બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
હેટ સ્પિચ મામલામાં સપાનાં નેતા આઝમ ખાનને જિલ્લા અને સત્ર ન્યાયાલય એમપી એમએલએ સેશન કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. તેમની તરફથી જે સ્ટે એપ્લિકેશન આપેલ હતી પરંતુ કોર્ટે તેને નામંજૂર કરી છે. સૌથી પહેલાં રામપુર કોર્ટે હેટ સ્પિચ મામલામાં આઝમ ખાનને દોષિત જાહેર કર્યાં હતાં અને તેમને 3 વર્ષની સજા સંભળાવી હતી. આ સાથે જ તેમની વિધાનસભાની સદસ્યતા પણ રદ કરવામાં આવી હતી.
Rampur court rejects Samajwadi Party leader Azam Khan's appeal seeking stay on his conviction in hate speech case: Lawyer
— Press Trust of India (@PTI_News) November 10, 2022
ADVERTISEMENT
3 વર્ષની સજા ફટકારી હતી
આઝમ ખાનનાં હેટ સ્પિચ મામલે એમપી એમએલએ કોર્ટ મેજિસ્ટ્રેટ ટ્રાયલ કોર્ટે 3 વર્ષની સજા જાહેર કરી હતી જેનો વિરોધ કરતાં આઝમ ખાને આ સજા પર સ્ટે એપ્લિકેશન આપેલ હતી જેને કોર્ટે નામંજૂર કરી છે. જેનાં લીધે આઝમ ખાનને મોટો ઝાટકો લાગ્યો છે. હવે સપા તરફથી સેશન્સ કોર્ટમાં રામપુર કોર્ટનાં આ નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. આશા હતી કે અહીંથી આઝમ ખાનને રાહત મળશે પરંતુ એવું થયું નહીં.
ADVERTISEMENT
10 નવેમ્બરનાં નોટિફિકેશન બહાર પડવાનું હતું
આ પહેલાં સુપ્રિમ કોર્ટથી આઝમને એ રાહત તો મળી જ હતી કે તે રામપુર પેટાચૂંટણીની પ્રક્રિયા પર થોડા સમય રોકી દેવાઇ હતી. સુપ્રિમ કોર્ટનાં નિર્દેશ પર ચૂંટણી પંચે રામપુર વિધાનસભા સીટની પેટાચૂંટણી પર રોક લગાવી હતી. આયોગે આગામી આદેશ સુધી પેટાચૂંટણીનું જાહેરનામું બહાર પાડવા પર રોક લગાવી છે, આ નોટિફિકેશન 10 નવેમ્બરનાં રોજ બહાર પડવાનું હતું.
રામપુર સીટ પર પેટાચૂંટણી અંગે કોર્ટનો આદેશ
રામપુરથી પૂર્વ સપા વિધાયક મહોમ્મદ આઝમ ખાનનાં ભડકાઉ ભાષણ દેવાનાં આરોપમાં એમપી-એમએલએ કોર્ટે તેમને 3 વર્ષની સજા સંભળાવી હતી જેના પછી વિધાનસભા સચિવાલયે તેમની સીટ ખાલી ઘોષિત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.