બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Baroda Dairy Executive Chairman GB Solanki has resigned

વડોદરા / 'ડેરીમાં શાંતિથી કામ થાય તેવું વાતાવરણ નથી, હું પદની આહુતિ આપું છું', બરોડા ડેરીના કાર્યકારી ચેરમેને આપ્યું રાજીનામું

Kishor

Last Updated: 09:24 PM, 22 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બરોડા ડેરીના વિવાદને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં બરોડા ડેરીના કાર્યકારી ચેરમેને રાજીનામું ધરી દેતા મુદ્દો ગાજી રહ્યો છે. આ દરમિયાન તેમણે ડેરી તંત્ર વિરુદ્ધ આકરા આરોપ પણ લગાવ્યા હતા.

  • બરોડા ડેરીના કાર્યકારી ચેરમેન જી.બી.સોલંકીએ આપ્યું રાજીનામુ
  • કોઇના દબાણ વગર આપ્યું રાજીનામુ : જી.બી.સોલંકી
  • ડેરીમાં શાંતિથી કામ થાય તેવું વાતાવરણ ન હોવાનો આરોપ

છેલ્લા કેટલાક દિવસથી બરોડા ડેરીનો વિવાદ ચાલી રહ્યો છે. જેમાં ડેરીના વહીવટને લઈને ધારાસભ્ય દ્વારા અનેક પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા હતા. તેની વચ્ચે આજે બરોડા ડેરીના કાર્યકારી ચેરમેન  જી.બી.સોલંકીએ રાજીનામું આપી દીધું છે.બરોડા ડેરીના કાર્યકારી ચેરમેન  જી.બી.સોલંકીએ કે કોઈ પણ પ્રકારના દબાણ વગર રાજીનામુ આપ્યાનો દાવો કર્યો છે. આ ઉપરાંત મીડિયા સાથેની વાતચીતમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડેરીમાં શાંતિથી હવે કામ થઈ તેવું વાતાવરણ ના હોવાથી રાજીનામુ આપ્યું છે. સાથે સાથે કોઇ ધારાસભ્યો કે જવાબદારોનું રાજીનામુ આપવા માટે દબાણ ન હોવાનું પણ ડેરીના કાર્યકારી ચેરમેને જણાવ્યું હતું.

બરોડા ડેરી સામે ભ્રષ્ટાચારના આરોપસર એક નહીં 5 ધારાસભ્યોનું રણશિંગુ!, 17મી  ફેબ્રુઆરીનો દિવસ નક્કી કરાયો | Corruption allegation case against Baroda  Dairy


ધારાસભ્ય કેતન ઇનમદારએ કહ્યું..

તો આ મુદ્દે MLA કેતન ઇનામદારનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું કે આગામી દિવસમાં યોગ્ય નિર્ણય લેવાશે અને થોડા દિવસ પૂરતી લડત બંધ રાખો, ડેરીમાં પશુપાલકના હીતની વાત થશે તેવી ખાતરી આપી હતી. વધુમાં તેમણે કહ્યું કે આગામી દિવસમાં ભૂતકાળમાં સારા નિર્ણય થયા એવા નિર્ણય કરવામાં આવશે. કેતન ઇનમદારએ કહ્યું કે રાજકીય બાબત અલગ છે. આ મુદ્દે મારું કોઈ વ્યક્તિગત હિત નથી એટલું જ નહીં મારે ડેરીમાં પણ જવાનું નથી પરંતુ પશુપાલકના હિતની વાત ચોક્કસ કરીશ. ઉપરાંત નવું બોર્ડના બેસે ત્યાં સુધી આંદોલનની કોઈ વાત નથી. તેમ આંતમાં કહ્યું હતું.

શુ છે સમગ્ર મામલો ?

બરોડા ડેરી પર ભ્રષ્ટાચારના આક્ષેપ લાગી રહ્યા છે. જેમા થોડા સમય અગાઉ સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારે ડેરીના વહીવટ અંગે પોતાના લેટરપેડ ઉપર નામ જોગ રજૂઆત કરી તપાસની માંગ ઉઠાવી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ડેરીના વહીવટદારોએ સત્તાનો દુરુપયોગ કરી પોતાના ભત્રીજા, ભાણેજ સહિતનાઓને નોકરીએ લગાડી દીધાના કિસ્સાઓ ધ્યાને આવ્યા છે. તેમણે કુલ 19 મુદ્દાને લઈને લેખિત રજૂઆત કરી ગંભીર આક્ષેપો કર્યા હતા. 

કેતન ઈનામદારે અગાઉ શું આક્ષેપ કર્યા હતા? 

  • - બરોડા ડેરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે
  • - ડેરીના દૂધમાં પાણીની પણ ભેળસેળ થાય છે
  • - બરોડા ડેરીમાં ટેન્ડર સહિતની પ્રક્રિયામાં લાખોનો ભ્રષ્ટાચાર
  • - 24 લાખનું ટેન્ડર 29 લાખ રૂપિયામાં આપ્યું
  • - 29 લાખના ટેન્ડરને બે વખત રીન્યુ પણ કરાયું
  • - ઓછા રૂપિયાનું ટેન્ડર આવે તો તેમાં ફેરફાર પણ કરાવાય છે
  • - ચીઝ કેટલના ટેન્ડરમાં 37 લાખના ભ્રષ્ટાચારના આક્ષેપ
  • - બરોડા ડેરીના ડિરેક્ટર પોતાના સગાઓને નોકરી પર રાખે છે
  • - મોટા મોટા પદ પર ડિરેક્ટરોના સગાઓને નોકરી અપાઈ
  • - જી.બી.સોલંકી સહિતના સગાઓને ખોટી રીતે નોકરી અપાઈ
  • - ડેરીમાં રમેશ બારીયાના સગાઓને પણ ખોટી રીતે નોકરી અપાઈ
  • - ડેરીના કોલ્ડ સ્ટોરેજના મેન્ટેનન્સના કામમાં ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ
  • - ચીઝ પ્લાન્ટમાં ચીઝ કેટલ પ્લાન્ટની ખરીદીમાં ભ્રષ્ટ્રાચાર
  • - બોડેલી કિલિંગ સેન્ટરમાં વધારાનું લાઈટ બિલ ચૂકવવાનો આરોપ.
  • - 2022માં મેનેજર, આસિસ્ટન્ટ મેનેજરની જરૂર ના હોવા છતાં ભરતી કરવાનો આરોપ.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ