બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Before the match, the players of Team India are having a fun on the beach,the PHOTOS went viral

રિલેક્સ મોડ / મેચ અગાઉ બીચ પર જલસા કરી રહ્યા છે ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓ, કપડાં ઉતારી નહાવા પડ્યા, PHOTOS થયા વાયરલ

Megha

Last Updated: 01:56 PM, 6 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમ આ મેચને જીતીને સિરીજ જીતવા માંગશે પણ એવામાં મેચ પહેલા ટીમ ઈન્ડિયાના થોડા ખેલાડીઓ મિયામી બીચ પર મસ્તી કરતાં નજર આવ્યા

  • ચોથો અને પાંચમો ટી20 મેચ ફ્લોરિડામાં રમાશે
  • ટીમ ઈન્ડિયાના થોડા ખેલાડીઓ મિયામી બીચ પર મસ્તી કરતાં નજર આવ્યા
  • રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા સિરિજમાં 2-1થી આગળ છે

ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે 5 મેચની સિરિજનો ચોથો અને પાંચમો ટી20 મેચ ફ્લોરિડામાં રમાશે. ચોથો મેચ શનિવારે લોડરહિલમાં રમાશે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા સિરિજમાં 2-1થી આગળ છે. ભારતીય ટીમ આ મેચને જીતીને સિરીજ જીતવા માંગશે પણ એવામાં મેચ પહેલા ટીમ ઈન્ડિયાના થોડા ખેલાડીઓ મિયામી બીચ પર મસ્તી કરતાં નજર આવ્યા છે. 

વેસ્ટ ઈન્ડિઝ સામે સિરિજના છેલ્લા બે મેચ માટે હાર્દિક પંડયા, સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ અય્યર સહિત ટીમ ઈન્ડિયાના થોડા ખેલાડીઓ મિયામી પંહોચી ગયા હતા. એવામાં આ ખેલાડીઓએ મેચ પહેલા મિયામી બીચ પર થોડો સમય વિતાવ્યો હતો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ravi Bishnoi (@bishnoi6476)

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થોડી તસવીરો શેર કરી છે જેમાં આ ત્રણ ક્રિકેટરો બીચ પર મસ્તી કરતાં નજર આવી રહ્યા છે. લગભગ 3 કલાક સુધી તેઓ ત્યાં સમય વિતાવ્યો હતો. આ સાથે જ સ્પિનર કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ અને અર્શદીપ સિંહે પણ મિયામી બીચ પરની તેમની તસવીરો શેર કરી છે. 

 
સૂર્યકુમાર યાદવે તેમની ઇન્સ્ટાસ્ટોરી પર પત્ની દેવીશા શેટ્ટી સાથે તસવીર શેર કરી છે જેમાં ટીમ ઈન્ડિયાના બલલેબજ ઘણા રોમાંટિક અંદાજમાં દેખાઈ રહ્યા છે. આ સાથે જ કુલદીપ યાદવે પણ એક તસવીર શેર કરી છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shreyas Iyer (@shreyas41)

ટીમ ઈન્ડિયા પાંચમી વખત વેસ્ટ ઈન્ડિઝ નો સામનો ફ્લોરિડામાં કરશે. એ પહેલા ભારતીય ટીમ ફ્લોરિડામાં રમાયેલ પાંચમાંથી બે મેચ જીતી છે. હવે જોઈએ આવનાર મેચમાં ટીમ ઈન્ડિયા મેચ જીતી શકે છે કે નહીં.. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ