બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / BJP issues whip to lok sabha mp for 22 march over very important bill

નિર્ણય / 22 માર્ચે આ મહત્વપૂર્ણ બિલ લાવી શકે છે મોદી સરકાર! BJP સાંસદોને વ્હીપ જાહેર

Parth

Last Updated: 01:50 PM, 20 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રની મોદી સરકાર હવે સંસદના આ સત્રમાં મહત્વપૂર્ણ બિલ લાવી શકે છે, ભાજપે બધા જ સાંસદોને વ્હીપ જાહેર કરી દીધું છે.

  • મોદી સરકાર લાવશે મહત્વપૂર્ણ બિલ 
  • ભાજપ સાંસદોને વ્હીપ જાહેર 
  • નવી બેન્કને મુદ્દે બિલ આવશે : સૂત્રો 

ભારતીય જનતા પાર્ટીએ પોતાના સાંસદોને 22 માર્ચ માટે વ્હીપ જાહેર કરી દીધું છે. મીડિયા અહેવાલો અનુસાર સૂત્રોનું માનવું છે કે સરકાર 22 તારીખે ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડિંગ માટે નવી બેન્ક બનાવવાનો બિલ સંસદમાં લાવી શકે છે. આ સિવાય પણ અન્ય બે બિલ લાવવાની તૈયારી છે. 

સાંસદોને વ્હીપ જાહેર કરવામાં આવ્યું 

મુખ્ય સચેતક રાકેશ સિંહ તરફથી ત્રણ લાઇનનું વ્હીપ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે 22 માર્ચે લોકસભામાં અતિમહત્વપૂર્ણ બિલ પર ચર્ચા તથા પાસ કરવા માટે બિલ લાવવામાં આવશે. પાર્ટીના સાંસદોને આગ્રહ છે કે તે 22 માર્ચે આખો દિવસ સંસદમાં ફરજિયાતપણે ઉપસ્થિત રહીને સરકારના પક્ષમાં મતદાન કરે. 

કયું બિલ આવી શકે છે? 

નોંધનીય છે કે હાલમાં જ કેન્દ્રીય કેબિનેટ દ્વારા ડેવલપમેન્ટ ફાયનાન્સ ઈન્સ્ટિટ્યૂશનથી જોડાયેલા અધ્યાદેશને મંજૂરી આપવામાં આવી છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક કરવામાં આવી હતી જે બાદ એવી બેન્કનું એલાન કરવામાં આવ્યું કે જે ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડિંગ કરશે. સરકાર હવે આ બેન્કોને લઈને બિલ લાવી શકે છે. 

વસ્તી વધારા પર ભાજપ સાંસદે ઉઠાવ્યા સવાલ 

નોંધનીય છે કે ભાજપ સાંસદ સંજય શેઠે વસ્તી વધારાને લઈને સવાલ ઉઠાવ્યા હતા. તેમણે લોકસભામાં પોતાના નિવેદનમાં જનસંખ્યા નિયંત્રણ માટે કાયદો બનાવવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે બે દીકરાના માનદંડને મંજૂર કરવું જોઈએ અને જે લોકો તેનો ઉલ્લંઘન કરે તેમને સરકારી સુવિધાઓ ન મળવી જોઈએ. 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Infrastructure Funding PM Narendra Modi પીએમ નરેન્દ્ર મોદી Modi government
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ