ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / Be careful who drinks excessive soft drinks

સ્વાસ્થ્ય / વધુ સોફ્ટડ્રીંક્સ પીનારા હવે ચેતી જજો નહીં તો થઇ શકે છે...

Published By: Dhruv

Last Updated: 07:00 PM, 6 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોકાકોલા, પેપ્સી સહિતનાં સોફટ ડ્રીંકસ દરરોજ પીવાના જો તેમ શોખીન હોવ તો ચેતી જજો. કેમ કે આ બધાં પીણાં આરોગ્ય માટે નુકસાનકારક તો છે જ પણ તેનાથી અકાળે મૃત્યું થવાનું જોખમ અનેકગણું વધી જાય છે. એક નવા સંશોધન મુજબ સોફટ ડ્રીંકસ સુગર વિનાના હોય તો પણ નુકસાન કરે છે.

ADVERTISEMENT

Soft Drinks

જામા ઇન્ટરનલ મેડિસિન જર્નલમાં પબ્લિશ એક રિસર્ચ મુજબ જે લોકો દરરોજ બે કે તેથી વધુ ગ્લાસ સોફટડ્રીંકસ પીવે છે તે પોતાના મોતને આમંત્રણ આપે છે. આ રિસર્ચ માટે સંશોધકોએ યુરોપના 10 દેશોના સાડા ચાર લાખથી વધુ લોકોના આરોગ્ય પર સોફટડ્રીંકસથી કેવી અસર થાય છે તેનો ડેટા એકત્ર કર્યો હતો.

જેમાં ડાયેટ તરીકે પ્રચાર કરવામાં આવે છે તેવાં આર્ટિફિશિયલ સ્વીટનરવાળા સોફટડ્રીંકસ પીનારા લોકો પણ સામેલ હતાં. લંડનની ઇમ્પિરિયલ કોલેજના જોનાથન પિયરસનના જણાવ્યાં મુજબ કોલા જેવા સોફટડ્રીંકસ (Soft Drinks) વધુ પડતું પીતા લોકોને હૃદયની બિમારી અને સ્ટ્રોકનો ખતરો અનેકગણો વધી જાય છે.

Obese

તેઓ કહે છે કે સોફટડ્રીંકસની આરોગ્ય પર આવી માઠી અસર કેમ થાય છે તેના પર વધુ સંશોધન જરુરી છે. જો કે સોફટડ્રીંકસ વધુ પડતુ પીતા લોકોમાં વહેલા મૃત્યુ પાછળ અન્ય પરિબળો પણ જવાબદાર હોઇ શકે છે. આવા લોકો જલ્દી મેદસ્વી (Obese) બને છે અને વધુ પડતા વજનના કારણે થતી બિમારીઓનો ભોગ બને છે. ઉલ્લેખનીય છે કે 100 મિલિલીટર કોકાકોલામાં 10.6 ગ્રામ સુગર હોય છે.

અમેરિકન હાર્ટ એસોસીએશન કહે છે કે પુખ્તવયની હેલ્ધી વ્યકિતએ દરરોજ સાતથી નવ ચમચીથી વધુ સુગર લેવી ન જોઇએ. જો કે બદલાતી લાઇફ સ્ટાઇલને જોતા ઘણાં નિષ્ણાંતો આ માપ સાથે સંમત નથી. જે લોકો ખાસ નિયમિત એકસર્સાઇઝ ન કરતા હોય અને બેઠાડું જીવન જીવતા હોય તેમણે બને એટલી ઓછી સુગર લેવી જોઇએ.

સંકળાયેલા મુદ્દાઓ

Health Obese Soft Drinks મેદસ્વી સોફટડ્રીંકસ Health

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ