બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bharuch MP Mansukh Vasavan's resentment against Bharuch and Narmada District President

રાજનીતિ / કોંગ્રેસના વસાવાએ કેસરિયા કર્યા તો BJPના મનસુખ વસાવાને વાંધો: કહ્યું વિચારધારા વગરના લોકોને લેવાની જરૂર નથી, ગોરખધંધા બચાવવા આવે છે

Dinesh

Last Updated: 08:11 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Politics news : મનસુખ વસાવાએ કહ્યું કે, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલને જેલમાં જતા મેં બચાવ્યા છે. કોંગ્રેસના આગેવાનો ગોરખધંધા બચાવવા ભાજપમાં આવે છે

  • ભરૂચના MPની ભરૂચ અને નર્મદા જિલ્લા પ્રમુખ સામે નારાજગી
  • ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સામે નારાજ
  • 'કોંગ્રેસના આગેવાનો ગોરખધંધા બચાવવા ભાજપમાં આવે છે'


લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસ વિવિધ મુદ્દે સરકારને ઘેરી રહી છે, તો ભાજપ સરકાર પણ વિવિધ વિકાસ કાર્યની વાત પ્રજા સામે વર્ણવી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે લોકસભાની ચૂંટણી પૂર્વ પક્ષપલટાનો માહોલ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવા કોંગ્રેસને અલવિદા કહીને વિધિવત રીતે આજે ભાજપમાં જોડાયા છે. જેને લઈ ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે. તેમજ તેમણે ભરૂચ અને નર્મદા જિલ્લા પ્રમુખ સામે પણ નારાજગી વ્યક્ત કરી છે

સાંસદ મનસુખ વસાવાની નારાજગી
ભરૂચના MP મનસુખ વસાવાની ભરૂચ અને નર્મદા જિલ્લા પ્રમુખ સામે નારાજગી સામે આવી છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સામે તેમજ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલથી સાસંદ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી છે. અત્રે જણાવી દઈએ કે, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની તાજેતરમાં વરણી કરાઈ છે. કોંગ્રેસ નેતા હરેશ વસાવાના ભાજપમાં જોડાવા પર મનસુખ વસાવાએ જણાવ્યું કે,  હરેશ વસાવા નર્મદા જિલ્લાના રહેવાસી છે. અન્ય પક્ષમાંથી ભાજપમાં આવેલા લોકોને 5 વર્ષ બાદ પદ આપો. હરેશ વસાવા પોતાની શૈક્ષણિક સંસ્થાઓ બચાવવા માટે ભાજપમાં જોડાયો છે. વધુમાં કહ્યું કે, હરેશ વસાવા ભાજપમાં જોડાયા તેનાથી મનસુખ વસાવા નારાજ નથી પણ પરામર્શ કરી ને જોડવા જોઈએ.  

'નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલને જેલમાં જતા મેં બચાવ્યા'
મનસુખ વસાવાએ કહ્યું કે, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલને જેલમાં જતા મેં બચાવ્યા છે. ભાજપની સૌથી મોટી તાકાત છે, તો વિચારધારા વગરના લોકો ને જોડવાની કોઈ જરૂર જ નથી. વધુમાં કહ્યું કે, કોંગ્રેસના આગેવાનો ગોરખધંધા કરતા હતા તેમના ગોરખધંધા બચાવવા ભાજપમાં આવે છે. હરેશ વસાવા પોતે મજબૂત થાય ભાજપને મજબૂત કરવાની કોઈ જરૂર નથી ભાજપ તો મજબૂત જ છે. કોંગ્રેસના હરેશ વસાવાને જોડતા હોઈ બીજા કોઈ લોકોને પણ જોડતા હોઈ તો આદિવાસી મોરચાના પૂર્વ પ્રમુખ હર્ષદ વસાવા અને તેમના સાથીઓને પણ ભાજપમાં ફરી જોડવા જોઈએ


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ