બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / As many as 14 Gujaratis went missing in Himachal Pradesh

શું થયું હશે.. / બાઇક સાથે નીકળેલા 14 જેટલા ગુજરાતીઓ હિમાચલપ્રદેશમાં થયા ગુમ, લાસ્ટ લોકેશન ચંદ્રતાલ, શક્તિસિંહ ગોહિલે કરી સરકારને અપીલ

Kishor

Last Updated: 10:43 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિમાચલ પ્રદેશમાં કુદરતી આફતમાં અનેક ગુજરાતી પ્રવાસીઓ પણ ફસાયા છે અને તેઓને ત્વરીત મદદ મળે તેવી માગણી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ કરી છે.

  • 14 જેટલા ગુજરાતીઓ હિમાચલપ્રદેશમાં થયા ગુમ 
  • બાઇક સાથે નીકળેલા યુવકો થયા ગુમ 
  • ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પાસે કરી અપીલ 

હિમાચલ પ્રદેશમાં જળ પ્રલયની સ્થિતિ સર્જાઇ છે. કુદરતી આફતમાં અનેક લોકોનાં મોતના સમાચાર મળી રહ્યાં છે. દેશના ટોચના પ્રવાશન સ્થળોમાંથી એક એવા હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વણસી રહી છે. નદીઓમાં પૂર અને ભૂસ્ખલનને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ્પ થઇ ગયો છે. પર્વતો પરથી જાણે આફત વહેતી હોય તેમ નદીઓમાં પુર જોવા મળી રહ્યાં છે. અનેક પૂલ અને રસ્તાઓ ધોવાઇ ગયા છે. આ કુદરતી આફતમાં અનેક પ્રવાસીઓ પણ અટવાયા છે. આ પ્રવાસીઓમાં ગુજરાતના પણ અનેક લોકો ફસાયા છે અને તેઓને ત્વરીત મદદ કરે તેવી માગણી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ કરી છે. 

મનાલી બાદ ત્યાંથી ચંદ્રતાલ ગયા હતા: શક્તિસિંહ 

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે જણાવ્યું કે હિમાચલમાં 14 જેટલા ગુજરાતીઓ પણ ગુમ થયા છે, ગુમ થયેલા આ લોકોમાં મોટાભાગના યુવાનો છે, જેઓ બાઇક લઇને હિમાચલ ફરવા નિકળ્યા હતા. હું રાજ્ય સરકારને અપીલ કરું છું કે આ તમામ યુવાનોની મદદ માટે તાત્કાલિક પગલા લેવામાં આવે અને તેઓને સુરક્ષિત રીતે વતન પહોંચાડવામાં આવે છે. શક્તિસિંહે જણાવ્યું કે ગુમ થયેલા આ યુવાનો છેલ્લે મનાલી સુધી સલામત પહોંચ્યા હતા. ત્યારબાદ ચંદ્રતાલ ગયા હતા, અને ત્યાંથી ત્રીલોકનાથ જવા નીકળ્યા હતા. જો કે ત્યારબાદથી આ તમામ યુવાનો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. તેમની કોઇ ભાળ નથી. 

ગુજરાતના આ જે યુવાનો નીકળ્યા છે તેમાં (1) પાર્થ ઝવેરભાઈ પટેલ, (2) ઝવેરભાઈ બાબુભાઈ પટેલ, (3) વિવેક નરેશભાઈ પટેલ, (4) સાગર જયેન્દ્રભાઈ તુરખીયા, (5) ગૌરાંગ ભાઈલાલભાઈ કાકડીયા, (6) યશ નિતીનભાઈ વરીયા, (7) મોહિત દાઢણીયા, (8) સિદ્ધાર્થ નરેશભાઈ પટેલ, (9) નિસર્ગ રમેશચંદ્ર પટેલ, (10) બ્રિજેશભાઈ બાબુભાઈ પટેલ, (11) તુષારકુમાર સુદાણી, (12) મનુભાઈ ધાનાણી, (13) અશ્વિન આંદ્રપીયા, (14) પિયુષકુમાર હસમુખભાઈ નાકરાણી છે. જે ત્યાંથી મોટરસાયકલ ભાડે લઈને મોટરસાયકલ પર જવાના હતા. તેમાંથી યશ નિતીનભાઈ વરીયા પાસે જે મોટરસાયકલ છે તેનો નંબર HP-66-9518 છે. આ મિત્રો મનાલી સુધી સલામત રીતે પહોંચ્યા પછી મનાલીથી કાઝા અને કાઝાથી ચંદ્રતાલ 8 તારીખે પહોંચ્યા હતા. 9 તારીખે ચંદ્રતાલથી ત્રિલોકનાથ જવા માટે નીકળ્યા છે, જેમનો હજુ સુધી કોઈ સંપર્ક થઈ શક્યો નથી, એટલે સ્વાભાવિક રીતે તેમના પરિવારો પણ ખૂબ ચિંતિત છે.

સરકાર આ યુવાનોને શોધે તેવી મારી અપીલ છે: શક્તિસિંહ

પ્રદેશ પ્રમુખે રાજ્ય સરકારને અપીલ કરી છે કે ગુમ થયેલા તમામ ગુજરાતીઓ માટે ત્વરીત પગલા લેવામાં આવે છે. આ યુવાનોના પરિવારજનોમાં હાલ ચિંતાનો માહોલ છે. કુદરતી આફત સમયે સરકારે આગળ આવવું જોઇએ અને શક્ય એટલી તમામ મદદ પહોંચાડવી જોઇએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ