બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Biporjoy now just 80 km from Jakhou, wind blowing at 90 to 100 kmph, 25 villages on high alert

'બિપોરજોય' સંકટ / 'બિપોરજોય' હવે જખૌથી માત્ર 80 કિમી દૂર, 90થી 100 કિમીની ઝડપે પવન ફૂંકાવાનો શરૂ, 25 ગામો હાઇ એલર્ટ પર

Last Updated: 05:17 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IMD અનુસાર ચક્રવાત બિપોરજોય વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તેનું સ્થાન હાલમાં દેવભૂમિ દ્વારકાથી 130 કિમી દૂર તો જખૌ બંદરથી 80 કિમી દૂર છે

  • ચક્રવાત બિપોરજોયે વિકરાળ સ્વરૂપ ધારણ
  • હાલમાં દેવભૂમિ દ્વારકાથી 130 કિમી દૂર છે અને જખૌથી 80 કિમી દૂર 
  • જખૌ બંદર પાસે લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થશે જે મધરાત સુધી ચાલુ રહેશે

ગુજરાત તરફ આગળ વધી રહેલા ચક્રવાત બિપોરજોયે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું 15 જૂન, ગુરુવારે ગુજરાતમાં તબાહી મચાવી શકે છે. જેના કારણે વિભાગે રાજ્યમાં એલર્ટ જાહેર કર્યું છે. 

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, તેનું સ્થાન હાલમાં દેવભૂમિ દ્વારકાથી 130 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ (WNW)માં છે તો જાખોઉ બંદરથી 80 કિમી WSW માં છે. સુપર સાયક્લોન બિપોરજોય આજે રાત્રે જાખોઉ બંદર નજીકથી પસાર થવાની સંભાવના છે. IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે ચક્રવાત હજુ પણ નોંધપાત્ર નુકસાન પહોંચાડવામાં સક્ષમ છે. આજે સાંજથી જખૌ બંદર પાસે લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થશે જે મધરાત સુધી ચાલુ રહેશે.

અરબી સમુદ્રમાં સક્રિય થયેલા બિપોરજોય વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયામાં ઊંચા-ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. દ્વારકા જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની અસરમાં વધારો થયો છે. 

જણાવી દઈએ કે ચક્રવાત બિપોરજોયને લઈને પાકિસ્તાનમાં પણ હાઈ એલર્ટ ચાલુ થઈ ગયું છે. આ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે દક્ષિણ સિંધ પ્રાંતમાં લગભગ 67,000 લોકોને તેમના ઘરોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ચક્રવાતની અસરને કારણે ઘણા શહેરોમાં ભારે વરસાદ અને પૂરની સંભાવના છે અને તેની સાથે લડવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. 

વધુ બે દિવસ કચ્છમાં શાળાઓ રહેશે બંધ
કચ્છમાં વાવાઝોડાની અસરને કારણે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, અગાઉ 13, 14 અને 15 જૂન સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે હવે આજે શિક્ષણ વિભાગ દ્વારા ફરી એકવાર મોટો નિર્ણય લેતાં વધુ 2 દિવસ શાળાઓ બંધ રાખવાનું નક્કી કર્યું છે. 

કચ્છમાં સૌથી વધુ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 97 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છના અંજારમાં નોંધાયો છે. અંજારમાં છેલ્લા 24 કલાકમાં સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો આજે ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

કચ્છમાં ફૂંકાઈ શકે છે 125થી 135 કિમીની ઝડપે પવન
ભારે પવન ફૂંકાવાની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે જામનગર, દ્વારકા, કચ્છમાં 125થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે મોરબીમાં 100થી 120 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત રાજકોટ, પોરબંદરમાં 80થી 100 કિમીની ઝડપે, જૂનાગઢ-ગીર સોમનાથમાં 60થી 80 કિમીની ઝડપે, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 

મહેસાણા અને ગાંધીનગરમાં પણ ફૂંકાઈ શકે છે ભારે પવન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.  ખેડા, મહેસાણા, મહિસાગરમાં 50 કિમીની ઝડપે, દાહોદ, વડોદરા અને પંચમહાલમાં પણ 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

અંબાલાલ પટેલની આગાહી 
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આજે જખૌ નજીક બિપોરજોય વાવાઝોડું લેન્ડફોલ થશે. વાવાઝોડાને કારણે આજે જે વરસાદ પડશે. આજે સાંજે 7 વાગ્યા સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે. આ વાવાઝોડાની અસર લગભગ અડધા ભારતમાં વર્તાશે. તેઓએ જણાવ્યું કે, બિપોરજોય વાવાઝોડું કચ્છ,  માંડવી અને પાકિસ્તાનના ભાગોમાં વધુ અસર કરશે. જ્યારે કચ્છમાં તબાહી મચાવે તેવો વરસાદ થવાની શકયતા છે. આજે સાંજ સુધીમાં ભારે વરસાદ પડશે. આજે ઓખા, દ્વારકા, પોરબંદર, જામનગરમાં અતિભારે વરસાદ રહેશે તેવું પણ અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, આ વરસાદ આગામી ચોમાસાને વિલંબકારી બનાવી શકે છે.

વાવાઝોડાના સંભવિત સંકટને જોતા તંત્ર સતર્ક
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાના સંકટને જોતાં વહીવટી તંત્ર સતર્ક છે. આ દરમિયાન હવે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લામાં ST બસ સેવા પણ બંધ કરાઈ છે. આ સાથે ST નિગમે 3 હજારથી વધુ STની ટ્રીપ રદ કરી છ. કચ્છમાં NDRFની 6 ટીમ તૈનાત કરાઈ તો ઉર્જા વિભાગની 597 ટીમ પણ ખડેપગે રાખવામાં આવી છે. પોર્ટ પાસે 24 મોટા જહાજો લંગારવામાં આવ્યા છે. આ સાથે 450 હોસ્પિટલોમાં મેડિકલ સ્ટાફ સજ્જ રખાયો છે તો 167 JCB, 230 ડમ્પર, 924 મશીનરી સાથે વિવિધ ટીમ સજ્જ છે. મહત્વનું છે કે, PM કાર્યાલય પણ સમગ્ર સ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યું છે.

કેન્દ્ર સરકાર સતત કરી રહી છે મોનીટરીંગ 
બિપોરજોય વાવાઝોડાને લઈને આ સમયે રાજ્યથી લઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે. દેશના ગૃહમંત્રી, રક્ષા મંત્રી, ત્રણેય સેના પ્રમુખ, NDRF, SDRF, ગુજરાતના મુખ્યમંત્રી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હવામાન વિભાગ સાથે સંકળાયેલા દરેક કર્મચારી, આ સમયે બધાની નજર માત્ર બિપોરજોય વાવાઝોડા પર છે.

જુઓ વાવાઝોડાની પરિસ્થિતિ અંગે કોને શું કહ્યું?
'બિપોરજોય' વાવાઝોડા અંગે કેન્દ્રીયમંત્રી દેવુસિંહ ચૌહાણે નિવેદન આપતા જણાવ્યું કે, 'વાવાઝોડાને લઈ સરકારે તમામ વ્યવસ્થા કરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ખૂબ સારી વ્યવસ્થા કરી છે. વાવાઝોડાના કારણે ગુજરાતમાં ધારણા કરતા ઓછું નુકસાન થશે. અગમચેતીના ભાગરૂપે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ટેલિકોમ સુવિધાનો લાભ નાગરિકો લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.'

વાવાઝોડાને લઈ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જનતાને અપીલ કરતા જણાવ્યું કે, 'આપણે સાવધાની રાખવાની છે. વાવાઝોડા સમયે લોકો ઘરોની અંદર રહે. લોકોએ જીવનજરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ કરી લેવો. મોબાઈલની બેટરી ફૂલ રાખવી અને ઘરમાં ટોર્ચની વ્યવસ્થા કરવી. લોકોએ અફવાઓમાં ધ્યાન ન આપવું.'

વાવાઝોડાને લઈ કચ્છના કલેક્ટરે નિવેદન આપતા કહ્યું કે, "વાવાઝોડાને લઈ તંત્રએ તમામ તૈયારી પૂર્ણ કરી લીધી છે. કચ્છમાંથી 46 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે. 5 હજાર અગરિયાનું પણ સ્થળાંતર કરાયું છે. NDRFની 6 ટીમ RPFની 3 ટીમ અને SDRFની 2 ટીમો પણ તૈનાત કરી દેવાઇ છે.''

ગુજરાતમાંથી કુલ કેટલાં લોકોનું સ્થળાંતર કરાયું?
વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખી ગુજરાતમાં 95 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું. જૂનાગઢમાંથી 4 હજાર 462 અને કચ્છમાંમાંથી 17 હજાર 739 લોકોનું સ્થળાંતર, જામનગરમાંથી 8 હજાર 542 અને પોરબંદરમાંથી 3 હજાર 469 લોકો, દેવભૂમિ દ્વારકામાંથી 4 હજાર 863 અને ગીર સોમનાથમંથી 1 હજાર 605 લોકોનું સ્થળાંતર, મોરબીમાંથી 1 હજાર 936 અને રાજકોટમાંથી 4 હજાર 497 લોકોનું સ્થળાંતર કરાયું છે. તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

ગુજરાતમાં મોટા ભાગના મંદિરો ભક્તો માટે બંધ, દર્શને ન આવવા ભક્તોને અપીલ
ગુજરાતની માથે બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વાવાઝોડું આજે સાંજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. વાવાઝોડાની આગાહીને કારણે સૌરાષ્ટ્રના મોટા મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે સોમનાથ, દ્વારકા, પાવાગઢ, સાળંગપુર, ખોડલધામ સહિતના મંદિર ભક્તો માટે બંધ રહેશે. કારણ કે ખુદ મંદિરના ટ્રસ્ટે પણ ભક્તોને વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને રાખતા હાલમાં મંદિરે દર્શન ન કરવા આવવાની અપીલ કરી છે. તાજેતરમાં જ આજે ચોટીલા ચામુંડા માતાજીના વહીવટી તંત્ર દ્વારા પણ ભક્તોને આગામી તારીખ 16/06/2023 સુધી મંદિરે ન આવવાની અપીલ કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Biporjoy Cyclone In Dwarka Biporjoy Cyclone In Gujarat biporjoy cyclone news બિપોરજોય બિપોરજોય વાવાઝોડું Biporjoy Cyclone In Gujarat
Megha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ