બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ban on entry of private buses in Ahmedabad: Gujarat HC gives shock to travel agencies, know till what time the rule will be applicable?

આદેશ / અમદાવાદમાં ખાનગી બસોના પ્રવેશ પર રોક: ટ્રાવેલ્સ એજન્સીઓને ગુજરાત HC તરફથી ઝટકો, જાણો કેટલાં વાગ્યા સુધી નિયમ લાગુ?

Vishal Khamar

Last Updated: 03:58 PM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા રાત્રીનાં સમયે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ખાનગી બસોને પ્રવેશબંધી ફરમાવી હતી. પોલીસ કમિશ્નરનાં જાહેરનામાને ટ્રાવેલ્સ એજન્સીઓએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે હાઈકોર્ટે અમદાવાદ પોલીસ કમિશ્નરનાં જાહેરનામાને માન્ય રાખ્યો હતો.

  • અમદાવાદ પોલીસ કમિશ્નરનાં જાહેરનામાને હાઈકોર્ટે માન્ય રાખ્યો
  • ખાનગી ટ્રાવેલ્સ એજન્સીઓએ કમિશ્નરનાં જાહેરનામાને કોર્ટમાં પડકાર્યો હતો
  • હાઈકોર્ટે કમિશ્નરનું જાહેરનામું કાયદાથી વિપરીત ન હોવાનું નોંધ્યું

 અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા ખાનગી બસોને સવારે 8 થી રાત્રીનાં 10 વાગ્યા સુધી શહેરમાં પ્રવેશબંધી ફરમાવી હતી. અમદાવાદ પોલીસ કમિશ્નરનાં જાહેરનામાને ખાનગી ટ્રાવેલ્સ એજન્સીઓએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અને ધંધા-રોજગારનાં અધિકારનો ઉલ્લેખ કરી જાહેરનામું રદ્દ કરવાની માંગ કરી હતી. ત્યારે આ બાબતે હાઈકોર્ટે કમિશ્નરનું જાહેરનામું કાયદાથી વિપરીત ન હોવાનું નોંધ્યું હતું. અને અમદાવાદ પોલીસ કમિશ્નરનાં જાહેરનામાને હાઈકોર્ટે માન્ય રાખ્યો હતો. 

2004 પછી પહેલી વખત જાહેરનામામાં ફેરફાર થયો
અમદાવાદમાં ખાનગી ટ્રાવેલ્સનાં જાહેરનામામાં ફેરફાર થયો છે. જેમાં ખાનગી ટ્રાવેલ્સનાં જાહેરનામામાં ફેરફાર કરવામાં આવ્યો છે. શહેર કમિશ્નર અને DCP સફિન હસને ટ્રાવેલ્સ વિભાગ સાથે બેઠક કર્યા બાદ આ નિર્ણય કર્યો છે. ત્યારે નવા જાહેરનામામાં રાત્રે 10 થી સવારે 8 વાગ્યા સુધી ટ્રાવેલ્સ બસને મંજૂરી મળી છે. પહેલા શહેરમાં રાત્રે 11 થી સવારે 7 વાગ્યા સુધી પ્રવેશ કરવાનો સમય હતો. જે બદલવામાં આવ્યો છે. ત્યારે 2004 પછી પહેલી વાર જાહેરનામામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

એસોસિએશનની શું માંગણી હતી
થોડા સમય અગાઉ અમદાવાદમાં ટ્રાવેલ્સ એસોસિએશને પણ પોતાની માંગ ઉઠાવી છે. એસોસિએશન દ્વારા બસને શહેરમાં રાત્રે 9.30થી સવારે 8 વાગ્યા સુધી અને બપોરે 1થી 4 પ્રવેશવા દેવાની મંજૂરી આપવા માંગ કરાઈ રહી છે. જે બાબતે ટ્રાવેલ્સ એજન્સીઓનાં  સંચાલકો દ્વારા પણ ચીમકી ઉચ્ચારી હતી કે,જો પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો સુરતની જેમ અમદાવાદમાં બસ રિંગ રોડ પર ઉભી રાખી દેવામાં આવશે. તેઓએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે, જો તેમની માંગ નહીં સંતોષાય તો બસ શહેરની અંદર લાવવામાં આવશે નહીં. રિંગ રોડથી પેસેન્જરે જાતે પોતાની વ્યવ્સ્થા કરવાની રહેશે. મહત્વનું છે કે, અત્યારે અમદાવાદમાં રાત્રે 11થી સવારે 7 સુધી જ બસને પ્રવેશ મળે છે. તેવી ચીમકી થોડા સમય અગાઉ ઉચ્ચારી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ