બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / bihar party video gone viral on social media sapna choudhary dance program firing

VIDEO / 'તેરી આંખ કા યો કાજલ' ગીત પર સપના ચૌધરીએ ઠુમકા લગાવતા જ થયુ હવામાં ધડાધડ ફાયરિંગ, વીડિયો થયો વાયરલ

MayurN

Last Updated: 07:45 PM, 12 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કારાકાટનાં પોલીસ અધિકારી દિવાકર કુમારે ફાયરિંગની ઘટનાને નકારી હતી. કહ્યું કે, જ્યારે સેલિબ્રિટી સપના ચૌધરીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે કારાકાટની પોલીસ ત્યાં હાજર હતી.

  • સપના ચૌધરીનાં કાર્યક્રમમાં ફાયરીંગ 
  • પોલીસે જણાવ્યું અમારી હાજરીમાં કશું નથી થયું 
  • વિડીઓમાં ફાયરીંગનો અવાજ સંભળાય છે  

આ પહેલાં પણ નોંધાઈ ચુક્યા છે ફાયરીંગનાં કેસ 
જિલ્લામાં ગોળીબારનો મામલો અટકતો નથી. ત્યાં જ સપના ચૌધરીના ડાન્સ દરમિયાન એક જગ્યા પર ઘણીવાર ફાયરિંગ થઇ રહી હતી, જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો બુધવાર રાતનો હોવાનું કહેવાય છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રોહતાસ જિલ્લાના કારાકાટના નાવાદિહમાં પૂર્વ ધારાસભ્ય સુનીલ પાંડેના લગ્નની વર્ષગાંઠ પર આ જોરદારનું  ફાયરિંગ થયું હતું. 

 

ધારાસભ્ય પાંડેની લગ્નની વર્ષગાંઠ પર થયું ફાયરીંગ
જણાવવામાં આવી રહ્યું છે કે પૂર્વ ધારાસભ્ય સુનીલ પાંડેએ પોતાના લગ્નની વર્ષગાંઠ પોતાના વતન ગામમાં ઉજવી હતી. આ દરમિયાન તેમના પૌત્રનું નામકરણ પણ રાખવામાં આવ્યું હતું. વાયરલ વીડિયો કારાકાટના નાવાદિહમાં બનેલી આ ઘટનાનો હોવાનું કહેવાય છે. છેલ્લા કેટલાક દિવસોના અમઝોર ઉપરાંત અનેક વિસ્તારોમાં પણ ગોળીબાર કરનારની ધરપકડ કરવામાં આવી છે. હવે જોઈએ આ વાયરલ વીડિયોની તપાસ બાદ પોલીસ શું કાર્યવાહી કરે છે.

પોલીસે ફાયરિંગ થવાનો ઇનકાર કર્યો.
આ અંગે જ્યારે કારાકાટના એસએચઓ દિવાકર કુમારને પૂછવામાં આવ્યું તો તેમણે ફાયરિંગની ઘટનાને નકારી કાઢી હતી. કહ્યું કે, જ્યારે સેલિબ્રિટી સપના ચૌધરીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે કારાકાટની પોલીસ ત્યાં હાજર હતી. સપના ચૌધરીના ગયા બાદ જો ફાયરિંગ થયું હોત તો તેમને તેની જાણ નથી. ફાયરિંગની વાત તો નકારી પરંતુ સૌથી મોટી વાત એ છે કે વાયરલ વીડિયોના સમયે જ્યાં ફાયરિંગ થઇ રહ્યું છે અને ફાયરિંગનો અવાજ આવી રહ્યો છે, તે સમયે સપના ચૌધરીનો ડાન્સ થઇ રહ્યો હતો. આવી સ્થિતિમાં, સવાલ એ છે કે શું પોલીસની હાજરીમાં ફાયરિંગ થયું હતું?

સંકળાયેલા મુદ્દાઓ

Bihar Sapna Choudhary Sunil Pandey dance firing sapna choudhary
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ