બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Ashes 2023: Australia's 'dishonesty' in mmatch ENGvAUS was Johnny Bairstow really out

ક્રિકેટ / VIDEO: બોલ બેટને ટચ ન થયો, ખેલાડી ચાલવા લાગ્યો અને પછી...: ભારે વિવાદોથી ઘેરાયેલ રન આઉટ પર ધોનીની આવી ગઈ યાદ

Megha

Last Updated: 10:46 AM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોર્ડ્સમાં બીજી એશિઝ ટેસ્ટનો 5માં દિવસે બન્યો હતો જ્યારે દરેક ક્રિકેટ ચાહકોને ધોનીની યાદ આવી હતી. હાલ એ ઘટનાનો વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે

  • એશિઝ ટેસ્ટના 5માં દિવસે એક કિડદો એવો બન્યો કે લોકોને ધોનીની યાદ આવી
  • ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર એલેક્સ કેરે વિકેટ પાછળ ધોનીની જેમ મગજ ચલાવ્યું 
  • હાલ એ ઘટનાનો વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે

મહેન્દ્ર સિંહ ધોની વિકેટકીપિંગ-બેટીંગ અને કેપ્ટનશીપની સાથે સાથે તે પોતાના મનની હાજરી એટલે કે પ્રેઝન્સ ઓફ માઇન્ડ માટે પણ ઘણા જાણીતા છે. ધોનીએ વિકેટ પાછળ રહીને ઘણા એવા કારનામા કરીને રાખ્યા છે કે હવે જો કોઈ વિકેટકીપર વિકેટ પાછળ થોડો પણ સારું કામ કરે તો તરત જ ધોની યાદ આવી જાય છે. એવું જ કઈંક હાલમાં બન્યું હતું જેને જોઇનએ ધોની ફરી એકવાર યાદ આવી ગયો. આ કિસ્સો લોર્ડ્સમાં બીજી એશિઝ ટેસ્ટનો 5માં દિવસે બન્યો હતો જ્યારે દરેક ક્રિકેટ ચાહકોને ધોનીની યાદ આવી હતી. 

એલેક્સ ની ટ્રિક જોઈએ લોકોએ ધોનીને યાદ કર્યો 
ત્યાં ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર એલેક્સ કેરે વિકેટ પાછળ ધોની જેવા અજાયબીઓ કર્યા હતા. તેણે એવી ચતુરાઈ બતાવી કે તેને જોઈને લોકોએ ધોનીને યાદ કર્યો હતો. બન્યું એવું કે ઇંગ્લેન્ડની ઇનિંગ્સની 52મી ઓવર ચાલી રહી હતી. બોલ કેમરૂન ગ્રીનના હાથમાં હતો. જોની બેરસ્ટો સામે હતો. ઓવરના ઘણા બોલને ડક કરનાર બેયરસ્ટોએ છેલ્લા બોલને પણ ડક કર્યો હતો.

એલેક્સે તેની અંદર રહેલા ધોનીને જગાડ્યો
એ સમયે વિકેટની પાછળ બોલ એલેક્સ કેરે પાસે આવે ત્યાં સુધીમાં બેયરસ્ટો ક્રિઝ છોડી ગયો હતો. તેને લાગ્યું કે આ ઓવરનો છેલ્લો બોલ છે  તેથી હવે તે જઈને તેના પાર્ટનર સાથે વાત કરી શકે છે. એ જ વિચારીને તે ક્રિઝ પરથી ચાલ્યો ગયો પણ બીજી તરફ કેરીએ તેની અંદર રહેલા ધોનીને જગાડ્યો હતો. તેણે બોલને પકડી લીધો અને તેને અંડર આર્મ સાથે જ વિકેટ તરફ ફેંકી દીધો.

અમ્પાયરે રિપ્લે જોઈ બેયરસ્ટોને આઉટ જાહેર કર્યો
આ વાતથી અજાણ બેયરસ્ટો ચાલી રહ્યો હતો અને તેની વિકેટ પડી ગઈ હતી. ઓસ્ટ્રેલિયનોની ઉજવણી શરૂ થઈ ગઈ એ બાદ બેયરસ્ટો જ્યાં હતો ત્યાં રોકાઈ ગયો. દેખીતી રીતે તેણે વિચાર્યું કે બોલ ડેડ થઈ ગયો હતો. એ બાદ અમ્પાયરે રિપ્લે જોયો અને બેટ્સમેનને આઉટ જાહેર કર્યો. નિયમોનું પાલન કરીને તેણે બેયરસ્ટોને પાછો મોકલ્યો. આ ઘટના બનતાની સાથે જ મેદાન પર હાજર લોકોએ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને બીજી તરફ બેયરસ્ટો તેના ડ્રેસિંગ રૂમ તરફ જોઈ રહ્યો હતો.

દેખીતી રીતે તે રન માટે જઈ રહ્યો ન હતો પણ અમ્પાયરોના મતે બોલ ડેડ પણ નહોતો. આવી સ્થિતિમાં તેણે બેયરસ્ટોને આઉટ કરવો પડ્યો હતો. બેયરસ્ટોએ આઉટ થતા પહેલા 22 બોલમાં 10 રન બનાવ્યા હતા. કુલ 193ના સ્કોર પર તેની વિકેટ પડી હતી. હાલ આ વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે અને ટ્વિટર પર # Alex Carey aka Dhoni પણ ટ્રેન્ડ થઈ રહ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ