બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Bhavin Kariya, son of BJP leader in Rajkot. Met a student studying in class 5

વિકૃતિની પરાકાષ્ઠા / રાજકોટમાં ભાજપ નેતાના પુત્ર ભાવિન કારિયાએ ધો. 5માં ભણતી વિદ્યાર્થિની સાથે કર્યા અડપલા, પોલીસે કરી અસંસ્કારી પુત્રની ધરપકડ

Priyakant

Last Updated: 11:22 AM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Crime News: ભાજપના સાસ્કૃતિક સેલના સહકન્વીનરના અસંસ્કારી પુત્રની વિકૃતિની પરાકાષ્ઠા, ધો-5માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે કર્યા અડપલા

  • રાજકોટમાં ભાજપ નેતાના પુત્રની કરતૂત 
  • વિજય કારિયાના પુત્રની વિકૃતિની પરાકાષ્ઠા 
  • ધો-5માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના કર્યા અડપલા 
  • વિકૃત ભાવિને વિદ્યાર્થિનીને માર્યો માર 

રાજકોટથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજકોટમાં ભાજપ નેતાના પુત્રએ ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કર્યાનું સામે આવ્યું છે. આ તરફ વિદ્યાર્થીનીએ બૂમો પાડતાં આરોપી ઇસમે વિદ્યાર્થીનીને માર માર્યો હતો. જેને લઈ હવે વિદ્યાર્થીનીના પરિવારે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે આરોપી ઈસમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

રાજકોટમાં ભાજપ નેતાના પુત્રની વિકૃતીભરી કરતૂત સામે આવી છે. વિગતો મુજબ ભાજપના સાસ્કૃતિક સેલના સહકન્વીનર વિજય કારિયાના પુત્ર ભાવીન કારિયાએ ધોરણ-5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કર્યાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. આરોપી ભાવીન કારિયાએ ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કર્યા હતા. 

વિદ્યાર્થીનીને માર માર્યો 
વિગતો મુજબ ભાવીન કારિયાએ વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કરતાં વિદ્યાર્થીનીએ બૂમો પાડતાં આ શખ્સ ઉશ્કેરાયો હતો. જે બાદમાં ભાવિન કારિયાએ વિદ્યાર્થીનીને માર માર્યો હતો. આ સમગ્ર મામલે વિદ્યાર્થીનીના પરિવારે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ કરી હતી. જેને લઈ ભક્તિનગર પોલીસે આરોપી ભાવીન કારિયાની ધરપકડ કરી છે. 

પિતા ભાજપ નેતા અને પુત્ર ઇવેન્ટ મેનેજમેન્ટનું કરે છે કામ 
વિગતો મુજબ રાજકોટમાં વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કરનાર ઈસમ ભાવીન કારીયા ભાજપના સાસ્કૃતિક સેલના સહકન્વીનર વિજય કારિયાનો પુત્ર છે. આરોપી ભાવીન ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે વિદ્યાર્થીનીના પરિવારની ફરિયાદને આધારે આરોપી ઈસમ ભાવિન કારિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ