બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Big Political Twist P Chidambaram faces arrest in INX Media case

રાજકીય પલટવાર / જ્યારે પી. ચિદમ્બરમ ગૃહમંત્રી હતા ત્યારે અમિત શાહ જેલ ગયા હતા અને હવે...

Published By: Divyesh

Last Updated: 03:46 PM, 21 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકારણમાં કશું જ સ્થાયી હોતું નથી, રાજકારણમાં સમયનું ચક્ર ઘણું ઝડપથી ફરે છે. હાલમાં જ રાજકીય પલટવારની એક ઘટના દેખાઈ રહી છે. જ્યારે પી. ચિદમ્બરમ ગૃહમંત્રી હતા ત્યારે અમિત શાહ જેલ ગયા હતા અને હવે... કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમ હાલમાં INX મીડિયા કેસમાંથી બચવા અને CBIની ધરપકડથી બચવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે.

  • પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમને ધરપકડનો ડર
  • ચિદમ્બરમના ગૃહમંત્રી સમયે અમિત શાહ  જેલમાં ગયા હતા
  • આજે અમિત શાહ છે દેશના ગૃહમંત્રી

INX મીડિયા મામલે દિલ્હી હાઇકોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે જેને લઇને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. બીજી તરફ ઇડી અને સીબીઆઇ ચિદમ્બરમની ધરપકડ કરવા તૈયાર છે. 

ઉલ્લેખનીય છે કે 10 વર્ષ અગાઉ આ જ પ્રકારે હાલના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે જોવા મળ્યું હતું. જ્યારે એજન્સીઓ તરફથી કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ હવે સમય બદલાય ગયો અને સરકાર પણ બદલાઇ ગઇ. 

કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષ સરકાર પર એજન્સીઓનો ખોટો ઉપયોગ કરવાનો આરોપ લગાવી રહી છે. જો કે આ માટે ઇતિહાસ જોવામાં આવે તો સમયની સાથે ચક્કર ફેરવામાં આવે તો પહેલા વિપક્ષ પાર્ટી તરીકે ભાજપ પણ યૂપીએ સરકાર પર આવો જ આરોપ લગાવતી હતી અને ત્યારના સમયે ગૃહમંત્રી પી. ચિદમ્બરમ હતા.

યૂપીએ સરકારના કાર્યકાળ સમયે જ્યારે પી. ચિદમ્બરમ દેશના ગૃહમંત્રી હતા, ત્યારે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે અમિત શાહ પર કાર્યવાહી કરવામાં આવી હતી. સીબીઆઇએ જ્યારે અમિત શાહની ધરપકડ કરી હતી ત્યારે ચિદમ્બરમ દેશના ગૃહમંત્રી હતા.

પી. ચિદમ્બરમ 29 નવેમ્બર, 2008થી 31 જૂલાઇ 2012 સુધી દેશના ગૃહમંત્રી રહ્યાં હતા. જો કે હવે સમય બદલાય ગયો અને અમિત શાહ દેશના ગૃહમંત્રી બન્યા અને સીબીઆઇ-ઇડી પી. ચિદમ્બરમને જેલમાં નાંખવા તૈયાર થયા છે. 

ઉલ્લેખનીય છે કે અમિત શાહની જ્યારે ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ત્રણ મહીના જેલમાં રહ્યાં બાદ બે વર્ષ સુધી ગુજરાત બહાર રહેવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જ્યારે 29 ઓક્ટોબર, 2010ના રોજ ગુજરાત હાઇકોર્ટે અમિત શાહને જામીન આપ્યાં હતા.

2012 સુધી અમિત શાહ ગુજરાતની બહાર રહ્યાં હતા. જ્યારે 2012 વિધાનસભા ચૂંટણી પહેલા રાહત મળતાં સુપ્રીમ કોર્ટે તેમને ગુજરાત જવા મંજૂરી આપી હતી. જો કે ત્યારબાદ આ કેસ મુંબઇ કોર્ટમાં લઇ જવામાં આવ્યો હતો અને લાંબી સુનાવણી બાદ 2015માં સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે અમિત શાહને તમામ આરોપોમાંથી મુક્ત કરી દીધા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

India P Chidambaram amit shah અમિત શાહ ચિદમ્બરમ ભારત Amit Shah

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ