બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / As part of the preparations for the Lok Sabha elections, the core committee met at the Gujarat Pradesh Congress office

બેઠક / ગુજરાત કોંગ્રેસમાં મોટા ચેન્જના અણસાર, શક્તિસિંહ ગોહિલના સ્પષ્ટ સંકેત , પાર્ટીમાંથી આ લોકો થશે સાઈડલાઇન

Vishal Khamar

Last Updated: 06:55 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી છે. આજે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનાં અધ્યક્ષ સ્થાને કોંગ્રેસની કોર કમિટીની બેઠક મળી હતી. મળેલી બેઠકમાં પૂર્વ પ્રમુખ, પૂર્વ વિપક્ષના નેતા અને સિનિયર નેતાઓ હાજર રહ્યા હતા. તેમજ બેઠકમાં નવા સંગઠન અને આગામી રણનીતિ અંગે ચર્ચા કરી હતી.

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારી શરુ 
  • અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે મળશે બેઠક 
  • શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં કોંગ્રેસની કોર કમિટીની બેઠક 
  • રાહુલ ગાંધીને ભારતજોડો યાત્રા ફેઝ-2 અંતર્ગત ગુજરાત આવવા આમંત્રણ

ગુજરાત કોંગ્રેસે લોકસભા ચૂંટણીની તૈયારીઓ આરંભી છે. અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોર કમિટીની બેઠક મળી હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં તમામ પૂર્વ પ્રમુખ, પૂર્વ વિપક્ષ નેતા અને સિનિયર નેતાઓ હાજર રહ્યા હતા. લોકસભાની ચૂંટણીને લઈ ક્યાં ક્યાં કાર્યક્રમો કરવા તેની ચર્ચા થઈ હતી. કોંગ્રેસનાં નવા સંગઠન માટે બેઠકમાં ચર્ચા થઈ હતી. તેમજ કોંગ્રેસના સંગઠનમાં મોટાપાયે ફેરબદલનાં શક્તિસિંહ ગોહિલના સ્પષ્ટ સંકેત છે. તેમજ આગામી ટૂંક સમયમાં શક્તિસિંહ ગોહિલ દ્વારા જાહેરાત કરવામાં આવશે. તેમજ હોદ્દા પર રહીને કામગીરી નહી કરે તો હોદ્દો લઈ લેવાશે. તેમજ ખાલી પડેલી તાલુકા-જીલ્લાની જગ્યાએ સત્વરે ભરવામાં આવશે. સંગઠનમાં આપેલી જવાબદારીનું મૂલ્યાંકન પણ કરાશે. કોંગ્રેસે 20 ઓગસ્ટે રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે પદયાત્રા કરશે. 

પક્ષ છોડીને ગયેલા નેતાઓ માટે કોંગ્રેસનાં દ્વાર ખુલ્લા રહેશેઃ મનીષ દોશી
અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનાં અધ્યક્ષ સ્થાને કોર કમિટીની બેઠક મળી હતી. બેઠક બાદ કોંગ્રેસનાં પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું છે કે, શક્તિસિંહનાં અધ્યક્ષ સ્થાલે કો. ઓર્ડીનેશન કમિટીની બેઠક મળી હતી. 5 કલાક લાંબી ચાલેલી આ બેઠકમાં સંગઠનને લઈ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ 20 મી ઓગસ્ટ રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે પદયાત્રા યોજાશે. શક્તિસિંહ ગોહિલ 33 જીલ્લા અને 8 મહાનગરપાલિકામાં જનસંપર્ક યાત્રા કરશે.  પક્ષ છોડીને ગયેલા નેતાઓને શક્તિસિંહ ગોહિલ ઘરવાપસી કરાવશે.  જુદ જુદા ક્ષેત્રનાં સામાજિક આગેવાનો પક્ષ સાથે જોડવામાં આવશે. તેમજ સહકારી ક્ષેત્રની બેઠક પણ આગામી દિવસોમાં બોલાવવામાં આવશે. ભારત જોડો યાત્રા-2 માટે રાષ્ટ્રીય નેતૃત્વ કાર્યક્રમ જાહેર કરાશે. તેમજ ગુજરાત કોંગ્રેસે રાહુલ ગાંધીને આ બાબતે આમંત્રણ આપેલું છે. 

મનીષ દોશી (પ્રવક્તા, કોંગ્રેસ)


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ