બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Big news for jio users, 30 day cheap plan launched, find out how much it costs

કમાલનો પ્લાન / જિઓ યુઝર્સ માટે મોટી ખુશખબર, 30 દિવસનો સસ્તો પ્લાન લોન્ચ થયો, મળશે ઘણા લાભ

Hiralal

Last Updated: 02:42 PM, 28 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જિઓએ તેના ગ્રાહકોને એક મોટી ખુશખબર આપી છે. કંપનીએ તેના ગ્રાહકો માટે 30 દિવસની વેલિડિટીવાળો એક પ્લાન લોન્ચ કર્યો છે.

  • જિઓએ 259 રુપિયાનો પ્લાન કર્યો લોન્ચ
  • યુઝર્સને મળશે આખા મહિનાની વેલિડિટી
  • 28 દિવસ નહીં 30 દિવસે કરાવવું પડશે રિચાર્જ

ભારતની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર કંપની જિયોએ ગ્રાહકો માટે 'કેલેન્ડર મહિનાની વેલિડિટી' પ્રીપેડ પ્લાન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપનીનો 259 રૂપિયાનો પ્લાન એકદમ યુનિક છે, કારણ કે તેનાથી યુઝર કેલેન્ડરની એક જ તારીખે અનલિમિટેડ ડેટા અને કોલિંગની મજા માણી શકે છે. એટલે કે હવે તમારે દર મહિને કેલેન્ડરની કોઈ એક તારીખે રિચાર્જ નહીં કરવું પડે, 28 દિવસની વેલિડિટી નહીં.

259 રુપિયાના પ્લાનમાં યુઝર્સને મળશે 30 દિવસની વેલિડિટી 
આ નવો પ્લાન પ્રીપેઇડ યુઝર્સને દર મહિને ફક્ત એક જ રિચાર્જ તારીખ યાદ રાખવામાં મદદ કરશે. જણાવી દઈએ કે જો યૂઝર્સ જિયોના નવા 259 રૂપિયા મંથલી પ્લાનથી 5 માર્ચે રિચાર્જ કરાવે છે તો તેમણે 5 એપ્રિલ, 5 મે અને 5 જૂન જેવી તારીખો પર બાકીનું રિચાર્જ કરાવવું પડશે. આ માટે યુઝરે માત્ર 5મી તારીખ જ યાદ રાખવાની રહેશે, અને દર મહિને એક જ તારીખે રિચાર્જ કરાવવું પડશે.

કેવી રીતે કામ કરશે આ નવો પ્લાન
જિયોના બાકીના પ્રીપેડ પ્લાનની જેમ 259 રૂપિયાનો પ્લાન પણ એક સાથે ઘણી વખત રિચાર્જ કરાવી શકાય છે. એડવાન્સ રિચાર્જ પ્લાન ક્યુમાં જતો રહેશે અને આગળની તારીખે આપમેળે સક્રિય થઈ જાય છે. તેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓથી બચી શકાય છે અને ઝડપથી રિચાર્જ કરવાની પરેશાની પણ ખતમ થઇ જાય છે.

મળશે દરરોજ 1.5 જીબી ડેટા 
જણાવી દઈએ કે આ પ્લાન તમામ ઓનલાઈન અને ઓફલાઈન ચેનલોના માધ્યમથી નવા અને હાલના બંને યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. 259 રૂપિયાના પ્લાન બેનિફિટની વાત કરીએ તો તેમાં દરરોજ 1.5GB ડેટા મળે છે અને ડેટા ખતમ થયા બાદ તે 64Kbps થઈ જશે.તેમાં દરરોજ અનલિમિટેડ વોઇસ કોલિંગ અને 100SMS મળશે. આ ઉપરાંત તેની સાથે જિયો એપ્સનું કોમ્પ્લિમેન્ટરી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. તેની વેલિડિટી એક મહિનાની છે, અને દર મહિને આ જ તારીખ રિન્યૂ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ