ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / Ashok Gehlot And Sachin Pilot Stand Together In Rajasthan

વિવાદ શમ્યો / રાહુલના એક શબ્દની જાદુઈ અસર, ગેહલોત-પાયલટ ઝગડતાં મટ્યાં, આજે આવી સુલેહની તસવીર

Published By: Hiralal

Last Updated: 08:00 PM, 29 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનમાં સીએમ અને ડેપ્યટી સીએમ વચ્ચે ચાલી રહેલો ઝગડો રાહુલના એક શબ્દની સાથે પૂરો થયો છે.

ADVERTISEMENT

  • રાજસ્થાનમાં ગેહલોત અને પાયલટ વચ્ચે થયું સમાધાન 
  • આજે બન્નેએ સાથે મળીને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી
  • આજકાલમા રાહુલની ભારત જોડો યાત્રામાં રાજસ્થાનમાં દાખલ થવાની છે
  • ગઈકાલે રાહુલે ગેહલોત અને પાયલટને ગણાવ્યાં હતા પાર્ટીની સંપત્તિ 

રાજસ્થાનમાં છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ડેપ્યુટી સીએમ સચિન પાયલટ કોઈની કોઈ વાત બાખડી રહ્યાં છે તાજા વિવાદમાં ગેહલોતે પાયલટને ગદ્દાર ગણાવ્યાં હતા જેની પર મોટી બબાલ થઈ હતી અને પાયલટ ખૂબ નારાજ થયા હતા પરંતુ બન્ને વચ્ચે સ્થિતિ કાબૂ બહાર જતી રહેલી જોતા રાહુલ વચ્ચે પડ્યા હતા અને ભારત જોડો યાત્રામાંથી ગેહલોત અને પાયલટને કોંગ્રેસની સંપત્તિ તરીકે ગણાવી દીધા બસ પછી તો રાહુલના આ શબ્દની જાદુઈ અસર પડી અને તેનું પરિણામ પણ આજે આવી ગયું. 

ગેહલોત અને પાયલટે ભેગા મળીને મીડિયામાં વાત કરી 
રાહુલ ગાંધીનો પાર્ટીની સંપત્તિવાળો શબ્દ ગેહલોત અને પાયલટના દિલમાં ઉતરી ગયો અને તેમણે બન્નેએ વિવાદ સમેટી લેવાનું નક્કી કર્યું જેની પહેલા સંકેત તરીકે તેમણે બન્નેએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી અને ખુલીને વિવાદનો અંત આણ્યો હતો. 

આજકાલમાં રાહુલની ભારત જોડો યાત્રામાં રાજસ્થાનમાં પ્રવેશશે 
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આજકાલમાં રાજસ્થાનમાં પ્રવેશવાની છે અને તેને માટે કોંગ્રેસ સારી તૈયારી કરી રાખી છે. સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પણ બન્ને નેતાઓએ આ વિશે વાત કરી હતી. સચિન પાયલટે કહ્યું કે રાહુલ ગાંધીની રાજસ્થાનમાં યોજાનારી ભારત જોડો યાત્રા ખૂબ જ યાદગાર રહેશે, તે એક ઐતિહાસિક યાત્રા હશે, આ યાત્રામાં દરેક ક્ષેત્રના લોકો જોડાશે. કાર્યકર્તાઓ અને નેતાઓ પણ યાત્રામાં જોડાશે. 

રાહુલની યાત્રાથી દેશમાં એક નવું કિરણ જાગ્યું 
સીએમ ગેહલોતે કહ્યું કે રાહુલજી જે સ્વરૂપે યાત્રાએ નીકળ્યા છે તેનાથી સમગ્ર દેશમાં આશાનું એક નવું કિરણ જગ્યું છે. આ યાત્રા આગામી દિવસોમાં સમાપ્ત થશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન અને ગૃહમંત્રી જે રીતે ગુજરાતમાં ઘૂમી રહ્યા છે, ત્યાં યાત્રાઓ કેમ થઈ રહી છે? તમે નર્વસ અને ગભરાયેલા સમજી શકો છો કારણ કે રાહુલ ગાંધીની મુલાકાતનો સંદેશ ખૂબ જ મહાન છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ashok Gehlot Sachin Pilot rahul gandhi અશોક ગેહલોત રાહુલ ગાંધી સચિન પાયલટ Ashok Gehlot

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ