સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ જે રીતે એક પક્ષીનો જીવ બચાવે છે. તે જોઈ લોકો મંત્રમુગ્ધ થઈ રહ્યા છે.
એક વ્યક્તિ હેલિકોપ્ટર પર બેસીને આવે છે અને તેનો જીવ બચાવે છે
વીજળીના તાર પર ફસાયેલ પક્ષી સતત પોતાની પાંખો ફડફડાવી રહ્યું હતુ
આ વીડિયો પર 43 હજારથી વધારે વ્યૂઝ આવી ચૂક્યા છે
વીજળીના તાર પર ફસાયેલ પક્ષી સતત પોતાની પાંખો ફડફડાવી રહ્યું હતુ
શું કોઈ વ્યક્તિ પોતાનો જીવ જોખમમાં નાંખી કોઈ જાનવર અથવા પક્ષીનો જીવ બચાવશે? જો આ સવાલ લોકોને પૂછવામાં આવશે તો 90 ટકા લોકો ના હશે. પણ જે 10 ટકા લોકો માને છે કે હા એવું શક્ય છે. તેઓની વાતને સાચી સાબિત કરતો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ જે રીતે એક પક્ષીનો જીવ બચાવે છે. દરેક તેના વખાણ કરી રહ્યા છે. લોકો આને માનવતાનું ઉદાહરણ ગણાવી રહ્યા છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક પક્ષી વીજળીના તાર પર ઉંચાઈ પર લટકેલો છે. વીજળીના તાર પર ફસાયેલ પક્ષી સતત પોતાની પાંખો ફડફડાવી રહ્યું છે જેથી ત્યાંથી ઉડી શકે. જો કે તે એવું નથી કરી શક્તુ.
એક વ્યક્તિ હેલિકોપ્ટર પર બેસીને આવે છે અને તેનો જીવ બચાવે છે
વીજળીના તાર પર એક પક્ષીને આ રીતે ફડફડતા જોતા એક વ્યક્તિ હેલિકોપ્ટર પર બેસીને આવે છે અને તેનો જીવ બચાવે છે. પોતાનો જીવ જોખમમાં નાંખી એક વ્યક્તિ દ્વારા પક્ષીને આ રીતે બચાવવાનો વીડિયો લોકોના દિલ સ્પર્શી લેનારો છે. આ વીડિયોને આઈએફએસ અધિકારી સુસાંત નંદાના ટ્વીટર પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે દયાલુતા દુનિયાને રહેવા માટે એક સારી જગ્યા બનાવે છે.
આ વીડિયો પર 43 હજારથી વધારે વ્યૂઝ આવી ચૂક્યા છે
સમાચાર લખાવા સુધી આ વીડિયો પર 43 હજારથી વધારે વ્યૂઝ આવી ચૂક્યા છે. જે પણ આ વીડિયોને જોવે છે તે વ્યક્તિના મન અને દિલથી વખાણ કર્યા વગર નથી રહી શક્તા. અનેક યુઝર્સે આ વીડિયો પર સુંદર કમેન્ટ કરી રહ્યા છે.