બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bharuch: Trains canceled due to heavy rains, 6000 people affected by floods

મેઘ મહેર કે કહેર? / નર્મદાએ રૌદ્ર રૂપ ધારણ કરતા સુરતથી દિલ્હી-મુંબઇ તરફ જતી ટ્રેનનાં પૈડાં થંભી ગયા, 6000 લોકો પૂરથી પ્રભાવિત

Malay

Last Updated: 10:28 AM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Narmada News: નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ભરૂચ અને અંકલેશ્વરમાં પૂરના પાણીથી જનજીવન પ્રભાવિત, રેલવે વ્યવહાર ખોરવાતા 50 હજારથી વધારે મુસાફરો પરેશાન થયા.

  • નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી બની ગાંડીતૂર
  • ભરૂચ અને અંકલેશ્વરમાં સર્જાઈ હતી પૂરની સ્થિતિ 
  • દિલ્હી-મુંબઈ-અમદાવાદ ટ્રેન રૂટને કરી દેવાયો હતો બંધ
  • 6000 લોકોને પૂરના કારણે ભારે હાલાકી 

Narmada News: ગુજરાતમાં જામેલા વરસાદી માહોલ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભરૂચમાં ગોલ્ડન બ્રિજ નીચે પાણીના સ્તરમાં ઘટાડો થયો છે. ગોલ્ડન બ્રિજ નીચે હાલ 27 ફૂટે નર્મદા નદી વહી રહી છે. હાલ પાણી ઓછું થતાં સ્થિતિ નિયંત્રણમાં છે. તો બીજી બાજુ ભરૂચનો નર્મદા બ્રિજ ફરી શરૂ કરાયો છે. પૂરના પાણી ઓસરતા બ્રિજ ફરી શરૂ કરવામાં આવ્યો છે. ભરૂચના કલેક્ટરે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. મહત્વનું છે કે, નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ભરૂચ અને અંકલેશ્વરમાં પૂરના પાણીથી જનજીવન પ્રભાવિત થયું હતું. લગભગ 6000 લોકો પૂરના પાણી પ્રભાવિત થયા હતા. લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરીને ભારે નુકસાન થયું હતું. તો દુકાનોમાં પાણી ઘુસી જતાં માલ-સામાન પાણીમાં પલળી ગયો હતો. 

નર્મદા નદી બની હતી ગાંડીતૂર
ગુજરાત, મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમ છલોછલ ભરાતા ડેમમાંથી તબક્કાવાર 19 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતા નર્મદા નદી ગાંડીતૂર બની હતી, જેના કારણે  ચાણોદ, ભરૂચ અને અંકલેશ્વરમાં પુરની સ્થિતિ સર્જાઇ હતી. અંકલેશ્વર શહેરમાં નર્મદાના ધસમસતા પાણીએ વિનાશ વેર્યો હતો. શહેરમાં 10 ફૂટ કરતાં વધારે પાણી ભરાતાં લોકો ઘરમાં કેદ થઇ ગયા હતાં. તો બીજી તરફ ભારે વરસાદના પગલે કેટલીક ટ્રેનોના પૈડા થંભી ગયા હતા. રેલવે ટ્રેક પર વરસાદી પાણી ભરાઈ જતા દિલ્હી-મુંબઈ-અમદાવાદ ટ્રેન રૂટને 12 કલાક માટે બંધ કરી દેવાયો હતો. 

ટ્રેનોના થંભી ગયા હતા પૈડા
તારીખ 18 સપ્ટેમ્બરના રોજ ટ્રેન નંબર 20960 વડનગર-વલસાડ એક્સપ્રેસ, ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી હતી.  ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે 502 નંબરના પુલ પર પાણી ખતરાને લઈ રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો. જેમાં કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી હતી, જ્યારે કેટલીક ટ્રેનો રિસિડ્યુલ કરવામાં આવી હતી. તેમજ ધીમેથી અને સાવધાનીથી ચલાવવામાં આવી હતી.

ભારે વરસાદથી આ ટ્રેનો કરાઈ હતી રદ
વેસ્ટર્ન રેલવે વડોદરા ડિવિઝનના ભરૂચ-અંકલેશ્વર સેક્શનમાં બ્રિજ નંબર 502 પર પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર હોવાને કારણે રેલ ટ્રાફિકને અસર થઈ હતી. જેના કારણે 18 સપ્ટેમ્બર 2023ના રોજ અમદાવાદ ડિવિઝનની 12 ટ્રેનોને રદ કરવામાં આવી છે. જેમાં (1) ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ, (2) ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ, (3) ટ્રેન નંબર 20902 ગાંધીનગર મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ, (4) ટ્રેન નંબર 12009 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ, (5)ટ્રેન નંબર 12010 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ, (6) ટ્રેન નંબર 19015 દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, (7) ટ્રેન નંબર 12934 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ, (8) ટ્રેન નંબર 12932 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ, (9) ટ્રેન નંબર 82902 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ, (10) ટ્રેન નંબર 22954 અમદાવાદ મુંબઈ મધ્ય ગુજરાત એક્સપ્રેસ, (11) ટ્રેન નંબર 12933 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ, (12) ટ્રેન નંબર 82901 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ તેજસ એક્સપ્રેસનો સમાવેશ થાય છે. 

50 હજારથી વધારે મુસાફરો પરેશાન થયા હતા
વરસાદના કારણે અનેક ટ્રેનો રદ કરવામાં આવતા મુંબઇ-ભરૂચના મુસાફરો અટવાયા હતા. એટલું જ નહીં ઘણા રેલવે સ્ટેશન પર ટ્રેનો 11 કલાક સુધી મોડી પડી હતી. ટ્રેનોમાં ફસાયેલા પેસેન્જરોને રેલવે તરફથી ભોજન અને પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. આમ, રેલવે વ્યવહાર ખોરવાતા 50 હજારથી વધારે મુસાફરો પરેશાન થયા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ