બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:18 PM, 24 May 2023
ADVERTISEMENT
પાડોશી દેશ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન હાલ વિવાદના ઘેરામાં સપડાયા છે. વિવાદ મામલે નીતનવા ફણગા ફૂટી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે ઇમરાન ખાન માટે સૌથી મોટો ઝટકા સમાન સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ઇમરાન ખાનના એક સમયના ખૂબ નજીકના ગણાતા અને તેમની પાર્ટી તહરીક-એ- ઇન્સાફના દિગગજ નેતા તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી ફવાદ ચૌધરીએ રાજીનામું ધરી દીધું છે. જેને લઈને ખાન માટે સંકટ સમયે સાથી પણ છૂટ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે.પીટીઆઈમાંથી રાજીનામા બાદ તેમણે ઇમરાન ખાનની ધરપકડ બાદ 9 મેના રોજ ફાટી નીકળેલી હિંસાને આકરા શબ્દોમાં વખોડી કાઢી હતી.
Ref. My earlier statement where I unequivocally condemned 9th May incidents, I have decided to take a break from politics, therefore, I have resigned from party position and parting ways from Imran Khan
— Ch Fawad Hussain (@fawadchaudhry) May 24, 2023
ADVERTISEMENT
ટ્વીટ કરી આપી માહિતી
ADVERTISEMENT
મહત્વનું છે કે તહરીક-એ- ઇન્સાફના દિગગજ નેતા ફવાદ ચૌધરીને 2018માં ઇમરાન ખાનની જીતના મુખ્ય હીરો ગણવામાં આવી રહ્યા છે. આ મામલે ફવાદ ચૌધરીએ ટ્વીટ કરી સત્તાવાર રીતે સમર્થન આપ્યું છે. જેમાં તેમણે રાજકારણમાંથી બ્રેક લેવાનો અને પાર્ટીના પદ પરથી રાજીનામું આપી ઇમરાન ખાનથી અલગ થવાનો ઉલ્લેખ કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.