બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / NRI News / Before traveling to Canada, understand the difference between a visa and a permit

NRI ન્યૂઝ / કેનેડા જવાનું વિચારી રહ્યાં છો? તો પહેલા વિઝા અને પરમિટ વચ્ચેનો તફાવત સમજી લેજો, નહીંતર..!

Vishal Khamar

Last Updated: 01:11 PM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડાના વિઝા અને પરમિટના તફાવત અંગે ઘણી ગેરસમજ પ્રવર્તે છે. વિઝા એ પરમિટથી સાવ અલગ છે અને તેનાથી માત્ર કેનેડામાં એન્ટ્રીની મંજૂરી મળે છે. જ્યારે કામ કરવા અથવા ભણવા માટે પરમિટ મેળવવી પડે છે. તેની કેટલીક શરતો અને લિમિટ હોય છે. તેનું પાલન કરવું જરૂરી છે.

આજ કાલ લોકોમાં વિદેશ જવાનો ક્રેઝ વધતો જાય છે. ગુજરાતનાં ઘણાં લોકો કેનેડામાં ભણવા તેમજ વેપાર અર્થે સ્થાયી થયા છે. જેથી ગુજરાતથી કેનેડા જતા લોકોને ત્યાં ક્યાંકને ક્યાંક મિત્રો કે સબંધી જોડે ભેટાળો થઈ જ જતો હોય છે. કેનેડામાં સારુ એજ્યુંકેશન હોઈ લોકો ત્યાં ભણવા જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. પરંતું કેટલાક વિદ્યાર્થીઓ કેનેડાની વિઝા તેમજ તેમની પરમીટને લઈ મૂંઝવણ અનુભવે છે. ત્યારે વિઝા તેમજ પરમિટ અંગેનાં નિયમો અલગ છે. ત્યારે આવો જાણીએ કેનેડાનાં વિઝા અને પરમિટ વચ્ચેનો તફાવત..

શું છે કેનેડાનાં વિઝા?
કેનેડાનાં વિઝા વિશે વાત કરીએ તો કેનેડાની સરકાર કેનેડાનાં વિઝા ઈશ્યૂં કરે છે. જેથી તમે કેનેડામાં પ્રવેશ કરી શકો છે. કેનેડાની સરકાર દ્વારા તમારા પાસપોર્ટ પર એક સ્ટીકર લગાવવામાં આવે છે. જેનાં પર તમારુ નામ, જન્મ તારીખ તેમજ તમે ક્યાં હેતુથી  એટલે કે વર્કર, સ્ટડન્ટ અથવિ વિઝિટર સહિતની તમામ વિગતો હોય છે. તેમજ તેમાં પાસપોર્ટ ઈશ્યૂ તેમજ એક્સપાયરીની તારીખ પણ લખેલી હોય છે. જો તમારી પાસે કેનેડાના વિઝા છે તો એનો મતલબ એવો નથી કે તમને કેનેડામાં ભણવાનો કે ત્યાં કામ કરવાનો અધિકાર મળી જતો નથી.  વિઝા માત્ર કેનેડામાં એક લીગલ પ્રવેશ માટે જ હોય છે.. 

વિઝા માટે ક્યાં કરશો અરજી?
સૌ પ્રથમ તો કોઈપણ દેશનાં નાગરિકરને કેનેડા જવા માટે વિઝાની જરૂર પડતી હોય છે. જે માટે તેઓએ સૌ પ્રથમ તો કેનેડિયન એમ્બેસી અથવા તો વિઝા એપ્લિકેશન સેન્ટર મારફતે વિઝા લઈ લેવા. જ્યાં સુધી આપની પાસે વેલિડ વિઝા નહી હોય ત્યાં સુધી આપને કેનેડાની ફ્લાઈટમાં બોર્ડિંગ પણ કરવા દેવામાં આવશે નહી. પરંતું જો કેનેડા પહોંચ્યા પછી જો વિઝા એક્સપાયર થઈ જાય તો કેનેડા પહોંચ્યા બાદ પણ રિન્યુઅલની અરજી કરી શકાય છે.  જો આપ વેલિડ વિઝા પર કેનેડાથી પરત આવશો તો બીજી વખત તમને કેનેડામાં રિ-એન્ટ્રી મળશે નહી. 

કેનેડા જતા પહેલા પરમીટ મેળવી કેમ જરુરી
કેનેડાની અંદર કામ કરવા કે ભણવા માટે પરમિશન લેવી જરૂરી છે. જેની મર્યાદાઓ પણ નક્કી કરવામાં આવેલ છે.  કેનેડાની પરમિટ માટે ઘણા નિયંત્રણો અથવા શરતો પણ નક્કી કરવામાં આવી છે.  કેનેડામાં વિઝાથી વિપરીત પરમિટ મળ્યા બાદ કેનેડામાં કામ તેમજ ભણવાની તમને મંજૂરી મળી જાય છે. તમારે ત્યાં કંપનીમાં અથવા તો કોઈ શૈક્ષણિક સંસ્થામાં માત્ર પરમિટ દેખાડવાની હોય છે. ત્યારે પરમીટનાં માધ્યમથી તમે કેનેડામાં એન્ટ્રી અથવા રિ-એન્ટ્રી કરી શકશો નહી. તે માટે તમારે વિઝાની જરૂર છે. 

ભારતનાં લોકોએ કેનેડા જતા પહેલા અમુક બાબતોનુ  ખાસ ધ્યાન રાખવું જરુરી છે. ભારતીય નાગરિકે કેનેડા જતા અગાઉ વિઝા તેમજ પરમિટ બંને મેળવી લેવું જરૂરી છે. તેમજ તેના માટે વ્યવસ્થિત અરજી કરો તેમજ જરુરી ડોક્યુમેન્ટ સબમીટ કરો. પરંતુ તમે જો અમેરિકા અથવા તો યુરોપિયન યુનિયનથી કેનેડા જવાનું વિચારી રહ્યો છો તો કેનેડાનાં વિઝા વગર એન્ટ્રી કરી શકો છે. પણ તમારે ત્યાં કામ કરવા માટે બોર્ડર અથવા પોર્ટ ઓફ એન્ટ્રીથી પરમિટ લેવી તો જરુરી છે. 

વધુ વાંચોઃ જો તમે પણ કરી રહ્યાં છો આ કોર્સ, તો કેનેડાની સ્ટડી પરમિટ લેવી અઘરી પડશે

વિઝા અને પરમિટની એક્સપાયરી ડેટ
વિઝા અને પરમિટની એક્સપાયરી ડેટ વિશે વાત કરવામાં આવે તો તમે કેનેડાનાં વિઝાની એક્સપાયરી થઈ ગયા બાદ પણ જો તમારી પાસે વેલિડ પરમિટ છે તો તમે કેનેડામાં રોકાઈ શકો છે.  પરંતું એક વાતની સાવચેતી રાખવી જરુરી છે કે તમે વેલિડ વિઝા વગર દેશ છોડશો તો ત્યારે બાદ તમારી ફરી કેનેડામાં રિ-એન્ટ્રી થઈ શકશે નહી. જેથી વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પૂર્ણ કરવા માટે પણ નહી જઈ શકે. જેથી કેનેડા જતા લોકોએ  આ વાતનો ખાસ ખ્યાલ રાખવો જરુરી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ