છા બેબી'
પ્રિયંકા ચોપરાએ નિક જોનાસના જન્મદિવસ પર કેટલીક ખાસ તસવીરો શેર કરી અને ઈન્સ્ટાગ્રામ પર એક પ્રેમભરી નોંધ શેર કરી છે. તેણે લખ્યું છે કે, તમારા માટે ઉજવણી કરવી એ મારી સૌથી મોટી ખુશી છે. તમે મને ઘણા રસ્તાઓ પર ચાલવા માટે મોટીવેટ કરી છે. તમે મને એવી શાંતિ આપી કે જેનાથી હું હંમેશા અજાણ હતી. મને એવો પ્રેમ આપ્યો જે ફક્ત તમે જ આપી શકો છો. મારા બર્થ ડે બોય, હું તને પ્રેમ કરું છું. હું આશા રાખું છું કે તમારા બધા સપના સાકાર થાય. જન્મદિવસની શુભેચ્છા બેબી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ