બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Bajwa said Pakistan Army is not capable to fight against India says Pakistani Journalist

ખુલાસો / ઈન્ડીયન આર્મી ધી ગ્રેટ ! પાક.ના પૂર્વ આર્મી ચીફ બોલ્યાં, 'ભારતીય સેનાના સામનાની પાક. સેનાની તાકાત નથી'

Vaidehi

Last Updated: 07:17 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનનાં વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે ખુલાસો કર્યો છે કે પૂર્વ આર્મી ચીફ બાજવાએ કહ્યું હતું કે પાકિસ્તાની સેના ભારતીય સેના સાથે લડવા સક્ષમ નથી. તેમણે જણાવ્યું કે બાજવાએ કાશ્મીરને લઈને પણ ડીલ કરવાનાં પ્રયાસો કર્યાં હતાં.

  • પાકિસ્તાની જર્નાલિસ્ટ હામિદ મીરે કર્યાં મોટા ખુલાસા
  • પૂર્વ આર્મી ચીફ બાજવાએ કહેલી વાતોનો કર્યો ખુલાસો
  • પાકિસ્તાન પાસે તોપોની અવરજવર માટે ડીઝલ નથી: બાજવા

પાકિસ્તાની વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે એક ઈન્ટરવ્યૂમાં એક મોટો ખુલાસો કર્યો છે. મીરે જણાવ્યું કે પૂર્વ સેના પ્રમુખ જનરલ (રિટાયર્ડ) કમર જાવેદ બાજવાએ કહ્યું હતું કે પાકિસ્તાની સેના, ભારતીય સેનાનો સામનો કરવા માટે સક્ષમ નથી.

મીરે એવું પણ જણાવ્યું હતું કે બાજવાએ ભારત સાથે સંબંધો સુધારવા માટે પણ ભારતનાં NSA અજિત ડોભાલ સાથે વાતચીત કરી હતી. માહિતી અનુસાર હામિદ મીરે બ્રિટેન સ્થિત પાકિસ્તાની મીડિયા 'યૂકે44' ને આપેલ ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો તકે બાજવાએ 2 વરિષ્ઠ પત્રકારોને કહ્યું હતું કે ભારતની સામે લડાઈ લડવા માટે પાકિસ્તાની સેના પાસે ન તો ગોળા-બારુદ છે અને ન તો ટેન્કોમાં ભરવા માટે ડીઝલ.

તોપોની અવરજવર માટે ડીઝલ નથી- બાજવા
તેમણે કહ્યું કે એક મીટિંગમાં બાજવાએ કહ્યું હતું કે તોપોની અવર-જવર માટે આપણી પાસે ડીઝલ નથી. મીરે કહ્યું કે બાજવાએ ભારતની સાથે સંબંધો સુધારવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. તે કાશ્મિરનાં સમાધાન પર પણ કામ કરી રહ્યાં હતાં.

PM મોદી પાકિસ્તાન જવાનાં હતાં?
મીરે કહ્યું કે બાજવાએ વર્ષ 2021માં ખુલાસો કર્યો હતો કે તેમણે ભારતનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની સાથે પણ ગુપ્ત વાતચીત કરી હતી અને સંઘર્ષ વિરામની ઘોષણાનાં તરત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાકિસ્તાની યાત્રાની યોજના પણ બનાવવામાં આવી હતી. મીરે એવો પણ દાવો કર્યો છે કે કાશ્મીરને લઈને બાજવાએ એક સોદો કર્યો હતો જેના વિશે તેમણે ક્યારેય પણ પાકિસ્તાની ઓથોરિટીને જણાવ્યું નહોતું.

ઈમરાન ખાન હતાં અજાણ
મીરે જણાવ્યુંક કે ભારતની સાથે સીઝ ફાયર બાદ PM મોદીને પાકિસ્તાનની યાત્રાએ આવવું હતું. આ વિષયે જ્યારે વિદેશ મંત્રાલયને ખબર પડી તો તેઓ તાત્કાલિક ઈમરાન ખાન પાસે ગયાં પરંતુ તેઓ આ વિષયે અજાણ હતાં. ત્યારે ઈમરાને કહ્યું કે મને એ તો ખબર છે કે NSA અજિત ડોભાલની સાથે વાતચીત ચાલી રહી છે પરંતુ પીએમ મોદીનાં પાકિસ્તાન આવવાં અંગે કંઈ જાણકારી નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ