બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / As many as 80 students from Rajkot who had gone on an educational trip got stuck now the train has started

કાર્યવાહી / રાજકોટમાંથી પ્રવાસ માટે ગયેલા અને મહારાષ્ટ્રમાં ફસાયેલા 80 વિદ્યાર્થીઓ હેમખેમ, રેલવે તંત્ર રહી રહીને જાગ્યું, તકલીફ પાર પડી

Kishor

Last Updated: 10:02 PM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાંથી પ્રવાસ માટે ગયેલા અને મહારાષ્ટ્રમાં ફસાયેલા 80 વિદ્યાર્થીઓ હેમખેમ છે અને તકલીફ પાર પડતા હવે ટ્રેન રવાના કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • રાજકોટથી પ્રવાસ ગયેલા મહારાષ્ટ્રમાં ફસાયેલા વિદ્યાર્થીઓનો મામલો
  • ટેકનિકલ ઇસ્યુ સોલ્વ થતા 80 વિદ્યાર્થીઓ હેમખેમ
  • વતનમાં વાલીઓએ લીધો રાહતનો શ્વાસ

રાજકોટમાંથી પ્રવાસ માટે ગયેલા 80 વિદ્યાર્થીઓ મહારાષ્ટ્રમાં ફસાયા હોવાની ઘટના સામે આવતા વાલીઓમાં ઉહાપોહ મચી ગયો હતો. જે અંગે વતનમાં જાણ થતા વાલીઓ અધિરા બન્યા હતાં. બીજી બાજુ વિધાર્થીઓને પણ ભૂખ્યા, તરસ્યા ઉપાધીનો કોઈ પાર ન હતો. આ અંગે શક્તિસિંહ ગોહિલે પણ ટ્વીટ કર્યું હતું. બાદમાં રેલવે તંત્ર સફાળું જાગ્યું હતું અને તાબડતોબ કાર્યવાહી હાથ ધરી હતી..જેમાં ટેકનિકલ ઇસ્યુ સોલ્વ થઈ જતા હવે રાજકોટમાંથી પ્રવાસ માટે ગયેલા અને મહારાષ્ટ્રમાં ફસાયેલા 80 વિદ્યાર્થીઓ હેમખેમ છે અને તકલીફ પાર પડતા હવે ટ્રેન રવાના કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

 શુ હતી સમગ્ર ઘટના!

રાજકોટના 80 જેટલા વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસ અર્થે કોચી (કેરળ) સહિતના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન રેલવે ટ્રેન મારફત પરત રાજકોટ આવતી વેલાએ મહારાષ્ટ્રમાં પનવેલ પાસેના ગામ નજીક આ વિધાર્થીઓ અટવાયા હતા. ટ્રેન બંધ થતાં વિધાર્થીઓ સવાર ના 7 વાગ્યાના એક જગ્યા પર હેરાન થયા હતા. બીજી તરફ રેલવેના અધિકારીઓ મુસાફરોને સ્વખર્ચે ખાનગી બસ પણ બાંધવા ન દેતા હોવાના આરોપ લાગ્યા હતા. ખાસ વાત એ છે કે અહીં જમવાની તો ઠીક પણ પાણી સહિતની પણ સુવિધા ન હતી.. જેને લઈને તમામ બાળકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા..

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને મદદની કરી માગ

બીજી બાજુ આ મામલે કોંગ્રેસ નેતા શક્તિસિંહે ટ્વીટ કરી કહ્યું કે રેલવે રાજ્ય મંત્રી  દર્શનાબહેન જરદોશ મને ફરિયાદ મળી છે કે , રાજકોટના 80 જેટલા વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસ અર્થે કોચી (કેરળ) થી રેલવે ટ્રેન મારફત પરત રાજકોટ આવતા સમયે મહારાષ્ટ્રમાં પનવેલ પાસેના ગામ નજીક સવાર ના 7 વાગ્યાના એક જગ્યા પર હેરાન થતા હતા તે મામલે ઘટતું કરવા માંગ ઉઠાવી હતી. હવે જાણવા મળી રહ્યું છે. ટેકનીકલ ફોલ્ટ ઉકેલાઈ જતા ગાડી શરૂ કરી દેવાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ