ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / bcci will increase salary team india test players also give bonus

ક્રિકેટ / IPL પછી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને માલામાલ કરી દેશે BCCI! સેલેરી વધારવાની તૈયારી, જાણો અત્યારે કેટલા રૂપિયા મળે છે

Published By: Vikram Mehta

Last Updated: 12:52 PM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમના અનેક ખેલાડીઓ પર આરોપ મુકવામાં આવ્યો છે કે, ખેલાડી ટેસ્ટ મેચ અને ઘરેલુ સીરિઝ કરતા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પર વઘુ ફોકસ કરે છે. રિપોર્ટ્સ અનુસાર BCCI ટેસ્ટ મેચ રમતા ખેલાડીઓનો પગાર વધારી શકે છે.

ADVERTISEMENT

ભારતીય ક્રિકેટ ટીમના અનેક ખેલાડી ટેસ્ટ મેચ અને ઘરેલુ સીરિઝ કરતા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પર વઘુ ફોકસ કરે છે. ભારતીય ટીમના અનેક ખેલાડીઓ પર આ પ્રકારનો આરોપ મુકવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટેસ્ટ ફોર્મેટને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વપૂર્ણ પગલું લઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર BCCI ટેસ્ટ મેચ રમતા ખેલાડીઓનો પગાર વધારી શકે છે. તમામ સીરિઝ રમતા ખેલાડીને બોનસ પણ મળી શકે છે. 

મીડિયા રિપોર્ટ અનુસાર IPL 2024 પછી BCCI ટેસ્ટ પ્લેયર્સનો પગાર વધારી શકે છે. BCCI તમામ ટેસ્ટ સીરિઝમાં રમતા પ્લેયર્સને બોનસ પણ આપી શકે છે. ક્રિકેટ બોર્ડ ખાસ કારણોસર આ બદલાવ કરવા માંગે છે. અનેક પ્લેયર્સ IPLમાં ફિટ રહેવા માટે રણજી ટ્રોફી અને ઘરેલુ મેચમાં નથી રમી રહ્યા. થોડા સમય પહેલા આ જ કારણોસર ઈશાન કિશન ચર્ચામાં આવી ગયા હતા. BCCIએ કહેવા છતાં ઈશાન કિશને ઝારખંડ માટે મેચ રમી નહોતી. શ્રેયસ અય્યરે પણ રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચ છોડી દીધી હતી. 

BCCI ખેલાડીઓને એક ટેસ્ટ મેચ માટે 15 લાખ રૂપિયા આપે છે. 2016માં ખેલાડીઓનો પગાર ડબલ કરી દેવામાં આવ્યો હતો. ખેલાડીઓને એક વન ડે મેચ માટે 6 લાખ રૂપિયા આપવામાં આવે છે. એક T20 મેચ માટે 3 લાખ રૂપિયા આપવામાં આવે છે. ખેલાડીઓને ગ્રેડ અનુસાર વાર્ષિક પગાર પણ આપવામાં આવે છે. પ્લેયર્સનો બોર્ડ સાથે કોન્ટ્રાક્ટ પણ હોય છે. 

વધુ વાંચો: 'બની શકે કે IPLમાં પણ ના રમે', વિરાટ કોહલીને લઇ સુનીલ ગાવસ્કરની મોટી ભવિષ્યવાણી

IPL પછી ખેલાડીઓનો પગાર પણ વધી શકે છે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ રમી રહી છે. ભારત આ સીરિઝમાં 3-1થી આગળ છે. ઈંગ્લેન્ડે આ સીરિઝમાં 28 રનથી પહેલી મેચ જીતી હતી, ત્યારપછી ભારતે સતત ત્રણ મેચમાં જીત મેળવી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

સંકળાયેલા મુદ્દાઓ

Cricketer salary Indian team salary Team India Salary bcci give bonus bcci increase salary kohli salary test players Salary ક્રિકેટર પગાર ક્રિકેટર સેલેરી ભારતીય ટીમ સેલેરી Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ