Team VTV09:56 AM, 04 May 22
| Updated: 02:58 PM, 04 May 22
વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે. ભાજપે વિધાનસભા બેઠક દીઠ સર્વે શરૂ કરવા આવ્યો છે.
ભાજપે વિધાનસભા દીઠ સર્વે શરૂ કર્યો
સીટિંગ ધારાસભ્યોની કામગીરી ચકાસાશે
કામગીરીને 1થી 10નું માર્કિંગ અપાશે
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપ એક્શન મોડમાં
વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળશે તે નિશ્ચિત છે. ચૂંટણીને લઈને રાજકીય પક્ષો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. રાજકીય પાર્ટીઓ એક પછી એક ગુજરાતની મુલાકાતે આવી રહી છે. જેની વચ્ચે ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે. ભાજપે વિધાનસભાની બેઠક દીઠ સર્વે શરૂ કર્યો છે.
સર્વેથી સીટિંગ ધારાસભ્યોનું ટિકિટનું પણ નક્કી થશે તેવા સંકેત
મહત્વનું છે કે, તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભાન ચૂંટણી પૂર્વે કમલમમાં તબક્કાવાર બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે.જેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો અને સાંસદો, પૂર્વ મંત્રીઓ સહિત 300થી વધુ આગેવાનો સાથે કરેલી મહત્વની બેઠકમાં ચૂંટણી રણનીતિ બાબતે પણ મહત્વના નિવેદનો કર્યા હતા.
રાજ્યમાં ધારાસભા બેઠકવાઈઝ સર્વે શરૂ થયો
બીજી તરફ વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે વિધાનસભા બેઠક દીઠ સર્વે શરૂ કર્યો છે. આ સર્વે સરકાર અને સીટિંગ ધારાસભ્યોની કામગીરી ચકાસાશે. તેમજ ધારાસભ્ય અને સરકારની કામગીરીને લઇને 1થી 10નું માર્કિંગ અપાશે. તદ્દ ઉપરાંત દરેક જિલ્લા દીઠ બેઠકોનો ડેટા ખાનગી કંપની મેળવશે. ઉલ્લેખનીય છે કે, સર્વેના આધારે વિધાનસભામાં ટિકિટો નક્કી થવાના સંકેત દેખાઈ રહ્યાં છે.
લોકોના મૂડ અને અન્ય ફીડબેક પક્ષના સિનિયરો જાણશે
ઉલ્લેખનીય છે કે, ભાજર દ્વારા ખાનગી કંપનીની મદદથી દરેક જિલ્લાવાઈઝ બેઠકો પર સર્વે હાથ ધરાઈ રહ્યો છે. જેમાં સરકાર અને સીટિંગ ધારાસભ્યોની કામગીરીની ચકાસણી કરાશે. અને લોકોના મૂડ અને અન્ય ફીડબેક લેવામાં આવશે. સર્વેથી સીટિંગ ધારાસભ્યોનું ટિકિટનું પણ નક્કી થશે તેવા સંકેત