ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Assembly election 2023 / Politics / bjp fields mohan konkani first christian candidate in 20 years

ઈલેક્શન 2022 / 20 વર્ષમાં પહેલી વખત ગુજરાતમાં ભાજપે ઉતાર્યો ખ્રિસ્તી ઉમેદવાર, ખુબ જ ખાસ છે આ રાજનીતિનો દાવ, જામી રસાકસી

Published By: Vaidehi

Last Updated: 07:52 PM, 17 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં 20 વર્ષમાં પહેલીવાર એક ખ્રિસ્તીને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. પાર્ટીનાં વ્યારા સીટ માટે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT

  • 20 વર્ષમાં પહેલીવાર BJPએ ભર્યું આ પગલું
  • ખ્રિસ્તી ઉમેદવારને આપી ટિકીટ
  • વ્યારા સીટથી લડશે આ ઉમેદવાર ચૂંટણી

BJP એ ગુજરાતમાં 20 વર્ષમાં પહેલીવાર એક ખ્રિસ્તીને પોતાની પાર્ટીનો ઉમેદવાર બનાવ્યો છે. પાર્ટીએ વ્યારા સીટથી તેમને ટિકીટ આપી છે. ભાજપાએ મોહન કોકણીને આ સીટ પર કોંગ્રેસનાં પુનાજી ગામીતની સામે ઊભા રાખેલ છે. જે આ સીટથી 4 વખત વિધાયક બનેલ છે.

48 વર્ષનાં છે મોહન કોકણી
48 વર્ષનાં કોકણી તાપી જિલ્લાનાં વ્યારા સીટથી ભાજપાનાં ઉમેદવાર છે. આ સીટ પર આદિવાસીઓ અને ખ્રિસ્તીઓની ઘણી આબાદી જોવા મળે છે. ડોલવા તાલુકાનાં હરિપુરા ગામમાં રહેતાં કોકણી થકી આ વખતે ભાજપ કોંગ્રેસની સીટ છીનવી લેવા ઇચ્છે છે. આ વિસ્તારમાં 2.23 લાખ એટલે કે કુલ 45% વોટર્સ ખ્રિસ્તી છે.

1995થી ભાજપનાં સદસ્ય છે કોકણી
ધર્મ પરિવર્તન કરી ખ્રિસ્તી બનેલ 64 વર્ષનાં ગામિત 2007થી કોંગ્રેસનાં વિધાયક છે. તો બીજી તરફ કોકણી એક સામાજિક કાર્યકર્તા અને ખેડૂત છે. તે 1995થી જ ભાજપ સાથે સંકળાયેલા છે. 2015નાં તેમણે કોંગ્રેસનાં કોપરેટિવ નેતા માવજી ચૌધરીને તાપી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં માત આપી હતી. આ સમય પર તે તાપી જિલ્લા પંચાયતનાં અધ્યક્ષ હતાં.

મોહન કોકણીએ પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો
મોહન કોકણીએ પાર્ટીનાં નેતૃત્વનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે તેમનામાં પાર્ટીએ વિશ્વાસ દેખાડ્યો છે. તેમણે કહ્યું કે '1 ડિસેમ્બરનાં હું વ્યારાની સીટ પરથી ઇતિહાસ રચી શકું છું અને મને તેનો વિશ્વાસ છે. વ્યારાનું રાજનૈતિક માહોલ બદલાઇ ગયેલ છે અને હું વિધાનસભાનાં 72000 વોટર્સ પર ભરોસો કરું છું.'

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat election 2022 Tapi ભાજપાના ઉમેદવાર મોહન કોકણી Gujarat Elections 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ