બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / balaji tirupati temple will be in every state trust plan know status in gujarat

તમારા કામનું / જય શ્રી કૃષ્ણ'ની સાથે સાથે 'ગોવિંદા... ગોવિંદા...': ગુજરાતમાં અહીં બનશે તિરૂપતિ બાલાજીનું મંદિર, જાણો શું છે ટ્રસ્ટનો આખો પ્લાન

Manisha Jogi

Last Updated: 11:02 AM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં આવેલ છે. હાલમાં જમ્મૂ, નવી મુંબઈ, ગુજરાત, છત્તીસગઢમાં ભગવાન વેંકટેશ્વનું મંદિર બનાવવામાં આવી છે.

  • તમામ રાજ્યોમાં ભગવાન વેકંટેશ્વર મંદિરની સ્થાપના કરવાનો નિર્ણય
  • વર્ષ 1933માં તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ ટ્રસ્ટની સ્થાપના
  • 9 દાયકામાં ભગવાન વેંકટેશ્વના 58 મંદિરની સ્થાપના કરી

તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે આવનારા કેટલાક વર્ષોમાં તમામ રાજ્યોમાં ભગવાન વેકંટેશ્વર મંદિરની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો છે. તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં આવેલ છે. હાલમાં જમ્મૂ, નવી મુંબઈ, ગુજરાત, છત્તીસગઢમાં ભગવાન વેંકટેશ્વનું મંદિર બનાવવામાં આવી છે. ગુજરાતના ગાંધીનગર, છત્તીસગઢના રાયપુર અને બિહારમાં પણ ભગવાન વેંકટેશ્વનું મંદિર બનાવવાનો વિચાર છે, જે બાબતે નીતિશકુમાર સરકાર સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. 

વર્ષ 1933માં તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. તે સમયે આ ટ્રસ્ટ તિરુમાલામાં આવેલ ભગવાન વેંકટેશ્વર સ્વામીનું મંદિર, તિરુચનૂરમાં આવેલ શ્રી પદ્માવતી અમ્માવરી મંદિર અને તિરૂપતિમાં શ્રી ગોવિંદરાજ સ્વામી મંદિરનું સંચાલન કરતી હતી. ત્યારપછી આ ટ્રસ્ટે 9 દાયકામાં ભગવાન વેંકટેશ્વના 58 મંદિરની સ્થાપના કરી. મોટાભાગના મંદિર દક્ષિણ રાજ્ય આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં આવેલા છે. ટ્રસ્ટે ઉત્તર અને પૂર્વ ભારત સહિત સમગ્ર દેશમાં ભગવાન વેંકટેશ્વના મંદિરની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો છે. 

તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે વર્ષ 1969માં ઉત્તરાખંડના ઋષિકેશમાં બાલાજી મંદિરની સ્થાપના કરી. ટ્રસ્ટે વર્ષ 2019માં કન્યાકુમારીમાં ભગવાન વેકંટેશ્વરના મંદિરની સ્થાપના કરીને પદચિહ્ન સ્થાપિત કર્યા. જમ્મૂમાં 8 જૂન 2023ના રોજ ભગવાન વેંકટેશ્વરના મંદિરનો શુભારંભ થયો છે. 

મહારાષ્ટ્રમાં પણ ભગવાન બાલાજી મંદિરના પ્રતિકૃતિની શરૂઆત કરવામાં આવી છે. જે માટે રાજ્ય સરકારે નવી મુંબઈમાં લગભગ 600 કરોડ રૂપિયાની કિંમતની 10 એકર જમીન મંદિર ટ્રસ્ટને આપી છે. તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ આ મંદિરના નિર્માણ માટે 70 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ ટ્રસ્ટના અધ્યક્ષ વાઈવી સુબ્બા રેડ્ડી જણાવે છે કે, 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશમાં ભગવાન વેકંટેશ્વરના મંદિરનું નિર્માણ કરીને ભક્તોના દ્વાર સુધી લઈ જવાનો એક પ્રયાસ છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના નિર્દેશો પછી તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ દક્ષિણ ભારતીય રાજ્યોના અંતરિયાળ વિસ્તારોમાં પણ નાના મંદિરનું નિર્માણ કરશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ